ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 39 વર્ષની ઉંમરમાં માતા બની એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ, પુત્રને આપ્યો જન્મ

Good News / 39 વર્ષની ઉંમરમાં માતા બની એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ, પુત્રને આપ્યો જન્મ

Published By: Bijal Vyas

Last Updated: 03:10 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામંથા રૂથ પ્રભુએ 39 વર્ષની વયે બાળકને જન્મ આપ્યો છે. 19 નવેમ્બરે તેમણે પુત્રને આવકાર્યો અને તેની પહેલી ઝલક શેર કરી. સામંથા અને તેમના પતિ, રાજ નિદિમોરુએ તેમના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.

ADVERTISEMENT

દક્ષિણ ભારતીય સિનેમા અને 'ધ ફેમિલી મેન'ની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ માતા બની છે. તેણે 39 વર્ષની વયે બાળકને જન્મ આપ્યો છે. 19 નવેમ્બરે સામંથા અને રાજ નિદિમોરુના ઘરે પુત્રનો જન્મ થયો છે. અભિનેત્રી અને તેના પતિએ તેમના બાળકની પ્રથમ ઝલક બતાવવાની સાથે તેનું નામ પણ જાહેર કર્યું છે.

શું રાખ્યુ સામંથાએ દીકરાનું નામ?

સામંથા રૂથ પ્રભુએ સોશિયલ મીડિયા પર એક અત્યંત સુંદર તસવીર શેર કરી છે, જેમાં તેમનો અને રાજ નિદિમોરુનો બાળક તેમની આંગળીઓ પકડેલો જોવા મળે છે. તેમણે પોતાના પુત્રનું નામ 'દેવ નિદિમોરુ' હોવાનું જાહેર કર્યું છે. આ તસવીર શેર કરતી વખતે સામંથા અને રાજે લખ્યું, "અમારો વહાલો દીકરો, દેવ નિદિમોરુ. 19.11.2026. આજે અમારું હૃદય પહેલાં ક્યારેય નહોતું એટલું આનંદથી ભરાઈ ગયું છે."

પ્રેગ્નેસીને ક્યારે જાહેર કરી?

સામન્થાએ 24 જૂનના રોજ પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. તેણે પોતાની તેલુગુ ફિલ્મ 'મા ઇન્તિ બંગારમ' ના સફળતા સમારોહમાં આ ખુશખબર શેર કરી. અભિનેત્રીએ જણાવ્યું કે, પોતાની એક એક્શન ફિલ્મ માટે ગીતનું શૂટિંગ કરતી વખતે તેને ખબર પડી કે તે પ્રેગ્નેટ છે.

આ પણ વાંચોઃ બોલિવૂડના 11 સેલેબ્સ પર જોખમના વાદળો, અનેકને મળી ચૂકી છે ધમકી તો 4 સ્ટાર્સ પર થઈ ચૂક્યા છે હુમલા!

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં, સામંથાએ સોશિયલ મીડિયા પર તેના 'બેબી શાવર' સમારોહની તસવીરો શેર કરી હતી. આ દરમિયાન, તેણે ભારતીય પરંપરાઓ સાથેના તેના ઊંડા જોડાણ વિશે પણ વાત કરી હતી. આ પ્રસંગના ભાગરૂપે, સામંથા અને રાજ તેમના પરિવાર સાથે લિંગ ભૈરવી મંદિરે ગયા હતા, આ એ જ મંદિર છે જ્યાં ડિસેમ્બર 2025માં આ યુગલે લગ્ન કર્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

welcome baby boy dev first photo raj nidimoru samantha ruth prabhu

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ