ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:01 AM, 9 November 2026
ADVERTISEMENT
અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટી રોડ પર ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. કોમર્શિયલ બિલ્ડિંગના કેટલાક યુવકો અને નજીકની સોસાયટીના રહીશો વચ્ચે શરૂ થયેલી બોલાચાલી બાદ બંને જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન 20થી 25 લોકોનું ટોળું ધોકા અને હથિયારો સાથે સોસાયટીના સભ્યો પર તૂટી પડ્યું હોવાનો આક્ષેપ છે. મારામારીમાં સોસાયટીના 4થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ વધુ વણસતાં એક વ્યક્તિએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા એક કોમર્શિયલ બિલ્ડિંગ અને નજીકની સોસાયટીના રહીશો વચ્ચે ફટાકડા ફોડવા બાબતે વિવાદ થયો હતો. મળતી માહિતી પ્રમાણે, કોમર્શિયલ બિલ્ડિંગના ત્રણ યુવકો સોસાયટીની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે સોસાયટીના રહીશોએ તેમને ફટાકડા ફોડવાની ના પાડી હતી. જોકે, યુવકોએ રહીશોની વાતને અવગણીને ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતું.થોડીવાર બાદ ત્રણેય યુવકો ફરીથી ત્યાં આવ્યા હતા અને રોકેટ સળગાવ્યું હતું. આ રોકેટ સોસાયટીના સભ્યો પર પડતાં રહીશોએ ફરી વિરોધ કર્યો હતો. ફટાકડા ફોડવાની મનાઈ કરતાં યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને અહીં જ ફટાકડા ફોડશે, તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવકોએ અન્ય લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ 20થી 25 લોકોનું ટોળું ધોકા અને હથિયારો સાથે સોસાયટીના રહીશો પાસે પહોંચ્યું હતું. બંને જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને ત્યારબાદ મારામારી શરૂ થઈ હતી.આ મારામારીમાં સોસાયટીના 4થી 5 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હવે ગંભીર બની ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી હતી.
ADVERTISEMENT
મારામારી દરમિયાન પરિસ્થિતિ વધુ વણસતાં સોસાયટીના એક વ્યક્તિએ સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી પિસ્તોલ કાઢી હતી. તેણે હવામાં 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હવામાં ગોળીબાર થતાં જ ટોળામાં રહેલા લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.ફાયરિંગ બાદ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં હવામાં ફાયરિંગ કરવામાં આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો અને પોલીસ તપાસનો વિષય બન્યો હતો.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે પોલીસમાં ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો પ્રમાણે, હવામાં ફાયરિંગ કરનાર વ્યક્તિ આ કેસમાં ફરિયાદી છે. તેની પાસે પિસ્તોલનું કાયદેસર લાયસન્સ હોવાનું પણ જાણવા મળ્યું છે.પ્રાથમિક માહિતી પ્રમાણે, હિંસક ટોળાના હુમલા સામે સ્વબચાવમાં અને મામલો વધુ ન વકરે તે માટે તેણે હવામાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, ફાયરિંગ પાછળના સંજોગો અને સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
સાયન્સ સિટી રોડ પર બનેલી આ ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને પક્ષોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. ફટાકડા ફોડવા બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી અને ફાયરિંગ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.હાલમાં પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ