ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / સંજુ સેમસનની જબરદસ્ત ફેનગિરી! રજનીકાંતની ‘જેલર 2’ જોવા માટે આખું સિનેમા હોલ કર્યું બુક
Last Updated: 08:42 PM, 20 October 2026
ADVERTISEMENT
ક્રિકેટના મેદાન પર પોતાના શાનદાર શોટ્સથી ફેંસના દિલ જીતનાર સંજુ સેમસનનો એક અલગ જ અંદાજ સામે આવ્યો છે. આ વખતે વાત ક્રિકેટની નહીં પરંતુ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત માટેના તેના જબરદસ્ત ક્રેઝની છે. સંજુ રજનીકાંતનો એટલો મોટો ફેન છે કે તેમની નવી ફિલ્મ ‘જેલર 2’ જોવા માટે તેને આખું સિનેમા થિયેટર જ બુક કરાવી દીધું.
ADVERTISEMENT
ADVERTISEMENT
રજનીકાંતની ફિલ્મોનો જાદુ માત્ર સામાન્ય દર્શકો પૂરતો સીમિત નથી. ક્રિકેટ જગતના સ્ટાર્સ પણ તેમની એક્ટિંગ અને સ્ટાઇલના દીવાના છે. સંજુ સેમસને આ વાત ફરી એકવાર સાબિત કરી દીધી છે. પોતાની પસંદગીના સુપરસ્ટારની ફિલ્મ મોટી સ્ક્રીન પર જોવાની મજા જ કંઈક અલગ હોય છે અને સંજુએ આ અનુભવને ખાસ બનાવવા માટે આખા થિયેટરની વ્યવસ્થા કરી.
સંજુએ જણાવ્યું કે તેને રજનીકાંતની ફિલ્મો જોવી ખૂબ ગમે છે અને તેમની આગામી ફિલ્મની તે હંમેશાં આતુરતાથી રાહ જોતો હોય છે. જોકે આ વખતે ફિલ્મના રિલીઝના દિવસે તે ‘જેલર 2’ જોઈ શક્યો નહોતો. દિલ્હીમાં એક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે તેનો ફિલ્મ જોવાનો પ્લાન રહી ગયો હતો. પરંતુ સંજુએ ફિલ્મ જોવાની પોતાની ઇચ્છાને અધૂરી રહેવા દીધી નહીં. બીજા જ દિવસે આખું થિયેટર બુક કરીને તેને મિત્રો અને પત્ની સાથે ફિલ્મ જોવાનો પ્લાન બનાવ્યો. એટલું જ નહીં ભારતીય ટીમના જે પ્લેયરો અને સપોર્ટ સ્ટાફના સભ્યોને તમિલ ભાષા સમજાય છે તેઓ પણ આ ખાસ સ્ક્રીનિંગમાં જોડાવાના હતા.
ADVERTISEMENT
જેમાં સંજુએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, રજનીકાંતને મોટા પડદા પર જોવા માટે તે ખૂબ ઉત્સાહિત છે. તેની વાત પરથી સ્પષ્ટ થાય છે કે ‘થલાઈવા’ પ્રત્યેનો તેનો પ્રેમ માત્ર દેખાડો નથી પરંતુ વર્ષોથી જળવાયેલો સાચો લગાવ છે.
ADVERTISEMENT
ફિલ્મી મોજમસ્તી બાદ સંજુ સેમસનની નજર હવે ક્રિકેટ પર છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝ માટે તૈયાર થઈ રહી છે જેની શરૂઆત 22 ઑક્ટોબરથી થવાની છે. સંજુના મતે, આજકાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું વ્યસ્ત શેડ્યૂલ પ્લેયર્સ તૈયારી માટે બહુ ઓછો સમય આપે છે. આવી સ્થિતિમાં અનુભવ માનસિક મજબૂતી અને મળેલા સમયનો યોગ્ય ઉપયોગ ખૂબ મહત્ત્વનો બની જાય છે. સંજુએ જણાવ્યું કે ટીમને બેટિંગની પ્રેક્ટિસ માટે મર્યાદિત સમય મળશે. આથી મેદાન પરની પરિસ્થિતિને ઝડપથી સમજવી, શરૂઆતના બોલ પરથી અંદાજ મેળવવો અને પોતાના અનુભવના આધારે રમત રમવી જરૂરી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT