ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આજે રાત્રે અમેરિકામાં મોટો નિર્ણય, ફરી ગોલ્ડ અને સિલ્વરમાં થશે ખેલ!

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / આજે રાત્રે અમેરિકામાં મોટો નિર્ણય, ફરી ગોલ્ડ અને સિલ્વરમાં થશે ખેલ!

Last Updated: 07:41 PM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gold Price: અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક 28 ઓક્ટોબરે આજે તેના વ્યાજ દરને લઇ નિર્ણયની જાહેરાત કરવાનું છે. વિશ્વભરના રોકાણકારો આ નિર્ણય પર નજીકથી નજર રાખી રહ્યા છે, ખાસ કરીને સોના અને ચાંદીના ખરીદદારો. પરિણામે, બુધવારે સોના અને ચાંદીના ભાવ એક રેન્જમાં ટ્રેડ થયા.

1/6

photoStories-logo

1. 10 ગ્રામ પર ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ડિસેમ્બર સોનાના વાયદા 0.39% ઘટીને $4,058.85 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયા હતા, જ્યારે ડિસેમ્બર ચાંદીના વાયદા 0.67% ઘટીને $54.145 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયા હતા. સ્થાનિક બજારમાં MCX ડિસેમ્બર સોનાના વાયદા ₹432 ઘટીને ₹1,43,708 પ્રતિ 10 ગ્રામ પર હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઘટાડો શા માટે?

વિશ્લેષકોના મતે સોના અને ચાંદીમાં રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી રહી છે કારણ કે બજારો યુએસ ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણય અને વ્યાજ દરના દૃષ્ટિકોણ પર ગાઇડલાઇનની રાહ જોઈ રહ્યા છે. બજાર ખૂબ જ સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે કારણ કે રોકાણકારો FOMC મીટિંગના પરિણામની રાહ જોઈ રહ્યા છે. સોનું $4,000 પ્રતિ ઔંસથી ઉપર છે, જ્યારે ચાંદી $52-53 પ્રતિ ઔંસ ઝોનથી ઉપર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સોના અને ચાંદીનું શું થશે?

આગામી મુખ્ય ટ્રિગર ફેડરલ રિઝર્વનો નિર્ણય અને વ્યાજ દરોના ભવિષ્યના રસ્તા પર તેનું માર્ગદર્શન છે. જો ફેડ વ્યાજ દર સ્થિર રાખે છે, તો સોના અને ચાંદીને મોટો સપોર્ટ મળી શકે છે, પરંતુ જો વ્યાજ દરમાં વધારો કરવામાં આવે છે, તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સોનાના સપોર્ટ સ્તર શું છે?

જાણકારો મુજબ $4,020 અને $3,980 પ્રતિ ઔંસને આંતરરાષ્ટ્રીય સોના માટે મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર તરીકે બતાવાય છે, જ્યારે $4,070 અને $4,100 પ્રતિકાર પ્રદાન કરે છે. MCX પર સોનાને ₹1,43,500 પ્રતિ 10 ગ્રામ પર સપોર્ટ અને ₹1,46,000 પર રેજિસ્ટેંસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ચાંદીનું સપોર્ટ સ્તર?

આંતરરાષ્ટ્રીય ચાંદી માટે $52 પ્રતિ ઔંસ એક મુખ્ય સપોર્ટ લેવલ છે, જ્યારે રેજિસ્ટેંસ $56 પર છે. MCX પર ચાંદીને પ્રતિ કિલોગ્રામ ₹1,92,000 અને રેજિસ્ટેંસ ₹2,03,000 પર છે. સોના અને ચાંદી માટે મિશ્ર વેપારની અપેક્ષા છે, જેમાં ભાવ ઊંચા સ્તરે પ્રતિકારનો સામનો કરે તેવી શક્યતા છે. ફેડરલ રિઝર્વની પોલીસી પરિણામ અને કમેંટ્રી બંને ધાતુઓની આગલી દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Investment Gold Price Silver Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ