ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતના નિકાસ ક્ષેત્રને વેગ આપવા સરકારનો મોટો નિર્ણય, 'ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'ની સ્થાપના
Last Updated: 03:27 PM, 9 November 2026
ADVERTISEMENT
ગુજરાતના નિકાસ ક્ષેત્રને વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ 'ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'ની સત્તાવાર સ્થાપના કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મુખ્ય કાર્યાલય ધરાવતી આ કંપની સંપૂર્ણપણે રાજ્ય સરકારની માલિકીની રહેશે, રાજ્યના એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારમાં આગળ વધવા મળશે મદદ મળશે. દરેક જિલ્લામાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન તૈયાર કરાશે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બનેલું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ કાઉન્સિલનું સમગ્ર સંચાલન કરશે.
ADVERTISEMENT
નિકાસ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે નિકાસ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ સંસ્થા રાજ્યના નાના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ અને નવા સાહસિકોને પોતાના ઉત્પાદનો વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મદદ કરશે. જિલ્લાવાર નિકાસની શક્યતાઓને ઓળખીને તે અનુસાર 'ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન' તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં તૈયાર થતી ચીજવસ્તુઓ અને ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત 'ગ્લોબલ બ્રાન્ડ' તરીકે સ્થાપિત કરવાનો આ કાઉન્સિલનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ H-1B ધારકોને પરેશાન કરવા અમેરિકાને ભારે પડશે! 'ઈન્ડિયાસ્પોરા'ની ખુલ્લી ચેતવણી
MSME અને સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક બજારમાં પ્રવેશ માટે સહયોગ
ADVERTISEMENT
GEPCનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના MSME એકમો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડવાનો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરતા હોવા છતાં વિદેશી બજારની માંગ, નિકાસ પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય નિયમો અને જરૂરી પ્રમાણપત્રોની જાણકારીના અભાવે નિકાસની પૂરતી તકો મેળવી શકતા નથી. GEPC આવા ઉદ્યોગોને બજારની ઓળખ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશવાની વ્યૂહરચના, બિઝનેસ કન્સલ્ટન્સી, મેન્ટરિંગ અને હેન્ડહોલ્ડિંગ જેવી સેવાઓ પૂરી પાડશે. ઉદ્યોગસાહસિકો અને નિકાસકારોની ક્ષમતા વધારવા તાલીમ, વર્કશોપ, સેમિનાર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત દેશ-વિદેશના વેપાર મેળા અને માર્કેટિંગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સરકારી સંસ્થાઓ તથા વેપારી સંગઠનોના સહયોગથી તકો ઊભી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો