ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 17 વર્ષની દીકરી પર પિતાનું દુષ્કર્મ, ગર્ભવતી બનાવવાના કેસમાં પિતાને બચાવતી માતાની હાઈકોર્ટે કાઢી ઝાટકણી!

ગુજરાત / 17 વર્ષની દીકરી પર પિતાનું દુષ્કર્મ, ગર્ભવતી બનાવવાના કેસમાં પિતાને બચાવતી માતાની હાઈકોર્ટે કાઢી ઝાટકણી!

Published By: Nidhi Panchal

Last Updated: 10:05 AM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં 17 વર્ષીય સગીરા સાથે તેના જ પિતાએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, ફરિયાદ રદ કરાવવા માતાએ જ સહમતી આપી તો DNA રિપોર્ટ જોઈ ગુજરાત હાઈકોર્ટ પણ ચોંકી ઉઠી હતી.

ADVERTISEMENT

કોઈ પણ દીકરી માટે તેનું ઘર સૌથી સુરક્ષિત જગ્યા હોવી જોઈએ, પરંતુ જ્યારે રક્ષણ આપનાર પિતા જ ભક્ષક બની જાય ત્યારે સમાજને હચમચાવી નાખતી ઘટનાઓ સામે આવે છે. પોરબંદરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 17 વર્ષીય સગીરાને તેના જ પિતાએ દુષ્કર્મનો ભોગ બનાવી ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે વધુ ચોંકાવનારી વાત ત્યારે સામે આવી જ્યારે આરોપી પિતાએ પોતાની પત્નીની સહમતીથી ફરિયાદ રદ કરાવવા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે, કોર્ટમાં રજૂ થયેલા DNA રિપોર્ટે સમગ્ર મામલાની હકીકત સામે લાવી દીધી હતી. ત્યારબાદ હાઈકોર્ટે પીડિતાની માતા અને બંને પક્ષના વકીલોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

Gujarat-high-Court

17 વર્ષીય સગીર દીકરી પર પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

મળતી માહિતી મુજબ, ચાલુ વર્ષે પોરબંદરના મરીન પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, તેના પતિએ જ તેમની 17 વર્ષીય સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મના કારણે દીકરી ગર્ભવતી બની હોવાની પણ ફરિયાદમાં વિગતો આપવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને આરોપી પિતાની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પત્નીની સહમતીથી પિતાએ ફરિયાદ રદ કરવા કરી અરજી

આ કેસમાં આરોપી પિતાએ પોતાની પત્ની એટલે કે ફરિયાદીની સહમતીથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં પોલીસ ફરિયાદ રદ કરવાની માગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ફરિયાદી મહિલાએ કોર્ટમાં રજૂ કરેલા એફિડેવિટમાં એવો દાવો પણ કર્યો હતો કે, આવી કોઈ ઘટના બની જ નથી. મહિલાના આ નિવેદનના આધારે આરોપી પક્ષે ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી હતી.

DNA રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો

જોકે, સુનાવણી દરમિયાન પોલીસ તરફથી સગીરાના ગર્ભનો DNA રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સગીરાના ગર્ભના DNA તેના પિતા સાથે મેચ થયા હોવાનું સામે આવ્યું હતું. એટલે કે, પિતા જ સગીરાના ગર્ભનું કારણ હોવાની હકીકત DNA રિપોર્ટથી સામે આવી હતી. એક તરફ માતા આવી કોઈ ઘટના બની જ ન હોવાનો દાવો કરી રહી હતી, જ્યારે બીજી તરફ વૈજ્ઞાનિક પુરાવા સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી રહ્યા હતા. આ રિપોર્ટ સામે આવતાં જ હાઈકોર્ટનો મિજાજ બદલાયો હતો અને કોર્ટે સમગ્ર મામલે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.

'તમારા જેવી માતા હોય એના કરતાં ન હોય એ સારું'

DNA રિપોર્ટ સામે આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે ફરિયાદી માતાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે, ખરેખરમાં તો ફરિયાદી મહિલા સામે જ પોલીસે ફરિયાદ નોંધવાની જરૂર છે. દીકરી સાથે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં માતા ફરિયાદ રદ કરાવવા માટે સહમતી આપી રહી હોવા બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કોર્ટે કડક શબ્દોમાં ટકોર કરતાં કહ્યું હતું કે, 'દીકરીને તમારા જેવી મા હોય એના કરતાં તો ન હોય એ સારું.'

બંને તરફથી હાજર રહેલા વકીલોને પણ આડે હાથ લીધા

હાઈકોર્ટે માત્ર ફરિયાદી માતા જ નહીં, પરંતુ અરજદાર અને ફરિયાદી બંને તરફથી હાજર રહેલા વકીલોને પણ આડે હાથ લીધા હતા. કોર્ટે વકીલોને ટકોર કરતાં કહ્યું હતું કે, 'ફક્ત પૈસા મેળવવા માટે કોઈપણ કામ કરાય નહીં.' વકીલ તરીકે પોતાની પણ કેટલીક જવાબદારીઓ હોય છે અને દરેક કેસમાં નૈતિક જવાબદારીનું ધ્યાન રાખવું જરૂરી છે. કોર્ટની આ ટકોરથી સમગ્ર સુનાવણી દરમિયાન ગંભીર માહોલ જોવા મળ્યો હતો.

આરોપી સામે 16 ગુના નોંધાયેલા હોવાની સરકારી વકીલની રજૂઆત

સુનાવણી દરમિયાન અરજદાર અને ફરિયાદી તરફથી હાજર રહેલા વકીલોએ અરજી પરત ખેંચવા માટે અનેક રજૂઆતો કરી હતી. જોકે, હાઈકોર્ટે આ મામલે સખત વલણ અપનાવ્યું હતું અને ફરિયાદ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આરોપી પિતા સામે અગાઉથી જ કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, આરોપી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ પણ આરોપી છે.

આ પણ વાંચો : યોગેશ સાગર સામે મહિલાઓના ગંભીર આક્ષેપ, વેપાર કરવા નહીં દેતા હોવાનો દાવો, વીડિયો વાયરલ!

આ તમામ વિગતો અને DNA રિપોર્ટને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાની માગણી સ્વીકારી નહોતી. સુનાવણી દરમિયાન કોર્ટની આકરી ટકોર બાદ ફરિયાદી માતા નીચું મોઢું રાખીને ઝડપથી કોર્ટરૂમની બહાર નીકળી ગઈ હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટે આપેલો સંદેશ સ્પષ્ટ છે કે, સગીર દીકરી સાથે થયેલા ગંભીર ગુનામાં પુરાવા અને ન્યાયની પ્રક્રિયાને અવગણીને માત્ર ફરિયાદ રદ કરાવવાની માગ સ્વીકારી શકાય નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar Crime Gujarat High Court Minor Girl Case

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ