ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / વાવાઝોડું અર્નબ ટકરાયું, 135 કિમી ઝડપે ફૂંકાયો પવન, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, 50 ટ્રેનો-21 ફ્લાઇટ્સ રદ
Last Updated: 06:41 AM, 28 October 2026
ADVERTISEMENT
વાવાઝોડું અર્નબ' આખરે ટકરાયું છે. અર્નબને કારણે આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. 135 કિમી ઝડપે ફૂંકાયો પવન ફૂંકાયો હતો. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેલવેએ 50 ટ્રેનો રદ કરી દીધી છે. તેમજ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH | Cyclone Arnab | Visakapatnam, Andhra Pradesh | Heavy rain accompanied by gusty winds uproot trees blocking Beach road and Seethammadhara. https://t.co/AjA0Cq0rX5
— ANI (@ANI) October 28, 2026
ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
ADVERTISEMENT
ઓડિશામાં મંગળવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે રાજ્યના 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 30,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. વાવાઝોડાની અસર પૂર્વોત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી રહેશે. એટલે કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી વરસાદ પડશે. ઝારખંડ, વિદર્ભ અને તેલંગાણામાં યલો એલર્ટ છે.
#WATCH | Andhra Pradesh: Very strong winds and heavy rainfall in Amalapuram in Konaseema district as an impact of Cyclone Arnab. (Video Source: Andhra Pradesh I&PR) https://t.co/E1jMR5asRd
— ANI (@ANI) October 27, 2026
ADVERTISEMENT
આ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ
આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, રાયલસીમા, કર્ણાટક, મરાઠવાડા, મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર પણ સતર્ક
બંગાળની ખાડીમાં ઉભા થયેલા ચક્રવાતી તોફાન 'અર્નબ' અંગે કેન્દ્ર સરકારે સતર્કતા વધારી દીધી છે. કેબિનેટ સચિવ ડૉ. ટીવી સોમનાથને સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ અને પ્રભાવિત રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ ચક્રવાતી તોફાનના સંભવિત માર્ગમાં આવતા લોકોની સલામતી માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ વિશે સમિતિને માહિતી આપી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો