ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુપ્રીમ કોર્ટનો સોના અંગે મોટો ચુકાદો, નિર્ધારિત મર્યાદામાં સોનું હોય તો પણ આવકનો સ્ત્રોત સાબિત કરવો પડશે!

ગુજરાત / સુપ્રીમ કોર્ટનો સોના અંગે મોટો ચુકાદો, નિર્ધારિત મર્યાદામાં સોનું હોય તો પણ આવકનો સ્ત્રોત સાબિત કરવો પડશે!

Published By: Nidhi Panchal

Last Updated: 02:16 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં વર્ષોથી સાચવીને રાખેલા સોનાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હવે માત્ર નક્કી કરેલી મર્યાદામાં સોનું હોવું પૂરતું નથી, પરંતુ ભ્રષ્ટાચારના કેસમાં તેની પાછળનો આવકનો સ્ત્રોત પણ સમજાવવો પડી શકે છે.

ADVERTISEMENT

ઘરમાં રાખેલું સોનું માત્ર ઘરેણું નથી, પરંતુ ઘણી વખત તે પરિવારની વર્ષોની બચત અને મહિલાઓની સુરક્ષાનું સાધન પણ હોય છે. લગ્નમાં મળેલા ઘરેણાં હોય કે વર્ષોથી ધીમે ધીમે ખરીદેલું સોનું, ભારતીય પરિવારોમાં સોનું સાચવી રાખવાની પરંપરા જૂની છે. પરંતુ હવે ઘરમાં રાખેલા સોનાને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ સવાલ ઊભો થયો છે કે ઘરમાં નિર્ધારિત મર્યાદા જેટલું સોનું હોય તો પણ તેની પાછળનો હિસાબ આપવો પડશે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભ્રષ્ટાચારના કેસમાં માત્ર સોનાની નક્કી કરેલી મર્યાદા બતાવી દેવાથી તેની માલિકી અને આવકનો સ્ત્રોત સાબિત થતો નથી.

Gold-Price1

બિહારના એક ભ્રષ્ટાચારના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ વાત કહી છે. આ કેસમાં એક મહિલા સામે જાણીતી આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો આરોપ હતો. તપાસ દરમિયાન તેમના અને પરિવારના સોનાના દાગીનાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. મહિલાએ પોતાની તરફથી દલીલ કરી હતી કે તેમની પાસે રહેલું સોનું આવકવેરા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદામાં જ છે. તેથી તેમની સામે ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી થવી જોઈએ નહીં.

1 ડિસેમ્બર, 2016ની પ્રેસ રિલીઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો

આ દલીલના સમર્થનમાં આવકવેરા વિભાગના 11 મે, 1994ના CBDTના નિર્દેશ અને 1 ડિસેમ્બર, 2016ની પ્રેસ રિલીઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નિર્દેશ મુજબ, આવકવેરા વિભાગની તપાસ દરમિયાન પરિણીત મહિલા પાસે 500 ગ્રામ, અપરિણીત મહિલા પાસે 250 ગ્રામ અને પરિવારના પુરુષ સભ્ય પાસે 100 ગ્રામ સુધીનું સોનું હોય તો સામાન્ય રીતે તે જપ્ત કરવામાં આવતું નથી. આ મર્યાદા ભારતીય પરિવારોની પરંપરા અને લગ્ન સહિતના પ્રસંગોએ મળતાં ઘરેણાંને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી હતી.

તેની કાયદેસર માલિકી સાબિત કરવાની બાબત બંને અલગ

પરંતુ સુપ્રીમ કોર્ટે આ બાબતને સ્પષ્ટ કરતાં કહ્યું કે સોનું જપ્ત ન કરવાની મર્યાદા અને તેની કાયદેસર માલિકી સાબિત કરવાની બાબત બંને અલગ છે. માત્ર એટલા માટે કે કોઈ વ્યક્તિ પાસે 500 ગ્રામ, 250 ગ્રામ કે 100 ગ્રામની મર્યાદામાં સોનું છે, તેનો અર્થ એવો નથી કે તેની સામે આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના આરોપમાં કાર્યવાહી થઈ શકે નહીં. ખાસ કરીને ભ્રષ્ટાચારના કેસમાં વ્યક્તિએ પોતાની પાસે રહેલી સંપત્તિ જાણીતી અને કાયદેસરની આવકમાંથી મેળવી છે તે સમજાવવું જરૂરી છે.

ઉપયોગ કરીને ભ્રષ્ટાચારના કેસને સીધો રદ કરી શકાય નહીં

કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે આવકવેરા વિભાગના આ નિર્દેશોનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારના કેસને સીધો રદ કરી શકાય નહીં. જો કોઈ વ્યક્તિ સામે આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો આરોપ હોય, તો તેણે પોતાની સંપત્તિનો હિસાબ આપવો પડે છે. માત્ર સોનાની મર્યાદા બતાવીને જવાબદારીમાંથી છટકી શકાય નહીં. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટ દ્વારા અગાઉ રદ કરવામાં આવેલી કાર્યવાહી ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. એટલે કે મહિલાની સામે ચાલતી કાયદાકીય કાર્યવાહી ફરી ચાલુ રહેશે.

100 ગ્રામની મર્યાદા ઘરમાં સોનું રાખવા પરની કાયદાકીય મહત્તમ મર્યાદા

અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે 500 ગ્રામ, 250 ગ્રામ અને 100 ગ્રામની મર્યાદા ઘરમાં સોનું રાખવા પરની કાયદાકીય મહત્તમ મર્યાદા નથી. આ CBDT દ્વારા આવકવેરા વિભાગની તપાસ દરમિયાન સોનાના ઘરેણાં જપ્ત ન કરવા માટે આપવામાં આવેલી માર્ગદર્શિકા છે. એટલે કે પરિણીત મહિલા પાસે 500 ગ્રામથી વધુ સોનું હોય તો પણ તે આપમેળે ગેરકાયદેસર બની જતું નથી. તે જ રીતે નિર્ધારિત મર્યાદાની અંદર સોનું હોય તો પણ દરેક પ્રકારના કેસમાં તેના સ્ત્રોત અંગે કોઈ સવાલ જ નહીં થાય તેવી ગેરંટી નથી.

આ પણ વાંચો : રાજકોટથી ફરવા ગયેલા પરિવારની ટ્રાવેલર ખીણમાં ખાબકી, એક બાળકી સહિત 9 ઘાયલ, 17 લોકો હતા સવાર!

આ ચુકાદાનો મુખ્ય સંદેશ એ છે કે સોનાની માત્રા કરતાં તેની ખરીદી પાછળના પૈસા ક્યાંથી આવ્યા તે બાબત પણ મહત્ત્વની બની શકે છે. ખાસ કરીને ભ્રષ્ટાચાર અને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં વ્યક્તિએ પોતાની સંપત્તિનો હિસાબ આપવો પડી શકે છે. તેથી ઘરમાં સોનું રાખનારા લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સોનાની ખરીદીની રસીદ, વારસામાં મળેલા ઘરેણાંના પુરાવા, લગ્નમાં મળેલી ભેટો અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાચવી રાખવા હિતાવહ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

500 Gram Gold Rule Supreme Court Gold Judgment Gold Limit in India

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ