ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / યોગેશ સાગર સામે મહિલાઓના ગંભીર આક્ષેપ, વેપાર કરવા નહીં દેતા હોવાનો દાવો, વીડિયો વાયરલ!
Last Updated: 08:42 AM, 12 November 2026
ADVERTISEMENT
ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમમાં ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે, ત્યાં હવે આશ્રમના વહીવટ અને ટ્રસ્ટ સામે અસંતોષના સૂર સંભળાઈ રહ્યા છે. ખાસ કરીને આશ્રમની આસપાસ વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓએ ટ્રસ્ટના નિર્ણયોને લઈને વિરોધ નોંધાવ્યો છે. મુંબઈના ધારાસભ્ય અને આશ્રમના ટ્રસ્ટી યોગેશ સાગર સામે મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓનો દાવો છે કે યોગેશ સાગર ટ્રસ્ટી બન્યા બાદ તેમને વેપાર કરવા દેવામાં આવતો નથી અને વારંવાર હેરાન કરવામાં આવે છે.
ADVERTISEMENT

મહિલાઓના જણાવ્યા અનુસાર, અગાઉ આશ્રમમાં વર્ષ દરમિયાન માત્ર એક દિવસ વેપાર બંધ રાખવામાં આવતો હતો. જોકે, હવે વારંવાર વેપાર કરવામાં અડચણો ઊભી કરવામાં આવતી હોવાનો તેમનો આક્ષેપ છે. આશ્રમની આસપાસ રોડ પર પાથરણાં પાથરીને વેપાર કરતા લોકોને પણ રોકવામાં આવે છે. જેના કારણે નાના વેપારીઓ અને ખાસ કરીને મહિલાઓની મુશ્કેલીઓ વધી રહી છે.
ADVERTISEMENT
મહિલાઓએ રજૂઆત કરી છે કે તેઓ વર્ષોથી આશ્રમની આસપાસ નાનો-મોટો વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વેપાર તેમની આવકનો મુખ્ય આધાર છે. પરંતુ હવે વારંવાર વેપાર બંધ કરાવવામાં આવતો હોવાના કારણે તેમની રોજીરોટી પર અસર પડી રહી છે. મહિલાઓનું કહેવું છે કે જો તેમને વેપાર જ નહીં કરવા દેવામાં આવે તો પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
ADVERTISEMENT
આ મામલે મહિલાઓએ ટ્રસ્ટના વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનો આક્ષેપ છે કે યોગેશ સાગર ટ્રસ્ટી બન્યા બાદ વેપારીઓને પહેલાંની જેમ વેપાર કરવાની છૂટ મળતી નથી. રોડ પર પાથરણાં પાથરીને રોજગારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તેમને રોકવામાં આવે છે. અગાઉ માત્ર એક દિવસ માટે વેપાર બંધ રાખવાની વ્યવસ્થા હતી, પરંતુ હવે વારંવાર આવી સ્થિતિ સર્જાતી હોવાનો મહિલાઓએ દાવો કર્યો છે. આ વિરોધ દરમિયાન મહિલાઓએ પોતાની રોજીરોટીનો પ્રશ્ન ઉઠાવીને તંત્ર અને ટ્રસ્ટના વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના મતે, આશ્રમમાં આવતા શ્રદ્ધાળુઓને કારણે આસપાસના નાના વેપારીઓને રોજગારી મળે છે. આવી સ્થિતિમાં વેપાર પર વારંવાર પ્રતિબંધો મૂકવાથી અનેક પરિવારોની આવક છીનવાઈ શકે છે.
ADVERTISEMENT
બીજી તરફ, મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલાઓ પોતાનો વિરોધ અને વેપારને લઈને ઊભી થયેલી મુશ્કેલીઓ રજૂ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટ અને વહીવટ સામે ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે, મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે ટ્રસ્ટી યોગેશ સાગર અથવા આશ્રમના વહીવટીતંત્રનો પક્ષ સામે આવ્યો હોવાની માહિતી નથી. હવે આ મામલે આશ્રમના ટ્રસ્ટ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને વેપાર કરીને રોજગારી મેળવતી મહિલાઓની સમસ્યાનો કોઈ ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.