ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટના બીજા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકીનું મો*ત, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!

હૃદયદ્રાવક / સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટના બીજા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકીનું મો*ત, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!

Published By: Nirav Kumar

Last Updated: 02:13 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી બે વર્ષની માસૂમ બાળકી બીજા માળેથી નીચે પટકાતાં મોતને ભેટી છે. જેથી રોજીરોટી માટે મધ્યપ્રદેશથી સુરત આવેલા શ્રમિક પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.

ADVERTISEMENT

સુરત શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં બાંધકામની સાઇટ પર રમતી બે વર્ષની માસૂમ બાળકી બીજા માળેથી નીચે પટકાતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતના ભેસ્તાન આવાસ પાસે આવેલી સાઈ પવિત્ર રેસિડેન્સીની કન્સ્ટ્રક્શન સાઇટ પર આ દુર્ઘટના બની હતી. જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પવાર પરિવાર રોજગારીની શોધમાં માત્ર દસ દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો. પરિવારના માતા-પિતા બાંધકામ સાઇટ પર કડિયાકામ કરીને ગુજરાન ચલાવતા હતા.

ઘટનાના દિવસે માતા-પિતા પોતાના કામમાં વ્યસ્ત હતા જ્યારે તેમની બે વર્ષની પુત્રી રક્ષા પવાર બાંધકામ સાઇટના બીજા માળે રમી રહી હતી. આ દરમિયાન રમતાં-રમતાં બાળકી અચાનક બીજા માળેથી નીચે પટકાઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

વધુ વાંચો : રામાપીરની બીજ ભરવા જતા પદયાત્રીઓને મીની ટ્રકે અડફેટે લીધા, દેસાઇ પરિવારના બે યુવકના મો*ત, ચાર ઘાયલ!

આ ઘટના બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ માસૂમ રક્ષાએ દમ તોડી દીધો હતો. માત્ર બે વર્ષની ઉંમરે બાળકીનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Child Death Bhestan Accident Two Year Old Girl Death

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ