ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ભાઈ બીજ અને બાબા કેદારનો શું છે સંબંધ? જાણો આ દિવસે મંદિરના દરવાજા કેમ થાય છે બંધ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:01 PM, 11 November 2026
1/5
દર વર્ષે ભાઈબીજના દિવસે કેદારનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવે છે. આ પરંપરા પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક માન્યતા મહાભારત કાળની કહેવાય છે. એવું કહેવાય છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી પાંડવોએ પોતાના પાપોની મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની શોધમાં હિમાલય પહોંચ્યા હતા.
2/5
આ યાત્રામાં દ્રૌપદી તેમની સાથે હતી. એવું માનવામાં આવે છે કે પાંડવોએ કેદારનાથમાં ભગવાન શિવની પૂજા કરી હતી. ભાઈબીજના દિવસે તેઓએ તેમના પૂર્વજો માટે તર્પણ કર્યું હતું. એવું કહેવાય છે કે આ પછી તેમને પિતૃઓના આશીર્વાદ મળ્યા અને સ્વર્ગ પ્રાપ્ત થયું
ADVERTISEMENT
3/5
ભાઈબીજ પછી પર્વતોમાં ઠંડી ઝડપથી વધે છે. કેદારનાથ ધામ સમુદ્ર સપાટીથી લગભગ 3,584 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે જાય છે અને ભારે હિમવર્ષા થાય છે. આના કારણે મંદિર અને આસપાસના માર્ગો બરફથી ઢંકાઈ જાય છે, જેના કારણે ભક્તો માટે મંદિર સુધી પહોંચવું મુશ્કેલ બને છે. આ કારણોસર ભાઈબીજના દિવસે મંદિરમાં એક ખાસ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ વૈદિક મંત્રો અને ધાર્મિક રીતિ-રિવાજ સાથે મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે.
4/5
કેદારનાથ મંદિરના દરવાજા બંધ થયા પછી પણ બાબા કેદારની પૂજા ચાલુ રહે છે. બંધ થયા પછી બાબાની ચલ વિગ્રહ ઉત્સવ ડોલીને ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં લઈ જવામાં આવે છે. ઉખીમઠને બાબા કેદારનું શિયાળુ નિવાસસ્થાન માનવામાં આવે છે. આગામી છ મહિના સુધી અહી પૂજા અને ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો ઉખીમઠ પહોચી અને બાબાના દર્શન કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ