ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અન્ય જિલ્લા / Cricket / સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટ બન્યા ICC ટેસ્ટ મેચના રેફરી, આ સિદ્ધિ મેળવનારા બીજા ભારતીય બન્યા

સ્પોર્ટ્સ / સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટ બન્યા ICC ટેસ્ટ મેચના રેફરી, આ સિદ્ધિ મેળવનારા બીજા ભારતીય બન્યા

Published By: Priykant Shrimali

Last Updated: 02:16 PM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prakash Bhatt ICC Test match referee : સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્રિકેટ જગત માટે ગૌરવની ક્ષણ-ICCની ટેસ્ટ મેચમાં મેચ રેફરી તરીકે નિયુક્તિ મેળવનારા બીજા ભારતીય બન્યા પ્રકાશ ભટ્ટ

ADVERTISEMENT

Prakash Bhatt ICC Test match referee : ક્રિકેટના મેદાનમાં ખેલાડી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કર્યા બાદ રમતના વહીવટ અને નિષ્પક્ષ અમ્પાયરિંગના ક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપનાર સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન પ્રકાશ ભટ્ટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ શ્રેણીમાં મેચ રેફરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. આ સિદ્ધિ સાથે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવનાર બીજા ભારતીય બન્યા છે. આ પહેલાં ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. પ્રકશ ભટ્ટની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.

સૌરાષ્ટ્રના ક્રિકેટથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની સફર

સૌરાષ્ટ્રના ક્રિકેટ જગત સાથે ગાઢ નાતો ધરાવતા પ્રકાશ ભટ્ટે ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દી દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન તરીકેનો તેમનો અનુભવ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્રતિષ્ઠિત મંચ પર ઉપયોગી બની રહ્યો છે. વર્ષ 2008થી તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે મેચ રેફરી તરીકે કામગીરી કરી રહ્યા છે. વર્ષ 2024થી તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના મેચ રેફરી તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી છે. લાંબા સમયના અનુભવ, શિસ્ત, રમતની સમજ અને નિષ્પક્ષ નિર્ણયક્ષમતાના આધારે તેમણે ક્રિકેટ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

ICCના Emerging Panelમાં સ્થાન મેળવનાર ચાર પસંદગીના રેફરીમાં સામેલ

પ્રકાશ ભટ્ટની પ્રતિભા અને અનુભવને ધ્યાનમાં રાખીને આ વર્ષની શરૂઆતમાં તેમને ICCના પ્રથમ Emerging Panel of Match Refereesમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વિશ્વભરમાંથી પસંદ કરાયેલા માત્ર ચાર મેચ રેફરીના આ પેનલમાં તેમનો સમાવેશ થવો એ પોતે જ એક વિશેષ સિદ્ધિ છે. આ પસંદગી તેમની ક્ષમતા, અનુભવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની સંભાવનાને મળેલી માન્યતા સમાન છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં મેચ રેફરી તરીકેની જવાબદારી મળતાં તેમની કારકિર્દીમાં એક નવું અને ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નોંધપાત્ર અનુભવ

પ્રકાશ ભટ્ટ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, તેમણે અત્યાર સુધી 48 પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચો, 6 પુરુષોની વન-ડે આંતરરાષ્ટ્રીય મેચો, 4 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચો અને 3 મહિલા વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત, આ વર્ષની શરૂઆતમાં ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાયેલા ICC અંડર-19 વર્લ્ડ કપમાં પણ તેમણે મેચ રેફરી તરીકે જવાબદારી નિભાવી હતી. યુવા ક્રિકેટના વિશ્વકક્ષાના મંચ પરનો તેમનો અનુભવ તેમની કારકિર્દીનું વધુ એક મહત્વપૂર્ણ પાસું છે.

ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક પ્રવેશ

હવે ICC દ્વારા બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે પ્રકશ ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઢાકામાં શરૂ થઈ છે, જ્યારે બીજી ટેસ્ટ 5 નવેમ્બરે સિલહટમાં રમાવાની છે. ટેસ્ટ ક્રિકેટને રમતનું સૌથી પરંપરાગત અને પડકારજનક ફોર્મેટ માનવામાં આવે છે. આ સ્તરે મેચ રેફરી તરીકેની જવાબદારી મળવી એ તેમની વર્ષોની મહેનત, અનુભવ અને કાર્યનિષ્ઠાનું પરિણામ છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં જવાગલ શ્રીનાથ બાદ ટેસ્ટ મેચમાં મેચ રેફરી તરીકે નિયુક્ત થનાર બીજા ભારતીય તરીકે પ્રકશ ભટ્ટે પોતાનું નામ નોંધાવ્યું છે. આ સિદ્ધિ સૌરાષ્ટ્રના ક્રિકેટ માટે પણ એક યાદગાર પ્રસંગ બની રહેશે.

આ પણ વાંચો : 3 વખતના એશિયન પેરા ગેમ્સ ચેમ્પિયન નીરજ યાદવનો ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, PM મોદી પણ કરી ચૂક્યા હતા વખાણ!

ગુજરાત માટે ગૌરવની ક્ષણ

ગુજરાત અને સૌરાષ્ટ્રે ભારતીય ક્રિકેટને અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે. હવે પ્રકશ ભટ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રેફરી તરીકે મેળવેલી આ ઐતિહાસિક સિદ્ધિથી પ્રદેશનું ગૌરવ વધુ વધાર્યું છે. તેમની સફર યુવા ક્રિકેટરો અને રમત સાથે જોડાયેલા લોકો માટે પ્રેરણારૂપ છે. ક્રિકેટમાં સફળતા મેળવવા માટે માત્ર ખેલાડી તરીકેનું પ્રદર્શન જ નહીં, પરંતુ રમતની સમજ, નિયમો પ્રત્યેની નિષ્ઠા, શિસ્ત અને સતત મહેનત પણ એટલાં જ મહત્વપૂર્ણ છે, તે પ્રકશ ભટ્ટની કારકિર્દી દર્શાવે છે. સૌરાષ્ટ્રના મેદાનોથી શરૂ થયેલી સફર આજે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટના પ્રતિષ્ઠિત મંચ સુધી પહોંચી છે. પ્રકાશ ભટ્ટની આ સિદ્ધિ સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર ભારતીય ક્રિકેટ માટે ગૌરવની બાબત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Test Match Referee Cricket Prakash Bhatt

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ