ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવાનો કોંગ્રેસના તુષાર ચૌધરીનો દાવો

મોરબી / જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવાનો કોંગ્રેસના તુષાર ચૌધરીનો દાવો

Published By: Vishal Khamar

Last Updated: 01:08 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીની આક્રોશ સભામાં ગુજરાતમાં વહેલી વિધાનસભા ચૂંટણી યોજાવાના દાવા સાથે નિવેદન આપતા કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરી.

ADVERTISEMENT

મોરબી: ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચૂંટણીને લઈને ચર્ચાઓ વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ મોરબીમાં યોજાયેલી આક્રોશ સભામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્ય સરકાર વહેલી ચૂંટણી યોજવાની તૈયારીઓ કરી રહી છે અને આગામી વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં ગુજરાતમાં ચૂંટણી યોજાઈ શકે છે.

ડૉ. તુષાર ચૌધરીએ સરકારની કામગીરી અને દાનત સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે સરકાર વહેલી ચૂંટણી યોજવાની દિશામાં આગળ વધી શકે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારની દાનત સારી નથી અને તે કોઈ મોટો રાજકીય દાવ રમવાની તૈયારીમાં છે.

‘સરકાર મોટો દાવ કરવા માગે છે, હું તમને ચેતવું છું’

મોરબીની આક્રોશ સભામાં સંબોધન કરતાં ડૉ. તુષાર ચૌધરીએ કાર્યકરો અને જનતાને સાવચેત રહેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઈ મોટો દાવ કરવા માગે છે, તેથી સૌએ સજાગ રહેવાની જરૂર છે. તેમના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં વહેલી ચૂંટણીની શક્યતાઓ અંગે ચર્ચા તેજ બની શકે છે.

ખેડૂતોના હિત માટે કોંગ્રેસે મૂકી માગણીઓ

આક્રોશ સભા દરમિયાન ડૉ. તુષાર ચૌધરીએ ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના હિત અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર સમક્ષ કેટલીક માગણીઓ રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બુટલેગરોથી ગેંગસ્ટર સુધી SMCની કાર્યવાહી, પોણા બે વર્ષમાં ચાર વખત ફાયરિંગ કરવાની નોબત આવી!

કોંગ્રેસે ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને સરકાર પાસે યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે. હવે સરકાર આ માગણીઓ અંગે કેવું વલણ અપનાવે છે અને વહેલી ચૂંટણી અંગેના દાવા પર રાજકીય સ્તરે શું પ્રતિક્રિયાઓ સામે આવે છે, તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly Election Dr. Tushar Chaudhary Early Gujarat Elections

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ