ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'અમિત ચાવડા સાથે જાહેરમાં ડીબેટ કરવા તૈયાર', વોટ ચોરી મામલે નીતિન પટેલની કોંગ્રેસને ચેલેન્જ

મહેસાણા / VIDEO : 'અમિત ચાવડા સાથે જાહેરમાં ડીબેટ કરવા તૈયાર', વોટ ચોરી મામલે નીતિન પટેલની કોંગ્રેસને ચેલેન્જ

Published By: Hiralal Parmar
Reported By: Sudhir Parekh

Last Updated: 10:35 AM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને વોટ ચોરીના આક્ષેપો મામલે જાહેરમાં ઓપન ડિબેટ કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ADVERTISEMENT

હાલમાં ગુજરાત અને દેશ સ્તરે વોટ ચોરીના મામલો ગરમાયેલો છે. તાજેતરમાં મહેસાણામાં કોંગ્રેસના એક સાંસદે કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને કેટલાક આક્ષેપો કર્યા હતા હવે કોંગ્રેસ સાંસદના આક્ષેપનો નીતિન પટેલે જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે તેઓ "અમિત ચાવડા કે કોઈપણ નેતા સાથે જાહેરમાં ડીબેટ કરવા તૈયાર છે. ડીબેટ કરી સત્ય પ્રજા સમક્ષ મૂકીશ, કોંગ્રેસના નેતા ઈચ્છે તો જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છે. કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપ પોકારીને હવે હવાતિયા મારે છે.

કોંગ્રેસ પાસે જનતા સામે જવા માટે કોઈ મુદ્દા નથી

તેમણે વધુમાં પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હવે કોંગ્રેસ પાસે જનતા સમક્ષ જવા માટે કોઈ મુદ્દા બચ્યા નથી, તેથી તેમના ભાગે માત્ર ખોટા આક્ષેપો કરવાનું જ કામ બચ્યું છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ખોટી વાતો ફેલાવીને ગુજરાતની ભોળી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની સરકાર અને પક્ષનો બચાવ કરતા નીતિન પટેલે હુંકાર કર્યો હતો કે, "ખુલ્લા મંચ પર અમારા પક્ષ અને સરકાર વતી જે પણ સાચી હકીકતો છે, તે પ્રજા સમક્ષ મૂકવા માટે હું સંપૂર્ણપણે તૈયાર છું. સત્ય શું છે અને સત્ય કેવી રીતે અમારા પક્ષે છે, તે હું જનતાને સમજાવીશ.

વધુ વાંચો : સુરતમાં પત્ની તરીકે રહેતી મહિલાએ અસલી પતિ અને પુત્ર સાથે મળીને આધેડ પતિની હત્યા કરી

તુષાર ચૌધરીએ નીતિન પટેલની ચેલેન્જ સ્વીકારી

કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીએ નીતિન પટેલની આ ચેલેન્જને સ્વીકારી લીધી છે. તુષાર ચૌધરીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે, "અમે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા માટે બિલકુલ તૈયાર છીએ. ભાજપના નેતાઓ જે જગ્યાએ અને જે સમયે ચર્ચા કરવા માંગતા હોય, ત્યાં અમે આવીશું.

ચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nitin patel news nitin patel

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ