ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / વિશ્વ / અમેરિકામાં ભારતીય નાગરિકને 235 મહિનાની સજા, પન્નુ કેસમાં નિખિલ ગુપ્તાએ કોર્ટમાં માફી માગી
Last Updated: 12:11 AM, 21 November 2026
ADVERTISEMENT
અમેરિકાની એક અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિનાની જેલની સજા સંભળાવી છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડ્યંત્રમાં ભાગ લેવા બદલ તેને આ સજા મળી છે.
ADVERTISEMENT
ન્યૂયોર્કની ફેડરલ અદાલતમાં શુક્રવારે આશરે 80 મિનિટ સુધી સુનવણી થઈ હતી. ત્યાર બાદ જજ વિક્ટર મારેરોએ આ નિર્ણય આપ્યો. 55 વર્ષીય નિખિલ ગુપ્તાએ આ વર્ષે પોતાના પર લાગેલા ત્રણ આરોપો સ્વીકાર્યા હતા. જે માં હત્યાની સુપારી આપવી, હત્યા ષડ્યંત્ર રચવી અને મની લોન્ડ્રિંગની સાજિશના આરોપો સામેલ હતા. આ બધા આરોપો 2023માં ન્યૂયોર્કમાં પન્નુની હત્યાની યોજના સાથે જોડાયેલા હતા.
અમેરિકન તપાસ મુજબ 2023માં નિખિલ ગુપ્તાએ કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો, જેઓ પન્નુની હત્યાની યોજનામાં સામેલ હોવાનું કહેવાય છે. આ કેસમાં વિકાસ યાદવ પણ સહ-આરોપી છે. અમેરિકી પ્રોસિક્યુટરોના આરોપ મુજબ વિકાસ યાદવે ગુપ્તાને એવા વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું હતું જે હત્યા માટે શૂટરની વ્યવસ્થા કરી શકે.
ADVERTISEMENT
ગુપ્તાએ જે વ્યક્તિનો સંપર્ક કર્યો તે અપરાધી નહોતો પણ અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનનો ગુપ્ત સૂત્ર હતો. તપાસમાં હત્યા માટે એક લાખ ડોલર આપવાની વાત સામે આવી. 9 જૂન 2023ની આસપાસ એક સહયોગીએ અંડરકવર અધિકારીને 15 હજાર ડોલર રોકડા આપ્યા હતા, જે એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા. કેમ કે ગુપ્તા જેને શૂટર માની રહ્યો હતો તે તપાસ એજન્સીઓ સાથે કામ કરતો હતો આથી આખી વાતચીત અને લેવડ દેવડ પર નજર રાખવામાં આવી અને પછી ગુપ્તાને ધરપકડ કરવામાં આવી.
સજા સંભળાવતા પહેલાં ગુપ્તાએ અદાલતને એક અંગત પત્ર આપ્યો હતો. તેમાં તેને પોતાના કૃત્ય પર પસ્તાવો વ્યક્ત કર્યો અને લખ્યું કે કાશ હું સમયમાં પાછા જઈને 2023ની ભૂલો સુધારી શકત. તેને કહ્યું કે તે પોતાને તે વ્યક્તિ તરીકે ઓળખી પણ શકતો નથી જે બની ગયો હતો. 2023ની શરૂઆતમાં તે પરિવારથી દૂર થતો જતો હતો અને દર રાતે વધુ દારૂ પીવા લાગ્યો હતો. તેણે પરિવાર અને આસપાસના લોકોને થયેલી તકલીફ માટે પણ અફસોસ વ્યક્ત કર્યો. તેણે ઉમેર્યું કે તેના કારણે કોઈના જીવ નથી ગયા અને કોઈ ઘાયલ પણ નથી થયું જેની તેને ખૂબ આભારી છે.
ADVERTISEMENT
સુનાવણી દરમિયાન ગુરપતવંત સિંહ પન્નુએ પણ અદાલતમાં પોતાની વાત મૂકી. તેને કહ્યું કે જીવના ખતરાનું ષડ્યંત્ર સામે આવ્યા પછી તે 1200 દિવસથી વધુ સમય સુધી પોતાની નિયમિત કાનૂની પ્રેક્ટિસ કરી શક્યો નથી. પન્નુ અમેરિ અને કેનેડિયન નાગરિક છે અને ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલો છે. ભારતમાં તેને આતંકી જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અમેરિકી પ્રોસિક્યુટરોએ આ સાજિશમાં ભારત સરકાર સાથે જોડાયેલા લોકો પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, જે ભારત-અમેરિકા સંબંધો અંગે ઇન્ટરનેશનલ ચર્ચા પણ ઊભી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો