ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Navratri / Navratri Style Diary / ગરબા રમતી વખતે વાળ બગડવાની ચિંતા છોડો! નવરાત્રીમાં અજમાવો આ 5 સ્ટાઇલિશ હેરસ્ટાઇલ

Navratri Special / ગરબા રમતી વખતે વાળ બગડવાની ચિંતા છોડો! નવરાત્રીમાં અજમાવો આ 5 સ્ટાઇલિશ હેરસ્ટાઇલ

Published By: Kalpesh Kandoria

Last Updated: 11:32 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં ગરબા રમતી વખતે પરસેવો અને સતત હલનચલનથી વાળ બગડવાની ચિંતા રહે છે? તો ગૂંથેલી ચોટલીથી અંબોડા સુધીની આ પાંચ હેરસ્ટાઇલ અજમાવો અને મેળવો સુંદર, વ્યવસ્થિત લુક.

ADVERTISEMENT

નવરાત્રી માં તૈયાર થતી વખતે કપડાં અને મેકઅપ સાથે હેરસ્ટાઇલ પણ ખૂબ મહત્વની હોય છે. પરંતુ ગરબા રમતા સમયે સતત હલનચલન અને પરસેવાના કારણે વાડની હેરસ્ટાઇલ થોડા સમયમાં જ બગડી જાય છે. જો તમે પણ ગરબા રમતી વખતે લાંબા સમય સુધી હેરસ્ટાઇલ ને સરસ રાખવા માંગતા હો, તો આ પાંચ સ્ટાઇલ તમારા માટે ઉપયોગી બની શકે છે.

ગૂંથેલી ચોટલી

ગરબા માટે ચોટલી એક સરડ અને પરંપરાગત વિકલ્પ છે. વાડને સારી રીતે ગૂંથીને ચોટલી બનાવવાથી વાડ ચહેરા પર અવવવાની શક્યતા ઓછી રહે છે. ચોટલીમાં ફૂલો, પરાંદા અથવા પરંપરાગત વાદન આભૂષણ ઉમેરીને તેને વધુ સુંદર બનાવી શકાય છે.

નીચો અંબોડો

જો તમને પરંપરાગત દેખાવ ગામએ છે તો નીચો અંબોડો ટ્રાય કરી શકો છો. વાડને સારી રીતે બાંધીને અંબોડો બનાવવાથી ગરબા રમતી વખતે વાડ ઓછા વિખરાય છે. તેમાં ગજરો અથવા ફૂલો લગાવવાથી ચણિયાચોલી સાથે સુંદર દેખાવ મેડવી શકાય છે.

અડધા બાંધેલા વાળ

વાળ સંપૂર્ણ રીતે બાંધવા ન હોય તો અડધા બાંધેલી હેરસ્ટાઇલ પસંદ કરી શકાય છે. આગળના વાળને પાછળ લઈ જઈને સારી રીતે પિન કરી દો અને બાકીના વાળ ખુલ્લા રાખો. આ હેરસ્ટાઇલ સરળ હોવાની સાથે પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના દેખાવ સાથે સારી લાગી શકે છે.

બાજુની ચોટલી

બાજુની ચોટલી પણ ગરબા માટે એક સુંદર વિકલ્પ છે. વાળને એક બાજુ લઈ જઈને ચોટલી બનાવવાથી ચહેરો વધુ ખુલ્લો દેખાય છે અને વાળ વારંવાર ચહેરા પર આવતા અટકે છે. ચોટલીમાં નાની ફૂલોની સજાવટ અથવા વાળના આભૂષણ ઉમેરીને દેખાવને વધુ આકર્ષક બનાવી શકાય છે.

અંબોડા સાથે આગળની નાની ચોટલી

પરંપરાગત દેખાવને થોડો અલગ અંદાજ આપવો હોય તો આગળના ભાગમાં નાની ચોટલી બનાવીને પાછળ અંબોડો કરી શકાય છે. આ હેરસ્ટાઇલ ચણિયાચોળી સાથે ખાસ કરીને સારી લાગે છે અને ગરબા દરમિયાન વાળને વ્યવસ્થિત રાખવામાં પણ મદદ કરી શકે છે.

વાળને સ્થિર રાખવા માટે યોગ્ય હેર સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ પિન અને રબર સારી રીતે લગાવેલા છે કે નહીં તે પણ તપાસી લો. આ નવરાત્રીમાં ચણિયાચોળી સાથે તમારી પસંદગીની હેરસ્ટાઇલ અજમાવો અને ગરબાની મજા માણતી વખતે પણ તમારા વાળને સુંદર અને વ્યવસ્થિત રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chaniya Choli Look Garba Hairstyles Navratri Hairstyles

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ