ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદીઓ પાણી ભરી રાખજો! આ તારીખે શહેરના કેટલાંક વિસ્તારોમાં મૂકાશે પાણીકાપ

ગુજરાત / અમદાવાદીઓ પાણી ભરી રાખજો! આ તારીખે શહેરના કેટલાંક વિસ્તારોમાં મૂકાશે પાણીકાપ

Published By: Jinal Chauhan

Last Updated: 01:05 PM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોએ આગામી દિવસોમાં પાણીની વ્યવસ્થા અત્યારથી કરી લેવી પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની મુખ્ય લાઈનમાં સમારકામ હાથ ધરવાનું હોવાથી પાણી પુરવઠાને અસર થવાની છે.

ADVERTISEMENT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આ અંગે જાહેર નોટીસ બહાર પાડી છે. જાસપુરના 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલી મુખ્ય લાઈનમાં બે અલગ-અલગ કામગીરી કરવામાં આવશે. તેના કારણે 16 નવેમ્બરે સવારના પાણી પુરવઠા પછી સપ્લાય બંધ રહેશે. ગોતા, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોના રહીશોએ ખાસ ધ્યાન રાખવું પડશે. 17 નવેમ્બરે પણ પાણીનો પુરવઠો કેટલો મળશે તે ઉપલબ્ધ જથ્થા પર આધારિત રહેશે.

16 નવેમ્બરે પાણીની સપ્લાય બંધ રહેશે

અમદાવાદમાં પાણી પહોંચાડતી મુખ્ય લાઈનમાં સમારકામ અને નવી કામગીરી કરવાની હોવાથી AMCએ શટડાઉન લેવાનું નક્કી કર્યુ છે. જાસપુર ખાતે આવેલા 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી મેળવતા વિસ્તારોમાં તેની સીધી અસર જોવા મળશે.16 નવેમ્બરના રોજ સવારનો પાણી પુરવઠો પૂરો થયા બાદ આ વિસ્તારોમાં બાકીની સ્ટેગર્ડ સપ્લાય આપવામાં આવશે નહીં. એટલે કે સવાર પછીના નિયત સમયના પાણી પુરવઠા પર રોક રહેશે. આથી જે ઘરોમાં પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા છે તેમણે અગાઉથી પાણી ભરી રાખવું હિતાવહ છે.

મુખ્ય લાઈનમાં બે જગ્યાએ થશે કામગીરી

પાણી પુરવઠો બંધ રાખવા પાછળ બે ટેકનિકલ કારણો છે. પ્રથમ કામગીરી લીલાપુર ગામ પાસે આવેલા લીલાપુર તળાવ નજીક કરવામાં આવશે. અહીં પાણીની મુખ્ય લાઈનમાં લગાવેલા સ્કાવર વાલ્વનો સ્પીડલ રોડ ખરાબ થઈ ગયો છે. આ 1300 મીમી વ્યાસની લાઈનમાં જૂના સ્પીડલ રોડને બદલે નવો રોડ લગાવવામાં આવશે.બીજી તરફ સરખેજ નેશનલ હાઈવે પર પણ લાઈન ખસેડવાની કામગીરી હાથ ધરાશે. કેડીલા સર્કલથી APMC તરફ જતા માર્ગ પર અંબર ટાવર અને ક્લાસિક હોમ નજીક 750 મીમી વ્યાસની MS ટ્રંકમેઈન આવેલી છે. આ જગ્યાએ ડ્રેનેજ રી-હેબનું કામ ચાલી રહ્યું છે. તેમાં મુખ્ય પાણીની લાઈન અડચણરૂપ બનતી હોવાથી તેને બીજી જગ્યાએ ખસેડવામાં આવશે.

tap-water-droping

ગોતા, બોડકદેવ અને થલતેજના લોકોએ ધ્યાન રાખવું

પાણીકાપની અસર ઉત્તર-પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળશે. ગોતા વોર્ડના ગોતા ટીપી-55 વિસ્તારમાં સવારના પાણી પુરવઠા પછી સપ્લાય બંધ રહેશે.બોડકદેવ વોર્ડમાં રાજપથ ટીપી-50 હેઠળ આવતા વિસ્તારોમાં પણ પાણી નહીં મળે. જ્યારે થલતેજ વોર્ડના ભાડજ ટીપી-406 અને હેબતપુર ટીપી-53/એ વિસ્તારના રહીશોએ પણ પાણીની આગોતરી વ્યવસ્થા કરી લેવી પડશે.

બોપલ-ઘુમા અને શીલજમાં પણ પાણીની મુશ્કેલી

માત્ર પશ્ચિમ અમદાવાદ જ નહીં, પરંતુ બોપલ-ઘુમા અને શીલજના રહીશોને પણ આ કામગીરીની અસર થશે. જાસપુરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલી મુખ્ય લાઈનમાંથી આ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. તેથી 16 નવેમ્બરે સવારના સપ્લાય બાદ અહીં પણ પાણી પુરવઠો બંધ રહેશે.

સરખેજ-મક્તમપુરા વોર્ડના તમામ સ્ટેશનમાં અસર

દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના સરખેજ-મક્તમપુરા વોર્ડમાં પાણી પુરવઠાને લઈને પણ AMCએ જાણ કરી છે. આ વોર્ડ હેઠળ આવતા તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના વિસ્તારોમાં 16 નવેમ્બરે સવારના સપ્લાય પછી પાણી આપવામાં આવશે નહીં.આથી આ વોર્ડના રહીશોએ પણ પાણીની જરૂરિયાત મુજબ આગોતરી વ્યવસ્થા કરી લેવી પડશે. ખાસ કરીને પીવાના પાણી અને રોજિંદા વપરાશ માટે પૂરતો જથ્થો રાખવો જરૂરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગુજરાતના 9 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, 16.5 ડિગ્રી સાથે વડોદરા સૌથી ઠંડું શહેર

17 નવેમ્બરે પાણીનો પુરવઠો કેવો રહેશે?

16 નવેમ્બરે શટડાઉન બાદ બીજા દિવસે એટલે કે 17 નવેમ્બરે પાણી પુરવઠો ઉપલબ્ધ જથ્થા પ્રમાણે કરવામાં આવશે. આથી બીજા દિવસે તમામ વિસ્તારોમાં પાણી સામાન્ય રીતે જ મળશે તેની ખાતરી નથી. પાણીના જથ્થા પ્રમાણે સપ્લાયમાં ફેરફાર થઈ શકે છે.AMCએ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને પાણીકાપને ધ્યાનમાં રાખીને અગાઉથી સંગ્રહ કરવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. ખાસ કરીને 16 નવેમ્બરના સવારના સપ્લાય બાદ પાણીની જરૂરિયાત ઊભી ન થાય તે માટે રહીશોએ અત્યારથી જ તૈયારી રાખવી પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Ahmedabad Water Cut AMC Water Supply

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ