ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / IPL 2027: મેગા હરાજી પહેલાં 10 ટીમોએ કોને કર્યો રિટેન અને કોને રિલીઝ? જાણો તમામ ટીમોની સંપૂર્ણ યાદી!
Last Updated: 01:38 PM, 18 November 2026
ADVERTISEMENT
17 નવેમ્બરે રિટેન્શનની છેલ્લી તારીખ પૂરી થતાં તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમનું ગણિત સ્પષ્ટ કરી દીધું છે. હવે 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી મીની હરાજી પર સૌની નજર રહેશે. લખનઉ સુપર જાયન્ટ્સ સૌથી વધુ પૈસા સાથે હરાજીમાં ઉતરશે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી ઓછું બજેટ બચ્યું છે. તમામ 10 ટીમો પાસે મળીને 297.95 કરોડ રૂપિયા છે અને 66 ખેલાડીઓ માટે જગ્યા ખાલી છે.
ADVERTISEMENT
આ વખતે ખેલાડીઓની યાદીમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. કેટલીક ટીમોએ પોતાના મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે જ્યારે કેટલીક ટીમોએ નવા ખેલાડીઓ માટે જગ્યા બનાવવા મોટા નામોને રિલીઝ કર્યા છે. હરાજી પહેલાં દરેક ટીમ પાસે કેટલા રૂપિયા બચ્યા છે અને કેટલી જગ્યા ખાલી છે તે જાણવું પણ જરૂરી છે.
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સે 19 ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખ્યા છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની સહિત 11 ખેલાડીઓની વિદાય થઈ છે. ધોની હવે ખેલાડી તરીકે નહીં, પરંતુ મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયેલા રહેશે.
ADVERTISEMENT
રિટેન કરેલા ખેલાડીઓ: ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, સરફરાઝ ખાન, રાહુલ ચાહર, નૂર અહમદ, શ્રેયસ ગોપાલ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ, રામકૃષ્ણ ઘોષ, જેમી ઓવર્ટન, અકિલ હુસૈન, લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ.
રિલીઝ કરેલા ખેલાડીઓ: એમએસ ધોની, અમન ખાન, ડિયાન ફોરેસ્ટર, કુલદીપ યાદવ, મેકનીલ નોરોન્હા, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, આકાશ મધવાલ, પ્રશાંત વીર, સ્પેન્સર જોન્સન અને ઝેક ફોક્સ.
ADVERTISEMENT
બાકી પર્સ: ₹28.05 કરોડ
ADVERTISEMENT
મુંબઈ ઇન્ડિયન્સે 16 ખેલાડીઓને રિટેન કર્યા છે. ટીમે ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર જેવા મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. હાર્દિક પંડ્યાની પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ દ્વારા અદલાબદલી થઈ છે.
રિટેન કરેલા ખેલાડીઓ: રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, નમન ધીર, રેયાન રિકલ્ટન, શેરફેન રધરફોર્ડ, ક્વિન્ટન ડી કોક, કોર્બિન બોશ, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, રાજ બાવા, મિચેલ સેન્ટનર, અશ્વની કુમાર, રઘુ શર્મા અને અર્શદીપ સિંહ.
ADVERTISEMENT
રિલીઝ કરેલા ખેલાડીઓ: ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, એએમ ગઝનફર, અથર્વ અંકોલેકર, કેશવ મહારાજ, મોહમ્મદ ઇઝહાર, દાનિશ માલેવર, મયંક માર્કંડે, મયંક રાવત, મહિપાલ લોમરોર, રોબિન મિન્ઝ, રૂચિત અહિર અને કૃષ્ણ ભગત.
બાકી પર્સ: ₹32.60 કરોડ
દિલ્હી કેપિટલ્સે 16 ખેલાડીઓને રિટેન કર્યા છે. ટીમે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને રિલીઝ કરીને મોટો નિર્ણય લીધો છે. ઋષભ પંત ટ્રેડ દ્વારા ફરી દિલ્હીની ટીમમાં આવ્યા છે.
રિટેન કરેલા ખેલાડીઓ: અક્ષર પટેલ, કેએલ રાહુલ, પૃથ્વી શો, સમીર રિઝવી, આશુતોષ શર્મા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, મુકેશ કુમાર, ઔકિબ નબી, વિપ્રજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, કાઇલ જેમિસન, ઋષભ પંત અને ઝીશાન અન્સારી.
રિલીઝ કરેલા ખેલાડીઓ: મિચેલ સ્ટાર્ક, નીતિશ રાણા, અભિષેક પોરેલ, પથુમ નિસંકા, બેન ડકેટ, કરુણ નાયર, સાહિલ પારખ, દુષ્મંથા ચમીરા, રેહાન અહમદ અને અજય મંડલ.
બાકી પર્સ: ₹39.50 કરોડ
લખનઉ સુપર જાયન્ટ્સ આ વખતે સૌથી વધુ બજેટ સાથે હરાજીમાં ઉતરશે. ટીમે 18 ખેલાડીઓને રિટેન કર્યા છે. રિષભ પંત દિલ્હી ગયા છે, જ્યારે સેમ કરન ટીમમાં આવ્યા છે.
રિટેન કરેલા ખેલાડીઓ: મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, જોશ ઇંગ્લિસ, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અક્ષત રઘુવંશી, શાહબાઝ અહમદ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, મોહસિન ખાન, મયંક યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, અર્શિન કુલકર્ણી, કુલદીપ યાદવ અને સેમ કરન.
રિલીઝ કરેલા ખેલાડીઓ: આવેશ ખાન, મેથ્યુ બ્રીટ્ઝકે, એનરિક નોર્ખિયા, જ્યોર્જ લિન્ડે, વાનિન્દુ હસરંગા અને નમન તિવારી.
બાકી પર્સ: ₹47.45 કરોડ
પંજાબ કિંગ્સે 19 ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખ્યા છે. હાર્દિક પંડ્યા ટ્રેડ દ્વારા મુંબઈથી પંજાબમાં આવ્યા છે. ટીમે લોકી ફર્ગ્યુસન અને મિચેલ ઓવેન જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
રિટેન કરેલા ખેલાડીઓ: શ્રેયસ અય્યર, પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શશાંક સિંહ, મુશીર ખાન, વિષ્ણુ વિનોદ, કૂપર કોનોલી, માર્કસ સ્ટોઇનિસ, અજમતુલ્લાહ ઉમરઝઈ, માર્કો યાનસેન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, બેન દ્વારશુઇસ, યશ ઠાકુર, વ્યશક વિજયકુમાર, યુઝવેન્દ્ર ચહલ, હરપ્રીત બ્રાર, હરનૂર પન્નુ અને હાર્દિક પંડ્યા.
રિલીઝ કરેલા ખેલાડીઓ: નેહાલ વઢેરા, લોકી ફર્ગ્યુસન, મિચેલ ઓવેન, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.
બાકી પર્સ: ₹18.60 કરોડ
રાજસ્થાન રોયલ્સે 19 ખેલાડીઓને રિટેન કર્યા છે. ટીમે શિમરોન હેટમાયર અને તુષાર દેશપાંડે જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી ટીમમાં જોડાયા છે.
રિટેન કરેલા ખેલાડીઓ: રિયાન પરાગ, યશસ્વી જાયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, નાંદ્રે બર્ગર, શુભમ દુબે, અમન રાવ, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, યશ રાજ પુન્જા, જોફ્રા આર્ચર, બૃજેશ શર્મા, સંદીપ શર્મા, સુશાંત મિશ્રા, મણિમારન સિદ્ધાર્થ અને મોહમ્મદ શમી.
રિલીઝ કરેલા ખેલાડીઓ: શિમરોન હેટમાયર, એડમ મિલ્ને, ક્વેના મફાકા, તુષાર દેશપાંડે, કુલદીપ સેન, યૂધવીર સિંહ, વિઘ્નેશ પુથુર, રવિ સિંહ અને ઇમનજોત ચહલ.

આ પણ વાંચોઃ આ રીત લેવાયો ધોનીની નિવૃતિનો નિર્ણય, વિડિયો કોલમાં 6 શબ્દ કહ્યા અને લિસ્ટમાંથી નામ ગાયબ થયું!
બાકી પર્સ: ₹27.05 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદે 18 ખેલાડીઓને રિટેન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને રિલીઝ કરવાનો નિર્ણય સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. હેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આગામી સિઝનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
રિટેન કરેલા ખેલાડીઓ: પેટ કમિન્સ, અભિષેક શર્મા, ઈશાન કિશન, સલિલ અરોરા, અનિકેત વર્મા, આર સ્મરણ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન મલિંગા, બ્રાયડન કાર્સ, પ્રફુલ હિંગે, સકીબ હુસૈન, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ક્રેન્સ ફુલેટ્રા, ખલીલ અહમદ, નાથન એલિસ અને ટી. નટરાજન.
રિલીઝ કરેલા ખેલાડીઓ: ટ્રેવિસ હેડ, કામિન્દુ મેન્ડિસ, જયદેવ ઉનડકટ, દિલશાન મદુશંકા, ઓંકાર તારમલે, અમિત કુમાર, શિવમ માવી, જેરાલ્ડ કોએત્ઝી અને ડેવિડ પેન.
બાકી પર્સ: ₹40.15 કરોડ
ડિફેન્ડિંગ ચેમ્પિયન RCBએ પોતાની ટીમના મોટા ભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ટીમે 20 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે જેકબ બેથેલ સહિત છ ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
રિટેન કરેલા ખેલાડીઓ: રજત પાટીદાર, વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિક્કલ, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, અભિનંદન સિંહ, રસિખ દર, વેંકટેશ અય્યર, જેક ડફી, જોર્ડન કોક્સ, વિકી ઓસ્તવાલ, કનિષ્ક ચૌહાણ, યશ દયાલ અને નુવાન તુષારા.
રિલીઝ કરેલા ખેલાડીઓ: જેકબ બેથેલ, રિચર્ડ ગ્લીસન, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ, વિહાન મલ્હોત્રા અને સ્વપ્નિલ સિંહ.
બાકી પર્સ: ₹14.15 કરોડ
ગુજરાત ટાઇટન્સે સૌથી વધુ 22 ખેલાડીઓને રિટેન કર્યા છે. જોકે, હરાજી પહેલાં ટીમ પાસે સૌથી ઓછું બજેટ બચ્યું છે. ટીમે ઇશાંત શર્મા અને શાહરુખ ખાન સહિત છ ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
રિટેન કરેલા ખેલાડીઓ: શુભમન ગિલ, સાઈ સુદર્શન, રાહુલ તેવતિયા, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, જોસ બટલર, ટોમ બેન્ટન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, આર. સાઈ કિશોર, માનવ સુથાર, રાશિદ ખાન, જયંત યાદવ, જેસન હોલ્ડર, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, અશોક શર્મા, અરશદ ખાન, નિશાંત સિંધુ અને હર્ષલ પટેલ.
રિલીઝ કરેલા ખેલાડીઓ: ઇશાંત શર્મા, લ્યુક વુડ, કુલવંત ખેજરોલિયા, શાહરુખ ખાન, કોનર એસ્ટરહુઇઝન અને પૃથ્વીરાજ યારા.
બાકી પર્સ: ₹8.75 કરોડ
કોલકાતા નાઇટ રાઇડર્સે 17 ખેલાડીઓને રિટેન કર્યા છે. ટીમે અજિંક્ય રહાણે, મથીશા પથિરાના અને રચિન રવિન્દ્ર જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. કેમેરોન ગ્રીનને ટીમે પોતાની સાથે જાળવી રાખ્યો છે.
રિટેન કરેલા ખેલાડીઓ: કેમેરોન ગ્રીન, સુનીલ નારાયણ, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, ફિન એલન, મનીષ પાંડે, રોવમેન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રામનદીપ સિંહ, ટિમ સીફર્ટ, સાર્થક રંજન, અનુકૂલ રોય, વૈભવ અરોરા, સૌરભ દુબે, કાર્તિક ત્યાગી અને પ્રશાંત સોલંકી.
રિલીઝ કરેલા ખેલાડીઓ: અજિંક્ય રહાણે, આકાશ દીપ, બ્લેસિંગ મુઝારબાની, દક્ષ કામરા, લુવનિત સિસોદિયા, મથીશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, નવદીપ સૈની, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, તેજસ્વી સિંહ અને ઉમરાન મલિક.
બાકી પર્સ: ₹41.65 કરોડ
IPL 2027ની મીની હરાજી પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સ પાસે સૌથી વધુ ₹47.45 કરોડનું બજેટ બચ્યું છે. આ રકમ સાથે લખનઉ હરાજીમાં મોટા ખેલાડીઓ પર બોલી લગાવી શકે છે. ત્યારબાદ કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે ₹41.65 કરોડ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ₹40.15 કરોડ બચ્યા છે. દિલ્હી કેપિટલ્સ પાસે ₹39.50 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ પાસે ₹32.60 કરોડ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ₹28.05 કરોડનું બજેટ છે.રાજસ્થાન રોયલ્સ પાસે ₹27.05 કરોડ, પંજાબ કિંગ્સ પાસે ₹18.60 કરોડ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે ₹14.15 કરોડ બચ્યા છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી ઓછા ₹8.75 કરોડનું બજેટ છે. ગુજરાતે આ રકમમાં હરાજી દરમિયાન પોતાની બાકીની ત્રણ જગ્યા ભરવાની રહેશે.
તમામ ટીમોની રિટેન્શન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે 16 ડિસેમ્બર 2026ના રોજ ગોવામાં IPL 2027ની મીની હરાજી યોજાશે. હરાજી સવારે 11 વાગ્યે શરૂ થશે. તમામ 10 ટીમોએ મળીને કુલ 184 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં 55 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.હવે હરાજીમાં કુલ 66 ખેલાડીઓની જગ્યા ભરવાની બાકી છે. આમાંથી 25 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે. લખનઉ, કોલકાતા અને હૈદરાબાદ પાસે સૌથી વધુ બજેટ હોવાથી આ ટીમો મોટા ખેલાડીઓ માટે બોલી લગાવી શકે છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે સૌથી ઓછા ₹8.75 કરોડમાં પોતાની બાકીની ત્રણ જગ્યા ભરવાની રહેશે.આ વખતે એમએસ ધોની, મિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ, ટ્રેન્ટ બોલ્ટ અને જેકબ બેથેલ જેવા મોટા નામો તેમની જૂની ટીમમાં જોવા નહીં મળે. હવે મીની હરાજીમાં કઈ ટીમ કયા ખેલાડી પર દાવ લગાવે છે અને કઈ ટીમ પોતાની જરૂરિયાત મુજબ ખેલાડીઓ પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.