ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / સુસાઈડ નોટ લખી ભાવનગર ACB કોન્સ્ટેબલ ગુમ, મોબાઈલ-ચાવી મળ્યા, DYSP-PI પર ઊઘરાણીનો આક્ષેપ
Last Updated: 08:12 PM, 21 October 2026
ADVERTISEMENT
ભાવનગર ACBની કચેરીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ગોહિલ એક નોટ લખીને અચાનક ગુમ થઈ ગયા છે. 20 ઓક્ટોબરના રોજ બપોરે ઘરે જમવા જવાનું કહીને ગુમ થયા હતા. તપાસ કરતાં ઓફિસના ટેબલ પરથી તેમનો મોબાઈલ ફોન અને ડ્રોઅરમાંથી કારની ચાવી મળી હતી. ઘરે પર્સમાંથી એક સુસાઈડ નોટ મળી આવતાં પરિવારમાં ચિંતા ફેલાઈ હતી.
ADVERTISEMENT
પત્ની પૂર્ણાબાએ ફરીયાદમાં શું કહ્યું?
જયેન્દ્રસિંહ ગોહિલના પત્ની પૂર્ણાબાએ પોલીસમાં લખાવેલી ફરીયાદમાં એવું કહ્યું કે તેમના પતિ સવારે ડ્યુટી પર ગયા હતા પરંતુ બપોરે જમવાના સમયે ફોન પર સંપર્ક ન થતાં સાથી કર્મચારીને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના જેઠ વિરમદેવસિંહ કચેરીએ પહોંચી તપાસ કરતાં જયેન્દ્રસિંહ પોતાનો ફોન અને વાહનની ચાવી ટેબલ પર જ મૂકીને નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
પઠાણી ઉઘરાણીથી કંટાળી પગલું ભર્યું
ADVERTISEMENT
કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહે લખેલી કથિત સ્યુસાઈડ નોટમાં પઠાણી ઉઘરાણીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. ચોંકાવનારી વાત એ છે કે જયેન્દ્રસિંહ ગોહિલ નોટમાં DySP, PI અને તેમના સગા-સંબંધીઓ સહિતના લોકો પર પઠાણી ઉઘરાણીનો આરોપ કર્યો છે. નોકરીની સાથોસાથ શેરબજારમાં રોકાણ કરાવવાનું કામ કરતા હોવાનું અને રોકાણકારોને પૈસા પરત ન ચૂકવી શકતાં વિવાદ વકર્યો હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.