ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આકરી ગરમી વચ્ચે પણ અમદાવાદનો જળવિસ્તાર વધ્યોઃ ૧૨ વર્ષના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
Last Updated: 12:41 PM, 26 October 2026
ADVERTISEMENT
આકરી ગરમી, વધતું તાપમાન અને ઝડપથી થઈ રહેલા શહેરીકરણના કારણે સામાન્ય રીતે તળાવો અને નદીના પટમાં પાણીનો વિસ્તાર ઘટવાની શક્યતા રહે છે. જોકે, અમદાવાદના જળવિસ્તાર અંગેના ૧૨ વર્ષના ઉપગ્રહ આધારિત અભ્યાસમાં કંઈક અલગ જ ચિત્ર સામે આવ્યું છે. અભ્યાસ મુજબ, અમદાવાદમાં સપાટી પરના જળવિસ્તારમાં વધારો થયો છે. આ વધારો પ્રમાણમાં મર્યાદિત હોવા છતાં આંકડાકીય રીતે નોંધપાત્ર છે.
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે ચોમાસાના પાણીનો સંગ્રહ વધારીને શહેરના ભૂગર્ભજળના સ્તરને મજબૂત બનાવવાની દિશામાં આ સ્થિતિનો ઉપયોગ થઈ શકે છે. જોકે, આ માટે જળાશયોનું યોગ્ય સંચાલન, વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીનાં કુદરતી વહેણના માર્ગોનું રક્ષણ જરૂરી છે.
ઉનાળામાં ઘટે છે જળવિસ્તાર, ચોમાસામાં ફરી ભરાય છે તળાવો
ADVERTISEMENT
૨૦૧૩થી ૨૦૨૪ દરમિયાન લેવાયેલી લેન્ડસેટ-૮ ઉપગ્રહની ૧૪૪ માસિક તસવીરોના સંયુક્ત વિશ્લેષણના આધારે અભ્યાસમાં ઋતુ પ્રમાણે જળવિસ્તારમાં થતા ફેરફારો નોંધવામાં આવ્યા છે.
ઉનાળો (માર્ચથી જૂન): આ સમયગાળામાં સરેરાશ તાપમાન ૩૧.૪ ડિગ્રી સેલ્સિયસ રહે છે. સરેરાશ માસિક વરસાદ ૧૨૩.૬ મિમી નોંધાયો છે. બાષ્પીભવન વધુ થવાને કારણે તળાવો અને નદીના પટમાં પાણીનો વિસ્તાર ઘટીને ૫૬૧થી ૬૬૮ હેક્ટર સુધી સીમિત રહે છે. વર્ષ દરમિયાન આ સૌથી ઓછો જળવિસ્તાર છે.
ADVERTISEMENT
ચોમાસું (જુલાઈથી ઓક્ટોબર): સરેરાશ તાપમાન ૨૬.૯ ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ માસિક વરસાદ ૧૧૧.૯ મિમી રહે છે. આ સમયગાળામાં ભારે વરસાદને કારણે સૂકાં તળાવો ફરી ભરાય છે અને સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધે છે. જળવિસ્તાર વધીને ૮૭૦થી ૧,૨૨૨ હેક્ટર સુધી પહોંચે છે.
શિયાળો (નવેમ્બરથી ફેબ્રુઆરી): સરેરાશ તાપમાન ૨૨.૭ ડિગ્રી સેલ્સિયસ રહેતાં બાષ્પીભવન ઘટે છે અને ચોમાસામાં સંગ્રહાયેલું પાણી લાંબા સમય સુધી જળાશયોમાં ટકી રહે છે. આ સમયગાળામાં જળવિસ્તાર ૮૧૯થી ૧,૪૭૧ હેક્ટર સુધી નોંધાયો છે, જે વર્ષનો સૌથી મોટો વિસ્તાર છે.
ADVERTISEMENT
૨૦૧૩થી ૨૦૨૩ દરમિયાન જળવિસ્તારમાં વધારો
અભ્યાસમાં નોંધાયેલા આંકડા મુજબ, અમદાવાદનો સપાટી પરનો જળવિસ્તાર ૨૦૧૩માં ૬૭૩થી ૮૨૮ હેક્ટર હતો, જે ૨૦૧૮માં ઘટીને ૬૪૧થી ૯૧૭ હેક્ટરની શ્રેણીમાં નોંધાયો હતો. ૨૦૧૮માં મધ્યમથી ગંભીર દુષ્કાળ અને સપાટી પર પાણીના સંગ્રહમાં કામચલાઉ ઘટાડાની અસર જોવા મળી હતી. ત્યાર બાદ ૨૦૨૩માં જળવિસ્તાર વધીને ૭૧૫થી ૧,૧૦૪ હેક્ટર થયો હતો. અભ્યાસમાં ૨૦૨૩ને છેલ્લા દાયકામાં જળવિસ્તારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ વર્ષ ગણાવાયું છે. સાબરમતી રિવરફ્રન્ટ અને તળાવોનાં પુનઃવિકાસ જેવા પ્રયાસોએ પણ આ વૃદ્ધિમાં ફાળો આપ્યો હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે.
ADVERTISEMENT
દક્ષિણ અને પશ્ચિમના વિસ્તારોમાં જળવિસ્તારમાં વધઘટ
ઉપગ્રહની તસવીરોના વિશ્લેષણમાં સાબરમતી નદી, વાસણા બેરેજ અને કાંકરિયા તળાવમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પાણીનો વિસ્તાર નોંધપાત્ર રીતે જળવાઈ રહ્યો હોવાનું જણાયું છે. ટૂંકા ગાળાના સૂકા સમયગાળાની અસર સામે આ જળાશયો પ્રમાણમાં સ્થિતિસ્થાપક રહ્યાં છે. બીજી તરફ, શહેરના દક્ષિણ અને પશ્ચિમના વિસ્તારોમાં આવેલાં નાનાં તળાવો અને જળસંગ્રહનાં સ્થળોમાં ચોમાસા દરમિયાન પાણીનો વિસ્તાર વધતો અને ઉનાળામાં ઘટતો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
વરસાદી પાણીનો સંગ્રહ વધારવો જરૂરી
અભ્યાસમાં જણાવાયું છે કે તાપમાન જળવિસ્તારમાં થતા ફેરફારોનું એક મહત્ત્વનું પરિબળ છે, પરંતુ વરસાદની અસર લાંબા ગાળાના જળવિસ્તારના ફેરફારો પર મર્યાદિત હોઈ શકે છે. અભ્યાસમાં મલ્ટિમોડલ સેટેલાઈટ વિશ્લેષણને સ્થાનિક આબોહવાના રેકોર્ડ સાથે જોડતાં પરંપરાગત માત્ર આબોહવા આધારિત મોડલની સરખામણીએ આગાહીની ભૂલમાં ૮૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
શહેરના જળસ્રોતોનું રક્ષણ કરવા માટે નાગરિક સત્તાવાળાઓએ હાલનાં તળાવોનું કાંપ દૂર કરીને ઊંડાણ વધારવું, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને આસપાસનાં તળાવો સાથે જોડવી, ઈમારતોમાં વરસાદી પાણીના ભૂગર્ભજળ પુનઃભરણની વ્યવસ્થા ફરજિયાત બનાવવી અને ઝડપથી વિકસતા વિસ્તારોમાં જળપ્લાવિત જમીન પર ગેરકાયદે માટીપૂરાણ અટકાવવું જોઈએ.
અહેવાલમાં કાંકરિયા અને વસ્ત્રાપુર તળાવની જાળવણી, સાબરમતી રિવરફ્રન્ટનો પુનઃવિકાસ તથા જલશક્તિ અભિયાન અને અમૃત જેવી યોજનાઓ હેઠળ વરસાદી પાણીના સંગ્રહના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ટૂંક સમયમાં સરકાર ત્રણ મુદ્દાઓ પર લઇ શકે સકારાત્મક નિર્ણય, ઉમિયાધામ સિદસર બન્યું મધ્યસ્થી
અભ્યાસ કોણે કર્યો?
‘અન્ડરસ્ટેન્ડિંગ સ્પેશિયોટેમ્પોરલ ડાયનેમિક્સ ઑફ અર્બન વૉટર બૉડીઝ વાયા મલ્ટિક્લાસિફાયર મશીન લર્નિંગ એપ્રોચિસ ઈન સેમી-એરિડ અમદાવાદ સિટી’ શીર્ષક ધરાવતો આ અભ્યાસ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગરના ગણિત વિભાગના શ્રીકાંત વર્શ્ને અને સિવિલ એન્જિનિયરિંગ વિભાગના અંકિત દેશમુખ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સંશોધન પેપર અર્થઆર્કાઈવ પર પ્રીપ્રિન્ટ તરીકે પ્રકાશિત થયું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો