ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / ટેક અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે જામનગર, મુકેશ અંબાણીએ અમેરિકી પ્રતિનિધિમંડળ સમક્ષ રજૂ કર્યું વિઝન
Last Updated: 11:19 PM, 21 October 2026
ADVERTISEMENT
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર ગુજરાતના જામનગર પહોંચ્યા, જ્યાં તેમણે જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીનો પ્રવાસ કર્યો. આ દરમિયાન મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ તેમનું સ્વાગત કર્યું અને તેમને સમગ્ર રિફાઇનરીનો પ્રવાસ કરાવ્યો. આ દરમિયાન મુખ્ય મુદ્દાઓ અને ઊર્જા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ.
ADVERTISEMENT
મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંતે માર્કો રુબિયો અને સર્જિયો ગોરને રિફાઇનરીની આધુનિક ટેકનોલોજી, મોટા પાયે કામગીરી અને સમગ્ર તેલ શુદ્ધિકરણ પ્રક્રિયા વિશે માહિતી આપી.
ઊર્જા અને રોકાણ પર થઇ ચર્ચા
ADVERTISEMENT
બેઠકમાં વૈશ્વિક ઊર્જા ક્ષેત્રની સ્થિતિ અને પરંપરાગત ઉર્જાની સાથે સાથે નવા ઊર્જા ક્ષેત્રોમાં વ્યવસાયિક ભાગીદારીની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી. આ સિવાય લોકો અને ઉદ્યોગોને વિશ્વસનીય અને સસ્તી ઊર્જા પૂરી પાડવા, ઊર્જા ક્ષેત્રમાં નવી તકનીકોનો ઉપયોગ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા પર વાતચિત થઇ હતી.
વધુમાં વધતી જતી ઊર્જા માંગને પહોંચી વળવા માટે રોકાણો પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી. એટલું જ નહીં, પરંતુ ઊર્જા અને ડિજિટલ માળખાગત સુવિધાઓ વચ્ચે વધતા સંબંધોને મજબૂત બનાવવા પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
અંબાણી પરિવારે પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી
મુલાકાત દરમિયાન મુકેશ અંબાણીએ માર્કો રુબિયો અને સર્જિયો ગોરને રિલાયન્સના નવા ઉર્જા પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી. આમાં નવી ઉર્જા સંબંધિત ગીગાફેક્ટરીઓનો સમાવેશ થાય છે, જે તબક્કાવાર શરૂ થઈ રહી છે. આ ઉપરાંત, નિર્માણાધીન ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપવામાં આવી હતી. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ ભવિષ્યમાં જામનગર કેમ્પસને નવી ટેકનોલોજી, ઇનોવેશન અને આધુનિક મેન્યુફેક્ચરિંગ માટે એક મોટા કેન્દ્રના રૂપમાં વિકસાવવાની તેમની યોજનાઓ અંગે પણ જણાવ્યુ હતું.
ADVERTISEMENT
અમેરિકન કંપનીઓ સાથે ભાગીદારીની સંભાવના
ચર્ચામાં ડેટા સેન્ટર્સના વિસ્તરણ અને ડિજિટલ અર્થતંત્ર માટે વિશ્વસનીય વીજળીની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી. વધુમાં ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને આધુનીક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં અમેરિકન કંપનીઓ સાથે મળીને કામ કરવાની શક્યતાઓ શોધવા પર વિચાર કરવામાં આવ્યો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગાંધીનગર / સ્કૂલમાં આચાર્યની મંજૂરી વગર બહારના લોકોની 'નો એન્ટ્રી', જાણો બીજા શું નિયમો, સરકારનો પરિપત્ર
ADVERTISEMENT
રિલાયન્સ અનુસાર આ મુલાકાતમાં ઉદ્યોગ-સંબંધિત વિવિધ પર ચર્ચા થઇ અને બંને પક્ષો માટે વ્યવસાયિક સહયોગના સંભવિત ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનો તેમની મુલાકાત બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો