સુરતના ડિંડોલીમાં ત્રિકોણીય પ્રેમપ્રકરણમાં એક આધેડની ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. 50 વર્ષીય આધેડની મોઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમજ ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતકની સાથે પત્ની તરીકે રહેતી મહિલા, તેનો અસલી પતિ અને પુત્ર હત્યાને અંજામ આપી રૂમ બહારથી લોક કરી ફરાર થયા હતા.
ગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાતની ચર્ચા વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે મંગળવારે અંતિમ નિર્ણય લેવાશે. આગામી એક વર્ષમાં પાણીની અછત દૂર થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.