ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ બેંકે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધાર્યો, 3 વખત ફ્રી બાદ દર હજાર પર ₹4 ચૂકવવા પડશે!

બિઝનેસ / આ બેંકે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધાર્યો, 3 વખત ફ્રી બાદ દર હજાર પર ₹4 ચૂકવવા પડશે!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:47 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICICI Bank: આઇસીઆઇસીઆઇ બેંકે 1 ડિસેમ્બર 2026 થી બચત ખાતાઓ માટે કેટલોક રોકડ વ્યવહાર ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. ચાલો ત્રણ ફ્રી ટ્રાજેક્શન, 1 લાખની લિમિટ અને નવા ચાર્જના નિયમો વિશે જાણીએ.

ADVERTISEMENT

જો તમારી પાસે આઇસીઆઇસીઆઇ બેંકમાં બચત ખાતું છે અને તમે વારંવાર રોકડ જમા કરાવો છો અથવા ઉપાડો છો, તો આ સમાચાર ઉપયોગી છે. બેંકે બચત ખાતાઓ સંબંધિત ચોક્કસ રોકડ વ્યવહારો માટેના શુલ્કમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો 1 ડિસેમ્બર 2026 થી અમલમાં આવશે.

ગ્રાહકોને હજુ પણ દર મહિને ત્રણ મફત રોકડ વ્યવહારો મળશે. જો કે જો તમે તય ફ્રી રોકડથી વધુ રકમની કેસની લેવળ દેવળ કરો છો તો તમને વધુ શુલ્ક લાગી શકે છે. રોકડ વ્યવહારો માટેનો શુલ્ક ₹3.50 પ્રતિ ₹1,000 થી વધારીને ₹4 કરવામાં આવ્યો છે. આ શુલ્ક માસિક મફત મર્યાદા ઓળંગાઈ ગયા પછી જ લાગુ થશે.

ICICI-Bank

1 ડિસેમ્બરથી શું બદલાશે?

આઇસીઆઇસીઆઇ બેંકે ગ્રાહકોને બચત ખાતાઓમાં ચોક્કસ રોકડ વ્યવહારો માટેના શુલ્કમાં ફેરફાર વિશે ઇમેઇલ દ્વારા જાણ કરી છે. નવા નિયમોમા ફ્રી ટ્રાજેક્શનની સંખ્યામાં ફેરફાર કરતા નથી, પરંતુ નિર્ધારિત રકમથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટેના ચાર્જ વધશે.

નવા રોકડ વ્યવહાર નિયમો

ફ્રી રોકડ ડિપોઝિટ: દર મહિને 3 વ્યવહારો

રોકડ ઉપાડ ફ્રી: દર મહિને 3 વ્યવહારો

રોકડ જમા કરવાની ફ્રી લિમિટ: દર મહિને 1 લાખ

રોકડ ઉપાડવાની ફ્રી લિમિટ: દર મહિને 1 લાખ

પહેલાનો ચાર્જ: પ્રતિ 1,000 પર ₹3.50

નવો ચાર્જ: પ્રતિ 1,000 પર ₹4 અથવા ₹150, જે પણ વધારે હોય

3 વ્યવહારો પછી ચાર્જ?

ધારો કે તમે દર મહિને રોકડ જમા કરાવવા બેંક જાઓ છો. જો તમે નિર્ધારિત ફ્રી લિમિટની અંદર રહો છો, તો આ વ્યવહારો પર તમને કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં. જો કે જો માસિક રોકડ થાપણ 1 લાખ રૂપિયાથી વધુ હોય તો બાકીની રકમના આધારે ચાર્જ વસૂલવામાં આવશે. નવા નિયમો હેઠળ બેંક 1 હજાર રૂપિયા પર ચાર રૂપિયા કે 50 રૂપિયા બંનેમાંથી જે રકમ વધુ હશે તેની વસુલાત કરશે.

ઉદાહરણ તરીકે, જો કુલ માસિક રોકડ ડિપોઝિટ ₹1.01 લાખ હોય તો ₹150 નો ચાર્જ વસૂલવામાં આવશે. જો કે જો રકમ ₹1.38 લાખ હોય તો પ્રતિ ₹1,000 ₹4 ના આધારે ₹152 નો ચાર્જ વસૂલવામાં આવશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / દિવાળી પહેલા ચાંદી ₹5,000 સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો!

ત્રણ વખતથી વધુ વખત રોકડ જમા કરો છો તો શું?

તમે મહિનામાં ત્રણ વખતથી વધુ વખત રોકડ જમા કરો છો અથવા ઉપાડો છો, તો પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹150 નો ચાર્જ લાગુ થઈ શકે છે. વધુમાં જો માસિક રોકડ ડિપોઝિટ ₹1 લાખથી વધુ હોય તો રકમના આધારે એક અલગ ચાર્જ લાગુ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cash Transaction Icici ICICI Bank

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ