ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં ઝોમેટો ડીલીવરી બોય બન્યા રેલવેમાં સ્ટેશન માસ્ટર, 11 વર્ષની કાનૂની લડાઈ બાદ મળી જીત
Last Updated: 12:09 PM, 26 October 2026
ADVERTISEMENT
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. મહેસાણાના એક યુવકે આ વાતને સાર્થક કરી દેખાડી છે. મહેસાણામાં Zomatoમાં ડિલિવરી બોય તરીકે કામ કરનાર ભુપેન્દ્ર ચાવડા નામના યુવકે પોતાની આકરી મહેનતથી રેલવેમાં સ્ટેશન માસ્ટર બની ગયા છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી ચોપડાનો ખર્ચ કાઢવા ઝોમેટોમાં કામ શરુ કર્યું હતું. 2015માં તેમણે રેલવેની પરીક્ષા પાસ કરી હતી.
ADVERTISEMENT
ચોપડાનો ખર્ચ કાઢવા પાર્ટ ટાઈમ નોકરી શરુ કરી
ભુપેન્દ્રભાઈની ઘરની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. ભણવા માટેના પુસ્તકો અને ચોપડાનો ખર્ચ કાઢવો પણ તેમના માટે મુશ્કેલ હતો. આથી, તેમણે હિંમત હાર્યા વગર ઝોમેટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. એક તરફ હાથમાં ડિલિવરી બેગ અને બીજી તરફ આંખોમાં સરકારી નોકરીનું સપનું. આ બેવડી જવાબદારી નિભાવીને તેમણે સતત અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
ADVERTISEMENT
11 વર્ષની કાનૂની લડાઈ બાદ જીત
ભુપેન્દ્ર ચાવડાએ 2015માં રેલવે સ્ટેશન માસ્ટરની પરીક્ષા પાસ કરી લીધી હતી. જોકે, પરીક્ષા પાસ કર્યા બાદ રેલવેના નીતિ-નિયમોમાં ફેરફાર થતાં તેમના ઓર્ડર પર રોક લાગી ગઈ હતી. પોતાના હક માટે તેમણે હિંમત હાર્યા વગર કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આખરે 11 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ, 2026માં રેલવે દ્વારા તેમને સ્ટેશન માસ્ટર તરીકેનો નિમણૂક ઓર્ડર સોંપવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો