ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:45 PM, 12 November 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે સરકારી કર્મચારીઓ કચેરીના કામકાજ માટે જે લેપટોપ કે અન્ય ઉપકરણોનો ઉપયોગ કરે છે, તે નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વિના કાયમી ધોરણે પોતાના ઘરે લઈ જઈ શકશે. નાણાં મંત્રાલય દ્વારા ઉપકરણ ખરીદ નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવી નીતિ હેઠળ કેન્દ્ર સરકારના પાત્ર અધિકારીઓ સરકારી લેપટોપ, ટેબલેટ અને આ પ્રકારના અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો 4 વર્ષ સુધી ઉપયોગ કર્યા બાદ તેને વિનામૂલ્યે પોતાની પાસે રાખી શકશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા નિયમો મુજબ, સરકારી વિભાગો હવે કર સિવાય 1.80 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતા આધુનિક ઉપકરણો ખરીદી શકશે. આ બજેટ હેઠળ એપલના મેકબુક એર અને પ્રો મોડલ જેવા મોંઘા ઉપકરણો પણ ખરીદી શકાશે, પરંતુ તેમાં એક મહત્વની શરત મૂકવામાં આવી છે. 1.80 લાખ રૂપિયાની મર્યાદામાં આવતા ઉપકરણોમાં 'મેક-ઇન-ઇન્ડિયા' (સ્વદેશી) હિસ્સો 40 ટકાથી વધુ હોવો ફરજિયાત છે. જ્યારે આ શરત સિવાયના અન્ય સામાન્ય ઉપકરણો માટે મહત્તમ કિંમતની મર્યાદા કર સિવાય 1.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કિંમતમાં સામાન્ય સોફ્ટવેરનો ખર્ચ પણ સામેલ રહેશે. અગાઉ વર્ષ 2023 માં જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં આ ઉપકરણોની કિંમતની મહત્તમ મર્યાદા અનુક્રમે 1 લાખ રૂપિયા અને 1.30 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.

ADVERTISEMENT
નાણાં મંત્રાલયના નિયમો અનુસાર, અનુભાગ અધિકારી અને તેનાથી ઉપરના હોદ્દા પર ફરજ બજાવતા અધિકારીઓ જ આ ઉપકરણો મેળવવા માટે પાત્ર ગણાશે. નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે સરકારી કામકાજ માટે પાત્ર અધિકારીઓને લેપટોપ, ટેબલેટ, નોટપેડ, અલ્ટ્રાબુક, નોટબુક અને આ શ્રેણીના અન્ય ઉપકરણો ફાળવી શકાશે. 10 નવેમ્બર, 2026 ના રોજ જાહેર કરાયેલા આ નવા કાર્યાલય પરિપત્રે જુલાઈ, 2023 ના જૂના નિર્દેશોનું સ્થાન લીધું છે. નોંધનીય છે કે વર્ષ 2023 ની માર્ગદર્શિકામાં મોબાઇલ ઉપકરણોની ખરીદીનો સ્પષ્ટ ઉલ્લેખ હતો, પરંતુ નવા પરિપત્રમાં મોબાઇલનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
સાતમા કેન્દ્રીય પગાર પંચના પગાર સ્તર-12 અને તેનાથી ઉપરના તમામ સરકારી અધિકારીઓ આ ઉપકરણો મેળવવા માટે સીધા જ પાત્ર રહેશે. બીજી તરફ, પગાર સ્તર-8 થી 11 ના અધિકારીઓમાંથી કોઈપણ વિભાગના મહત્તમ 50 ટકા અધિકારીઓને જ આ ઉપકરણો ફાળવી શકાશે. જોકે, સંબંધિત મંત્રાલય કે વિભાગના સચિવ નાણાકીય સલાહકાર સાથે પરામર્શ કરીને, કામકાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પગાર સ્તરના મંજૂર મહેકમના 75 ટકા સુધીના અધિકારીઓને ઉપકરણો આપવાની મંજૂરી આપી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ‘બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ’માં બચ્ચન પરિવારથી PM મોદી સુધીનો ઉલ્લેખ, કોના વિશે રહ્યા મૌન?
ADVERTISEMENT
નવા નિયમ મુજબ, ઉપકરણની ખરીદીની તારીખથી 4 વર્ષ સુધી તે સરકારની સંપત્તિ ગણાશે. પરંતુ 4 વર્ષ સુધી તેનો સતત ઉપયોગ કર્યા બાદ, સંબંધિત અધિકારી કોઈ પણ કિંમત ચૂકવ્યા વિના તે ઉપકરણ કાયમી ધોરણે પોતાની પાસે રાખી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ