ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:55 PM, 14 November 2026
ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે તેની રાહ વેપારી જગત જોઈ રહ્યું છે.આ ડીલને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.હવે આ ચર્ચામાં મોટાભાગના મુદ્દાઓ પર સહમતી બની ગઈ હોવાનું સામે આવ્યું છે.વિદેશમંત્રી એસ. જયશંકરે બાકી રહેલા મુદ્દાઓ અંગે પણ મહત્વની વાત કરી છે.તેમના નિવેદનથી ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે સમજૂતી થઈ શકે તેવી આશા વધી છે.
ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલને લઈને વિદેશમંત્રી એસ. જયશંકરે મોટું અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. આ સમજૂતી સાથે જોડાયેલા મોટાભાગના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે અને હવે થોડા જ મુદ્દાઓ પર નિર્ણય લેવાનો બાકી છે. ભારતની ઇચ્છા છે કે બંને દેશો વચ્ચે એવી સમજૂતી થાય જે બંને માટે ફાયદાકારક હોય.જયશંકરે કહ્યું કે ભારતને આશા છે કે આ વાતચીત ટૂંક સમયમાં પૂરી થશે અને ડીલને આખરી રૂપ આપવામાં આવશે. જોકે, હજુ કેટલાક મુદ્દાઓ પર સહમતી બનવાની બાકી છે. આથી ડીલની ચોક્કસ તારીખ અંગે તેમણે કોઈ જાહેરાત કરી નથી.
ADVERTISEMENT
વિદેશમંત્રીએ વાતચીત દરમિયાન એક ખાસ વાત જણાવી હતી. તેમના મતે, હવે જે થોડા મુદ્દાઓ ઉકેલવાના બાકી છે તેમાં ભારત કરતાં અમેરિકાના પક્ષે વધુ ફેરફાર કરવાની જરૂર છે. અત્યાર સુધીની ચર્ચામાં ભારતે મોટાભાગના મુદ્દાઓ પર કામ કરી લીધું છે.તેમણે એમ પણ કહ્યું કે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથે આ મુદ્દે સતત વાતચીત થઈ રહી છે. બંને દેશો વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને એવી ડીલ કરવાનો પ્રયાસ છે, જેમાં કોઈ એક દેશને વધારે ફાયદો થાય અને બીજાને નુકસાન થાય તેવી સ્થિતિ ન સર્જાય.
ADVERTISEMENT
જયશંકરે જણાવ્યું કે જ્યારે કોઈ મોટી આંતરરાષ્ટ્રીય સમજૂતી અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે લોકોમાં ઉત્સુકતા વધી જાય છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કયા મુદ્દા પર વાત અટકી છે અને ડીલ ક્યારે પૂરી થશે. જોકે, આવી વાટાઘાટો સાથે જોડાયેલા અધિકારીઓ સામાન્ય રીતે ચર્ચા પૂરી થાય તે પહેલાં વિગતો જાહેર કરતા નથી.આ વાત સમજાવવા તેમણે અગાઉ થયેલી ભારત-અમેરિકા ન્યુક્લિયર ડીલનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે પણ સમજૂતી ક્યારે થશે અને કેટલો સમય લાગશે તેવા સવાલો સતત પૂછવામાં આવતા હતા. જોકે, આવી મોટી સમજૂતીઓમાં દરેક મુદ્દા પર સહમતી બનાવવામાં સમય લાગે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમેરિકામાં હવાઈ ઉડાનો પર લાગેલી રોક હટાવાઈ, ટ્રમ્પ પ્રશાસને કહ્યું ''આ સાયબર એટેક નહીં...''
ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નવી દિશા મળી શકે છે. આ સમજૂતીથી આયાત-નિકાસ, ટેરિફ અને બજારમાં વેપાર કરવાની શરતોને લઈને સ્પષ્ટતા થવાની શક્યતા છે. ખાસ કરીને બંને દેશોના વેપારીઓ અને ઉદ્યોગો માટે આ ડીલ પર નજર રાખવી જરૂરી છે.ટ્રેડ ડીલમાં ટેરિફ અને બજાર સુધી પહોંચ જેવા મુદ્દાઓ ખાસ મહત્વ ધરાવે છે. જો બંને દેશો વચ્ચે સમજૂતી થાય તો ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારમાં વેપારની નવી તકો ઊભી થઈ શકે છે. જોકે, અંતિમ ફાયદો ડીલની શરતો અને તેમાં કયા ક્ષેત્રોને સામેલ કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે.
ADVERTISEMENT
વિદેશમંત્રી એસ. જયશંકરે માત્ર ટ્રેડ ડીલ જ નહીં, પરંતુ દુનિયાની બદલાતી સ્થિતિ અંગે પણ વાત કરી હતી. તેમણે મિડલ ઈસ્ટ અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષો ઉપરાંત આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો.તેમના જણાવ્યા પ્રમાણે, દુનિયાની જૂની વ્યવસ્થામાં મોટા ફેરફાર થઈ રહ્યા છે અને નવી વૈશ્વિક શક્તિઓ સામે આવી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધા દુનિયામાં ચાલી રહેલા તણાવનું એક કારણ છે, પરંતુ તમામ સમસ્યાઓ પાછળ આ જ એક કારણ નથી.આવા સમયમાં મજબૂત અને સ્થિર નેતૃત્વની જરૂરિયાત વધી જાય છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બદલાતા સમીકરણોની વચ્ચે ભારત પણ પોતાની વેપારી અને રાજદ્વારી સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો