ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : ચમચી લકી સાબિત થઈ! ભારતીય ડિઝાઈનર રાહુલ અગ્રવાલે બનાવી ફોલ્ડેબલ ચમચી, અમેરિકામાં મળ્યાં 3.3 કરોડ

શોધ / VIDEO : ચમચી લકી સાબિત થઈ! ભારતીય ડિઝાઈનર રાહુલ અગ્રવાલે બનાવી ફોલ્ડેબલ ચમચી, અમેરિકામાં મળ્યાં 3.3 કરોડ

Published By: Hiralal Parmar

Last Updated: 07:52 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક નાની-અમથી ચીજ પણ ક્યારેક નસીબ બદલી નાખે છે અને આ કહેવત વધુ એક વાર સાબિત થઈ છે.

ADVERTISEMENT

ક્યારેક, રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી નાની-નાની વસ્તુ પણ મોટા બિઝનેસનો પાયો બની શકે છે. ભારતીય મૂળના ડિઝાઇનર રાહુલ અગ્રવાલે પણ એવું જ કર્યું છે. તેમણે રસોડાના વપરાતી ચમચીને નવા રુપ-રંગ એટલે કે વાળી શકાય તેવી અને રસોડામાં ગમે ત્યાં ફીટ થઈ જાય તેવી ચમચી બનાવી હતી જે તેમણે અમેરિકન બિઝનેસ રિયાલિટી શો "શાર્ક ટેન્ક યુએસએ" માં રજૂ કરી હતી જે જોઈને ઉદ્યોગપતિઓ ફિદા થઈ ગયા હતા. ફોલ્ડેબલ ચમચી રજૂ કર્યાં બાદ તેમના સ્ટાર્ટઅપ, પોલીગોન ડિઝાઇનને આશરે ₹33 મિલિયન (US$1.3 મિલિયન) નું રોકાણ મળ્યું છે.

ચમચીની શું ખાસિયત?

અલગ અલગ ચમચીને બદલે રાહુલે બે એવા ચમચી બનાવી જેને અલગ અલગ આકારમાં વાળીને વાપરી શકાય છે. આ રસોડામાં જગ્યા બચાવે છે અને બહુવિધ ચમચી સંગ્રહ કરવાની જરૂરિયાતને દૂર કરે છે. આ સેટમાં એક મોટી અને એક નાની ચમચીનો સમાવેશ થાય છે. મોટી ચમચી અડધી ચમચી, એક ચમચી અને બે ચમચી સુધી માપી શકાય છે. નાની ચમચી એક ચતુર્થાંશ ચમચી, અડધી ચમચી અને એક ચમચી સુધી માપી શકાય છે અને તે મેગ્નેટિક હોવાથી તે ફ્રિજ સાથે ચોંટી પણ જાય છે એટલે અલગથી જગ્યા રોકતી નથી. ચમચી પરના નિશાનો પર દબાણ લગાવવાથી તે ઇચ્છિત આકારમાં વળે છે.

કોણ છે રાહુલ અગ્રવાલ?

રાહુલ અગ્રવાલ ભારતીય મૂળના ઇનોવેટર અને પ્રોડક્ટ ડિઝાઇનર છે. તેમણે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાંથી ડિઝાઇનનો અભ્યાસ કર્યો છે. ઔદ્યોગિક ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન અને યૂઝર્સ અનુભવ જેવા ક્ષેત્રોમાં અનુભવ મેળવ્યા પછી, તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. રાહુલે ઓક્ટોબર 2016 માં પોલીગોન ડિઝાઇન્સની સ્થાપના કરી. તેમનો ઉદ્દેશ્ય રોજિંદા વસ્તુઓને વધુ ઉપયોગી અને અનુકૂળ બનાવવાનો છે.

કયા રોકાણકારોએ રસ દાખવ્યો?

રાહુલે શોની સીઝન 18 ના ચોથા એપિસોડમાં પોતાનો વ્યવસાય રજૂ કર્યો. આ દરમિયાન, અભિનેત્રી અને રોકાણકાર મિન્ડી કલિંગ અને રોકાણકાર લોરી ગ્રીનરે સંયુક્ત રીતે તેમને ૩૫૦,૦૦૦ ડોલર અથવા આશરે ૩.૩ કરોડ રૂપિયાના રોકાણની ઓફર કરી હતી. આ કરાર હેઠળ, રોકાણકારો કંપનીમાં 8 ટકા હિસ્સો અને વધારાનો 2 ટકા સલાહકાર હિસ્સો મેળવવા સંમત થયા. સોદા પછી કંપનીનું મૂલ્ય આશરે $3.5 મિલિયન આંકવામાં આવ્યું.

વધુ વાંચો : VIDEO : 'ગર્લફ્રેન્ડ રાખવામાં ખોટું નથી પરંતુ છોકરીને મા બનાવીને ફેંકી ના દો', રાજ્યપાલ આનંદીબેન પટેલ

કોલેજમાં ભણતા વિચાર આવ્યો

રાહુલ અગ્રવાલને આ ચમચીને ફરીથી ડિઝાઇન કરવાનો વિચાર 2014 માં આવ્યો. તે સમયે, તે અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) માં અભ્યાસ કરતા હતા. એક વરિષ્ઠ અધિકારીએ તેમને કહ્યું કે ચમચીની ડિઝાઇન પહેલાથી જ સંપૂર્ણ થઈ ગઈ છે અને તેમાં સુધારા માટે કોઈ અવકાશ નથી. રાહુલે આને એક પડકાર તરીકે લીધો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Agarwal spoon news Rahul Agarwal spoon Rahul Agarwal spoon invention

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ