ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિલજીતની એક ઝલક માટે ચાહકો આતુર, કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય કોન્સર્ટ, અડધી રાત સુધી ચાલુ રહેશે મેટ્રો
Last Updated: 06:09 PM, 20 November 2026
ADVERTISEMENT
અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિંગર દિલજીત દોસાંઝ નો લાઇવ ઇન કોન્સર્ટ કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યું છે, ઓલ્મોસ્ટ ટિકિટ નું વેચાણ થઈ ગયું છે ત્યારે હજુ પણ અમદાવાદ થી અનેક લોકો સ્ટેડિયમ ની બહાર ટિકિટ મળી જશે એવી આશાએ લોકોએ સ્ટેડિયમ ની બહાર ભેગા થયા હતા જ્યારે બ્લેક ટિકિટ નો કારોબાર મોબાઈલ માધ્યમ થી થતો હોવાથી ટિકિટ લે વેચ માટે પણ સ્ટેડિયમ ની બહાર સેટિંગ થતું હોય છે ત્યારે ટિકિટ મેળવવા માટે લોકો વહેલી સવારથી સ્ટેડિયમ ની બહાર આંટાફેરા લગાવવાની શરૂઆત કરી દીધી હતી જેમાં vtv એ સ્ટેડિયમ ની બહાર ભેગા થયેલા લોકોને ટિકિટ માટેનું પૂછતા લોકો કેમેરાથી મો છુપાવવાના પ્રયત્નો કર્યા હતા.
ADVERTISEMENT
પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝના AURA ઈન્ડિયા ટૂર અંતર્ગત 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. કોન્સર્ટ પહેલાં જ અમદાવાદમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલજીતે 20 નવેમ્બરે ગુજરાતી વાનગીઓના નાસ્તાની મજા માણતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેમણે ફાફડા-જલેબી સહિતની ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને અમદાવાદના ચાહકોને ખાસ અંદાજમાં સંબોધ્યા હતા.
ADVERTISEMENT
'અમદાવાદ, કેમ છો, ફુલ મજામાં': દિલજીતે ગુજરાતી નાસ્તાનો માણ્યો સ્વાદ
દિલજીત દોસાંજ 19 નવેમ્બરની રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં ITC નર્મદા હોટેલમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 20 નવેમ્બરે તેમણે હોટેલમાં ગુજરાતી વાનગીઓથી ભરપૂર નાસ્તાની થાળી માણી હતી.
ADVERTISEMENT
દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતાં કહ્યું હતું, 'અરે એ દેખો, યે દેખો હમારા બ્રેક ફાસ્ટ તો દેખો, ક્યા કેહ રહે હો યાર.. અમદાવાદ, કેમ છો, ફુલ મજામાં... કાલે મળીએ છીએ..'
તેમની નાસ્તાની થાળીમાં ફાફડા-જલેબી, સેવ ખમણી, ખમણ, ઢોકળા, હાંડવો અને પાત્રાનો સમાવેશ થતો હતો. સાથે કઢી, ગાજરનું કચુંબર, તળેલાં મરચાં અને લીલા જ્યુસનો પણ સ્વાદ માણ્યો હતો. દિલજીતની આ પોસ્ટ બાદ તેમના ગુજરાતી ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કોન્સર્ટમાં દર્શકોને મળશે મફતમાં સફેદ પાઘડી
દિલજીતના કોન્સર્ટનું એક ખાસ આકર્ષણ ફ્રી ટર્બન કેમ્પ રહેશે. આ કેમ્પમાં કોન્સર્ટમાં આવનારા દર્શકોને મફતમાં પાઘડી બાંધી આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ પાઘડી દિલજીત દોસાંજ પહેરે છે તેવી જ સફેદ રંગની હશે. આ પહેલથી કોન્સર્ટમાં પંજાબી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે.
ADVERTISEMENT
મેટ્રો સેવા રાત્રે 11:30 વાગ્યા સુધી, છેલ્લી ટ્રેન મોટેરાથી ઉપડશે
કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો પહોંચવાના હોવાથી અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં 21 નવેમ્બરે મેટ્રો સેવા રાત્રે 11:30 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.
ADVERTISEMENT
અમદાવાદ કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમથી APMC અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે.
રાત્રે 11 વાગ્યા પછી પ્રવેશ માટે ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ ફરજિયાત
GMRC દ્વારા કોન્સર્ટના દર્શકોની સુવિધા માટે ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ જાહેર કરવામાં આવી છે. રાત્રે 11 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી પ્રવેશ મેળવવા માટે આ ટિકિટ જ માન્ય રહેશે.
GMRCના જણાવ્યા અનુસાર, સ્માર્ટ ટોકન, સ્માર્ટ કાર્ડ, NCMC કાર્ડ, QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ દ્વારા નિયમિત ભાડા મુજબ રાત્રે 11 વાગ્યા સુધી જ પ્રવેશ મળશે. અગાઉથી ખરીદેલી રિટર્ન QR અથવા ટોકન ટિકિટ રાત્રે 11 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
બોમ્બની ધમકીઓને પગલે 1300થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત
કોન્સર્ટને લઈને અગાઉ મળેલી બોમ્બની ધમકીઓને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સ્ટેડિયમમાં 1300થી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે.
આ ઉપરાંત સ્ટેડિયમ, પાર્કિંગ વિસ્તાર અને પ્રવેશદ્વારો પર બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા સતત તપાસ કરવામાં આવશે. સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધમકીભર્યા ઈમેલ અને સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવામાં આવશે.
દિલજીતની એક ઝલક મેળવવા ચાહકો આતુર
દિલજીત દોસાંજના અમદાવાદ આગમન બાદ શહેરમાં કોન્સર્ટનો માહોલ વધુ રંગીન બન્યો છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ તેમના લાઈવ પરફોર્મન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ITC નર્મદા હોટેલની બહાર પણ ચાહકો તેમના મનપસંદ કલાકારની એક ઝલક મેળવવા ઉત્સુક છે.
આ પણ વાંચોઃ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે રાજકોટ મનપામાં જોવા મળ્યું પતિરાજ!
હવે 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ ભવ્ય કોન્સર્ટમાં દિલજીત પોતાના ગીતો અને ખાસ અંદાજથી અમદાવાદના ચાહકોને કેટલા ઝૂમવા મજબૂર કરે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.