ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ‘પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા રોકવામાં આવે છે’, આંબરડી સફારી પાર્કના વાયરલ વીડિયો પર ACFનો ખુલાસો

ગુજરાત / ‘પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા રોકવામાં આવે છે’, આંબરડી સફારી પાર્કના વાયરલ વીડિયો પર ACFનો ખુલાસો

Published By: Nidhi Panchal
Reported By: Sachin Pithava

Last Updated: 01:35 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિમ્બા નામના સિંહને રોકવા માટે વનકર્મીઓએ બાઇક દોડાવતાં વિવાદ સર્જાયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સિંહપ્રેમીઓએ વનવિભાગ સામે સવાલો ઉઠાવી કડક કાર્યવાહીની માગ કરી છે.

ADVERTISEMENT

જંગલનો રાજા કહેવાતા સિંહને જોવા માટે લોકો દૂર-દૂરથી સફારી પાર્કમાં પહોંચતા હોય છે. પરંતુ જો આ સિંહને જ રોકવા માટે તેની પાછળ બાઇક દોડાવવામાં આવે તો? અમરેલીના આંબરડી સફારી પાર્કમાંથી સામે આવેલા એક વીડિયોએ આવો જ વિવાદ ઊભો કર્યો છે. અહીં સિમ્બા નામનો સિંહ પોતાની નિર્ધારિત ટેરેટરી છોડીને અન્ય વિસ્તારમાં જવા લાગ્યો હતો. આ દરમિયાન તેને ફરી પોતાની ટેરેટરીમાં લાવવા માટે વનકર્મીઓએ બાઇક વડે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

lion

મળતી માહિતી પ્રમાણે, આંબરડી સફારી પાર્કમાં પર્યટકોને સિંહ દર્શન થઈ શકે તે માટે નક્કી કરેલા લોકેશનમાં સિમ્બા સિંહને રાખવામાં આવ્યો હતો. જોકે, સિમ્બા સિંહ લોકેશન છોડીને અન્ય તરફ જવા લાગતા વનવિભાગના ટ્રેકરો કામે લાગ્યા હતા. સિંહને ફરી તેના લોકેશન પર લાવવા માટે વનકર્મીઓએ બાઇક વડે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સિંહની પાછળ બાઇક દોડાવવામાં આવી રહી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

સિંહને પરત લાવવાનો પ્રયાસ

વનવિભાગના કર્મચારીઓએ સિમ્બા સિંહને પરત લાવવાનો પ્રયાસ એટલા માટે કર્યો હતો કે તે અન્ય સિંહની ટેરેટરીમાં પ્રવેશ ન કરે. જો સિંહ અન્ય સિંહની ટેરેટરીમાં ઘૂસી જાય તો તેમની વચ્ચે ઇન્ફાઇટ એટલે કે આંતરિક લડાઈ થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિ ટાળવા માટે સિમ્બાને ફરી તેની જ ટેરેટરીમાં ખદેડવામાં આવ્યો હતો. જોકે, આ કામગીરી દરમિયાન સિંહની પાછળ બાઇક દોડાવવાના દૃશ્યો સામે આવતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ સિંહપ્રેમી મયંક ભટ્ટે આ ઘટના સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વીડિયોમાં સ્પષ્ટ રીતે સિંહની પાછળ બાઇક દોડાવવામાં આવી રહી છે. પ્રવાસીઓને સિંહ દર્શન થાય તે માટે સિંહને રોકવામાં આવે છે. સિંહને આ રીતે રોકવા માટે વનકર્મીઓને કોણે મંજૂરી આપી હતી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે. આ મામલે વનવિભાગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી તેમ પણ મયંક ભટ્ટે જણાવ્યું હતું. સાથે જ તેમણે વનવિભાગ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે.

સમગ્ર મામલે પોતાનો બચાવ રજૂ કર્યો

બીજી તરફ, વીડિયો વાયરલ થતાં વનવિભાગે પણ સમગ્ર મામલે પોતાનો બચાવ રજૂ કર્યો છે. આંબરડી સફારી પાર્કના ઇન્ચાર્જ ACF મિતેષ વાણિયાએ વીડિયો જાહેર કરીને ઘટનાને લઈને સ્પષ્ટતા કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, પાર્કમાં લોકોની ભીડ વધારે હોવાથી સિંહને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ સિંહની પજવણી કરવાનો હેતુ નહોતો.

ACF મિતેષ વાણિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાંજના સમયે સિંહો પાર્કમાંથી દૂર જતા હોય છે. દિવાળીના વેકેશનના કારણે પાર્કમાં પ્રવાસીઓની ભીડ પણ વધારે હતી. આવી સ્થિતિમાં સિંહને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી પ્રવાસીઓને સિંહ દર્શન થઈ શકે. વનવિભાગે આ ઘટનાને લઈને કર્મચારીઓ પાસેથી જવાબ મેળવવાની પણ વાત કરી છે. આ મામલે સંબંધિત કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવશે અને તેમનો જવાબ લેવામાં આવશે તેમ ઇન્ચાર્જ ACFએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમૂલની છાશમાં પણ મોંઘવારીનો ડામ! ભાવ તો એ જ પણ ગ્રાહકોને મળશે ઓછી છાશ

એક તરફ વનકર્મીઓ દ્વારા સિંહને અન્ય સિંહ સાથેની ઇન્ફાઇટથી બચાવવા માટે તેની ટેરેટરીમાં પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત છે, તો બીજી તરફ સિંહની પાછળ બાઇક દોડાવવાના દૃશ્યો સામે આવતાં સિંહપ્રેમીઓએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. હવે આ મામલે વનવિભાગ કર્મચારીઓને નોટિસ આપ્યા બાદ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lion Viral Video Simba Lion Amreli Safari Park

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ