ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પરિણીત પ્રેમિકાએ સંબંધની ના પાડી તો પ્રેમીએ ઝીંકી દીધી કુહાડી, આરોપી જેલના સળિયા પાછળ
Last Updated: 04:45 PM, 22 October 2026
ADVERTISEMENT
વલસાડના છરવાડા ગામમાં એક પરણીત પ્રેમી સાથે તેની પરણીત પ્રેમિકા એ સંબંધ રાખવા ની ના પાડતા ઉશ્કેરાઇ અને પ્રેમિકા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ અત્યારે પ્રેમિકા સારવાર માટે હોસ્પિટલમાં પથારી વશ છે..તો પ્રેમીકા પર પ્રેમિના જીવલેણ હુમલાના ગુનામાં પ્રેમીએ પોલીસ સ્ટેશનના પાંજરે પુરાવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
કુહાડી લઈને તૂટી પડ્યો
વલસાડ જિલ્લાની લોટસ હોસ્પિટલ ના બિછાને સારવાર લઇ રહેલા આ પરિણીત યુવતી નું પહેલા ઓળખ કરીએ.. આ પરિણીત મહિલાનું નામ સુનિતા વારલી છે અને તેનો આ હાલ કરનાર બીજો કોઈ નહિ પણ તેનો પ્રેમી હોવાનું બહાર આવ્યું છે ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડના છરવાડા ગામમાં એક પરણિત યુવકે પોતાની પરણીત પ્રેમિકા પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગામના દેસાઈ ફળિયામાં રહેતી સારજીબેન ઉર્ફે સુનિતા નામની એક પરિણીત મહિલા પર રાજેશ પટેલ નામના એક પરણીત યુવકે જીવલેણ હુમલો કર્યો હતો.. પીડીતા ઘરમાં એકલી હતી એ દરમિયાન આ યુવક કુહાડી લઈ પરણીતાના ઘરમાં ઘૂસ્યો હતો. અને ત્યારબાદ તેના પર કુહાડી વડે ઉપરા છાપરી ઘા કરી તેનું મોત નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો .આ જીવલણ હુમલામાં પ્રેમિકા સુનિતા ગંભીર રીતે થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
ડુંગરી પોલીસના હાથે આરોપી રાજેશ પટેલ ઝડપાયા બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી તેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો .જે મુજબ પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ પીડીતા મૂળ ધરમપુરની પરંતુ છરવાળા ગામમાં દર વર્ષે રોજીરોટી માટે આવતી હતી. આ દરમિયાન ગામના રાજેશ પટેલ સાથે તેને આંખો મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. જોકે એક વર્ષ અગાઉ બંને ના પરિવારજનોને તેની જાણ થઈ હતી આથી પરિવાર વચ્ચે ઉગ્ર બબાલ થતી હતી. ત્યાર બાદ બંને ના પ્રેમ સંબંધ અટકી ગયો હતો. જો કે આ વર્ષે પણ પીડીતા ફરી છરવાડા ગામમાં રોજીરોટી અર્થે જતા પરિવારમાં સર્જાતા વિખવાદને લઈ તેણે પ્રેમ સંબંધ રાખવાનો મનાઈ કરી દીધી હતી. આથી આવેશમાં આવેલા આરોપી રાજેશ પટેલે મારી નહીં તો કોઈની નહીં આવા ઉદ્દેશ સાથે પોતાની પ્રેમિકા પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો .આ સાથે જ પરણીત પ્રેમિકા ના પતિ પર પણ હુમલો કરી તેનું કાસળ કાઢવા પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અત્યારે આરોપી પોલીસ પાંજરે પુરાયો છે. ડુંગરી પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તો હુમલામાં જે કુહાડી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ ડુંગરી પોલીસે જપ્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.