ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર ગગડવા છતાં રોકાણકારો થયા માલામાલ, દિવાળીના દિવસે થઈ 2 લાખ કરોડ રૂપિયાની કમાણી
Last Updated: 05:21 PM, 8 November 2026
ADVERTISEMENT
દિવાળીના પાવન અવસરે યોજાયેલા વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન શેરબજારમાં રોકાણકારોની દિવાળી ખરા અર્થમાં ધામધૂમથી ઉજવાઈ હતી. બજારમાં સામાન્ય ઘટાડો જોવા મળવા છતાં રોકાણકારોના પોર્ટફોલિયો ગ્રીન ઝોનમાં બંધ થયા હતા અને રોકાણકારોએ આ ખાસ તહેવાર પર આશરે 2 લાખ કરોડ રૂપિયાની જંગી કમાણી કરી હતી.
ADVERTISEMENT
દિવાળીના અવસરે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં શરૂઆતમાં નરમાાઈ જોવા મળી હતી. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ ભારે ઉતાર ચઢાવ બાદ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. નિફ્ટી 43 અંક એટલે કે 0.18 ટકા ઘટીને 2498 અંક પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 28 અંક ઘટીને 80,999 અંક પર બંધ થયો હતો. આ ઉપરાંત બેન્ક નિફ્ટીમાં 235 અંકનો ઘટાડો નોંધાયો હતો અને તે 58,850 અંક પર બંધ થયો હતો.

ADVERTISEMENT
બોમ્બે સ્ટોક એક્સચેન્જના ટોચના 30 શેરોમાંથી 16 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે 14 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. આ દરમિયાન સૌથી વધુ તેજી સન ફાર્મા અને ટાટા સ્ટીલના શેરોમાં નોંધાઈ હતી. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ જેવા શેરોમાં પણ રોકાણકારો દ્વારા સારી ખરીદી કરવામાં આવી હતી.

ADVERTISEMENT
મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સૌથી વધુ ખરીદી ફિનોલેક્સ કેબલ્સના શેરોમાં જોવા મળી હતી, જે 20 ટકાના અપર સર્કિટ સાથે 1,309 રૂપિયાની સપાટી પર પહોંચી ગયા હતા. આની સાથે જ બેન્કો પ્રોડક્ટ્સના શેરોમાં 14 ટકાની તેજી રહી હતી. આર. આર. કેબલના શેરોમાં 10 ટકા, ડિવિઝ લેબોરેટરીઝના શેરોમાં 7 ટકાથી વધુ, મોતીલાલ ઓસવાલના શેરોમાં 4 ટકા અને અશોક લેલેન્ડના શેરોમાં પણ 4 ટકાનો વધારો નોંધાયો હતો.
ADVERTISEMENT
ઘટાડાવાળા શેરોની વાત કરીએ તો વોલ્ટાઝના શેરોમાં 4 ટકા, સાઈ લાઈફ સાયન્સમાં 2.30 ટકા, સ્ટર્લાઇટ ટેકનોલોજીઝમાં 2 ટકા અને ડેટા પેટર્ન્સના શેરોમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય એન.એચ.પી.સી. અને એલ.એન્ડ.ટી. ફાઈનાન્સના શેર પણ 1 ટકાથી વધુ નીચે સરક્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
શેરબજારમાં એકંદરે ઘટાડો હોવા છતાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સક્રિયતાના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન વધ્યું હતું. બી.એસ.ઈ.નું માર્કેટ કેપ 503 લાખ કરોડ રૂપિયાથી વધીને 505 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોએ અંદાજે 2 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કુલ 4,454 શેરોમાંથી 3,253 શેરોમાં તેજી રહી હતી, 947 શેર ઘટાડા સાથે બંધ થયા હતા અને 254 શેરોના ભાવ અપરિવર્તિત રહ્યા હતા. આ દરમિયાન 130 શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા, જ્યારે 56 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે રહ્યા હતા. આ ઉપરાંત 18 શેરોમાં અપર સર્કિટ અને 42 શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી.

મુહૂર્ત ટ્રેડિંગ પાછળનું મુખ્ય કારણ આપણી ભારતીય પરંપરા અને કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવાની માન્યતા છે. હિન્દુ ધર્મમાં દિવાળીના દિવસે ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી એવા માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવી ગાઢ માન્યતા છે કે દિવાળીના શુભ મુહૂર્તમાં નવો વેપાર કે રોકાણ શરૂ કરવાથી આખા વર્ષ દરમિયાન સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
'લગ્ન કેમ નથી કરાવતો' મહીસાગરમાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, લાશ નદીમાં ફેંકી દીધી
આ જ ધાર્મિક પરંપરાને અનુસરીને શેરબજારના રોકાણકારો દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં શેરની ખરીદી કરીને નવા નાણાકીય વર્ષની ઉત્તમ શરૂઆત થાય તેવી શુભકામના રાખે છે. જોકે, આ એક ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થા છે, અને મુહૂર્તમાં શેર ખરીદવાથી નફાની કોઈ ચોક્કસ ખાતરી મળતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો