ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં 4 જ દિવસમાં છ જિંદગીઓનો કરૂણ અંત, જીવલેણ અકસ્માત બન્યો મોતનું કારણ
Last Updated: 11:01 AM, 14 November 2026
ADVERTISEMENT
ખેડા જિલ્લામાં નવા વર્ષની શરૂઆત જ અકસ્માતોની હારમાળા સાથે થઈ છે. નવા વર્ષના પ્રથમ ચાર દિવસમાં સર્જાયેલા ચાર અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે ચારેય અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ છ વ્યક્તિઓ બાઈકસવાર હતા. ક્યાંક કાર અને બાઈક વચ્ચેની ટક્કર તો ક્યાંક બાઈક સ્લીપ થવાની ઘટના અને ક્યાંક અન્ય વાહનની અડફેટે આવવાના કારણે છ પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
પ્રથમ અકસ્માત કપડવંજ-ડાકોર રોડ પર નવા મુવાડા પાટિયા પાસે સર્જાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ અકસ્માત કપડવંજ-ડાકોર રોડ પર નવા મુવાડા પાટિયા પાસે સર્જાયો હતો. અહીં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર ટક્કર થતાં બાઈક પર સવાર પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં બંનેનાં કરુણ મોત નીપજ્યાં હતાં. એક જ અકસ્માતમાં દંપતીનું મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
ADVERTISEMENT

બીજો અકસ્માત અકલાચા ચોકડી પાસે બન્યો
ADVERTISEMENT
બીજો અકસ્માત અકલાચા ચોકડી પાસે બન્યો હતો. અહીં બાઈક સ્લીપ થતાં તેના પર સવાર બે મિત્રોના જીવ ગયા હતા. રસ્તા પર બાઈકનું સંતુલન ગુમાવવાના કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર દ્વિચક્રી વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે.

ADVERTISEMENT
ત્રીજો અકસ્માત છીપડી ગામ પાસે બે બાઈક વચ્ચે સર્જાયો
ત્રીજો અકસ્માત છીપડી ગામ પાસે બે બાઈક વચ્ચે સર્જાયો હતો. અન્ય બાઈકની ટક્કર વાગતાં એક 14 વર્ષીય સગીર ગંભીર રીતે અકસ્માતનો ભોગ બન્યો હતો. આ દુર્ઘટનામાં સગીરનું કરુણ મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
ADVERTISEMENT
ચોથો અકસ્માત નેનપુર પાટિયા પાસે સર્જાયો
જ્યારે ચોથો અકસ્માત નેનપુર પાટિયા પાસે સર્જાયો હતો. અહીં બાઈકચાલકનું વાહન આગળ જઈ રહેલા આઇસર ટ્રકની પાછળ ઘૂસી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
ચાર જીવલેણ અકસ્માતોએ છ લોકોનો ભોગ લીધો
આમ, ખેડા જિલ્લામાં નવા વર્ષના શરૂઆતના માત્ર ચાર દિવસમાં ચાર જીવલેણ અકસ્માતોએ છ લોકોનો ભોગ લીધો છે. તમામ અકસ્માતોમાં બાઈકસવારોનાં મોત થતાં માર્ગ સલામતી અને દ્વિચક્રી વાહનચાલકોની સુરક્ષા અંગે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચોઃ અમૂલ બાદ હવે બરોડા ડેરીએ વધાર્યા દૂધના ભાવ, જાણો લીટરે કેટલાનો વધારો ઝીંકાયો?
ઝડપ, બેદરકારી, વાહન પરનું નિયંત્રણ ગુમાવવું કે માર્ગની અન્ય સ્થિતિઓ અકસ્માતનું કારણ બની શકે છે. આવા અકસ્માતો અટકાવવા માટે વાહનચાલકોએ હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, નિયંત્રિત ઝડપ, ટ્રાફિકના નિયમોનું પાલન અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. નવા વર્ષની શરૂઆતમાં જ છ જિંદગીઓનો અંત સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગે ચેતવણી સમાન બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો