ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાસીરનગર ડિમોલિશન બાદ આવાસ ફાળવણીથી પાલિકાનો ઇનકાર, ઘર તૂટ્યા બાદ દેખાયા નિયમ!

ગુજરાત / નાસીરનગર ડિમોલિશન બાદ આવાસ ફાળવણીથી પાલિકાનો ઇનકાર, ઘર તૂટ્યા બાદ દેખાયા નિયમ!

Published By: Nidhi Panchal

Last Updated: 01:53 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોના ઘર તૂટી ગયાં ત્યારે કોઈ નિયમ યાદ ન આવ્યો, પરંતુ હવે અસરગ્રસ્તોને આવાસ આપવાની વાત આવી ત્યારે તંત્રને નિયમો યાદ આવી ગયા! સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અસરગ્રસ્ત પરિવારોને આવાસ ફાળવવાના મુદ્દે પાલિકાએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે.

ADVERTISEMENT

એક તરફ લોકોનાં ઘર તૂટી ગયાં છે અને બીજી તરફ હવે તેમને આવાસ આપવાની જવાબદારી કોની તે મુદ્દે તંત્રમાં ધક્કા ખાવાની સ્થિતિ સર્જાઈ છે. સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ડિમોલિશન દરમિયાન અસરગ્રસ્ત બનેલા લોકોને આવાસ ફાળવવાની વાત સામે આવતાં જ પાલિકા તંત્રએ પોતાના હાથ ઊંચા કરી દીધા છે. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે લોકોનાં મકાનો તોડવામાં આવ્યાં ત્યારે નિયમો કેમ યાદ ન આવ્યા અને હવે અસરગ્રસ્તોને ઘર આપવાની વાત આવી ત્યારે નિયમોનું કારણ કેમ આગળ ધરવામાં આવી રહ્યું છે?

Dimolation.jpg

મળતી માહિતી મુજબ, નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારોને આવાસ ફાળવવાનો મુદ્દો મહત્ત્વનો બન્યો છે. પોતાનાં ઘર ગુમાવનારા લોકોને હવે રહેઠાણની વ્યવસ્થા મળે તેવી અપેક્ષા છે. જોકે, આ મામલે સુરત મહાનગરપાલિકાના વલણથી અસરગ્રસ્તોની મુશ્કેલી વધી શકે છે. આવાસ ફાળવવાના મુદ્દે તંત્રએ સીધી જવાબદારી લેવાને બદલે સમગ્ર મામલો કમિટી સમક્ષ મોકલ્યો છે.

પાલિકા કમિશનરે કમિટીને મોકલી દરખાસ્ત

આવાસ ફાળવણીના મુદ્દે પાલિકા કમિશનરે કમિટીને દરખાસ્ત મોકલીને જાણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. પાલિકા તરફથી એવો અભિગમ અપનાવવામાં આવ્યો છે કે દબાણકર્તાઓને આવાસ ફાળવવા માટે કોઈ નીતિ કે પોલિસી ઉપલબ્ધ નથી. એટલે અસરગ્રસ્તોને મકાન ફાળવવાના મુદ્દે પાલિકા તંત્ર હાલ નિયમો અને નીતિનો હવાલો આપી રહ્યું છે.

હાઈકોર્ટમાં બાંહેધરી બાદ પાલિકાને યાદ આવ્યા નિયમો!

આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચા હાઈકોર્ટમાં આપવામાં આવેલી બાંહેધરીને લઈને થઈ રહી છે. હાઈકોર્ટમાં અસરગ્રસ્તોને મકાન ફાળવવાની બાંહેધરી આપવામાં આવ્યા બાદ હવે પાલિકા તંત્રને નિયમો યાદ આવ્યા છે. પાલિકાનું કહેવું છે કે દબાણકર્તાઓને આવાસ આપવાની કોઈ નીતિ નથી. જેના કારણે હવે આવાસ ફાળવણીનો મુદ્દો વધુ ગૂંચવાયો છે.

ઘર તૂટ્યાં ત્યારે નિયમો કેમ ન દેખાયા?

આ મામલે સૌથી મોટો સવાલ પાલિકાના અધિકારીઓની કામગીરી સામે ઊભો થઈ રહ્યો છે. જ્યારે નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી અને લોકોનાં ઘર તૂટી ગયાં, ત્યારે અધિકારીઓને નિયમો કેમ યાદ ન આવ્યા? તે સમયે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન અને આવાસની વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કેમ કરવામાં ન આવી? હવે જ્યારે લોકોને આવાસ આપવાની વાત આવી છે ત્યારે નિયમો અને પોલિસીનો મુદ્દો આગળ ધરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : બાબરામાં 14 વર્ષીય સગીરા સાથે દુ*ષ્કર્મ, પોલીસકર્મીને 20 વર્ષની કેદ અને ₹18 હજારનો દંડ!

એક તરફ ઘર ગુમાવનારા પરિવારો માટે રહેવાની વ્યવસ્થા મહત્ત્વનો પ્રશ્ન છે, તો બીજી તરફ પાલિકા તંત્રની નીતિના અભાવે મામલો અટવાયેલો જોવા મળી રહ્યો છે. કમિટીને મોકલવામાં આવેલી દરખાસ્ત બાદ હવે આવાસ ફાળવણી અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે. નાસીરનગરના ભૂતિયા ડિમોલિશન મામલે હવે સવાલ માત્ર મકાનો તૂટવાનો નથી, પરંતુ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અને રહેઠાણ મળશે કે કેમ તેનો પણ છે. હાઈકોર્ટમાં આપવામાં આવેલી બાંહેધરી બાદ પાલિકા કયા નિયમો અને નીતિના આધારે આગળ વધે છે તે જોવું મહત્ત્વનું રહેશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nasirnagar Housing Allocation Surat Demolition

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ