ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Navratri / Navratri Style Diary / નવરાત્રીમાં કલાકો સુધી ગરબા રમો, છતાં નહીં બગડે મેકઅપ, અજમાવો આ 5 સ્માર્ટ ટિપ્સ

Navratri Special / નવરાત્રીમાં કલાકો સુધી ગરબા રમો, છતાં નહીં બગડે મેકઅપ, અજમાવો આ 5 સ્માર્ટ ટિપ્સ

Published By: Kalpesh Kandoria

Last Updated: 11:41 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં કલાકો સુધી ગરબા રમતાં પરસેવાથી મેકઅપ બગડી જાય છે? તો આ પાંચ ટિપ્સ અપનાવો અને તમારો ફેસ્ટિવ લુક લાંબો સમય જાળવો.

ADVERTISEMENT

નવરાત્રી એટલે ગરબા, મસ્તી અને સ્ટાઇલિશ લુક. ખાસ કરીને ગરબા રમવા જતી વખતે દરેક છોકરી ઈચ્છે છે કે તેનો મેકઅપ લાંબા સુધી ફ્રેશ અને પર્ફેક્ટ દેખાય. પરંતુ કલાકો સુધી ગરબા રમવાથી પરસેવો, ગરમી, અને સતત મૂવમેન્ટના કારણે મેકઅપ ખરાબ અથવા પેચી થઈ શકે છે. જો તમે પણ આનાથી હેરાન છો, તો મેકઅપ કરતી વખતે આ 5 ટિપ્સ ધ્યાનમાં રાખો.

મેકઅપ પહેલા સ્કીનને કરો તૈયાર

મેકઅપ લાંબો સમય ટકાવવા માટે સૌથી પહેલા સ્કીન પ્રેપરેશન જરૂરી છે. ચહેરો ક્લીન કર્યા બાદ તમારી સ્કીન ટાઇપ પ્રમાણે લઈટવેઈટ મોઈશ્ચરાઇઝર લગાવો અને થોડા સમય પછી પ્રાઇમરનો ઉપયોગ કરો. ખાસ કરીને ગરબા રમતી વખતે વધારે પસીનો થતો હોવાથી હેવિ અને ઓઈલી પ્રોડક્ટસ નો ઉપયોગ ટાડવો.

લાઇટવેઇટ અને લોંગ લાસ્ટિંગ બેસ પસંદ કરો

નવરાત્રી માટે બહુ હેવિ ફાઉંડેશન લગાવવાને બદલે લાઇટવેઇટ અને લોંગ લાસ્ટિંગ ફાઉંડેશન અથવા બેસ પસંદ કરો. તેને ફેસ એક જાડું લેયર બનાવવા ને બદલે થિન લયર્સ માં એપ્લાઈ કરો. જરૂર હોય ત્યાં જ કોન્સીલરનો ઉપયોગ કરો. જેથી મેકઅપ નેચરલ પણ લાગે અને લાંબો સમય ટકી શકે.

સેટ્ટિંગ પાઉડર ને ભુલશો નહીં

ફાઉંડેશન અને કોન્સીલર કર્યા બાદ ખાસ કરીને ટી-ઝોન એટલે કે ફોરહેડ, નોઝ અને ચીન પર થોડું સેટ્ટિંગ પાઉડર વધારે પ્રમાણે લગાવવાથી મેકઅપ કેકી દેખાઈ શકે છે, તેથી ઓછા પ્રમાણમાં તેનો ઉપયોગ કરો.

આઈમેકઅપ ને સ્મજ પ્રૂફ રાખો

ગરબા રમતી વખતે આખોની આસપાસ પસીનો આવવાથી કાજલ અને આઈલાઈનર ફેલાઈ શકે છે. તેથી વોટરપ્રૂફ અથવા લોંગ લાસ્ટિંગ આઈમેકઅપ પ્રોડક્ટસ પસંદ કરો. કાજલ લગાવ્યા બાદ તેની ઉપર થોડો Eyeshadow અથવા સેટ્ટિંગ પાઉડર લગાવવાથી પણ Smudging ઘટાડવામાં મદદ મડી શકે છે.

છેલ્લે સેટ્ટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો

તમારો મેકઅપ કંપ્લીટ થાય પછી યોગ્ય સેટ્ટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો. તેને ફેસથી થોડા અંતરે રાખીને સ્પ્રે કરો અને પછી મેકઅપ ને થોડી વાર સેટ થવા દો. આ તમારા મેકઅપને વધુ સમય સુધી ટકાવવામાં મદદ કરશે.

તો આ નવરાત્રી માં કલાકો સુધી ગરબા રમો. મસ્તી કરો અને સાથે તમારો મેકઅપ પણ ફ્રેશ રાખો. થોડું સ્કીન પ્રેપ, યોગ્ય પ્રોડક્ટસ અને આ પાંચ ટિપ્સ તમારા ગરબા લુકને લાંબો સમય સુધી મેન્ટેન કરવામાં મદદ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Garba Makeup Waterproof Makeup Navratri Makeup Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ