ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાબરામાં 14 વર્ષીય સગીરા સાથે દુ*ષ્કર્મ, પોલીસકર્મીને 20 વર્ષની કેદ અને ₹18 હજારનો દંડ!

ગુજરાત / બાબરામાં 14 વર્ષીય સગીરા સાથે દુ*ષ્કર્મ, પોલીસકર્મીને 20 વર્ષની કેદ અને ₹18 હજારનો દંડ!

Published By: Nidhi Panchal

Last Updated: 01:25 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેના ખભા પર લોકોની સુરક્ષાની જવાબદારી હોય, જ્યારે એ જ વ્યક્તિ ગંભીર ગુનામાં સંડોવાય ત્યારે કાયદો શું સજા આપે છે? અમરેલીના બાબરામાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપીને આરોપી પોલીસકર્મીને 20 વર્ષની સખત કેદ ફટકારી છે.

ADVERTISEMENT

અમરેલી જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મના ચકચારી કેસમાં આખરે ન્યાયિક કાર્યવાહીનો મહત્ત્વપૂર્ણ પડાવ સામે આવ્યો છે. કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા પોલીસકર્મી સામે જ ગંભીર ગુનાનો આરોપ સાબિત થતાં સ્પેશિયલ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. બાબરામાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂ. 18 હજારનો દંડ ભરવાનો પણ આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ, બાબરામાં પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણે 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈને પીડિતાના પરિવાર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. સગીરા સાથે બનેલી આ ગંભીર ઘટનાના પગલે પોલીસકર્મી સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

amreli-2

29 મે 2025ના રોજ નોંધાઈ હતી ફરિયાદ

આ કેસમાં 29 મે 2025ના રોજ આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 14 વર્ષીય સગીરા સાથે બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને કેસની તપાસ અને ત્યારબાદ ન્યાયિક કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.

સ્પેશિયલ કોર્ટે સંભળાવ્યો મહત્વનો ચુકાદો

આ કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ. 18 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોલીસકર્મી સામેના આ ગંભીર કેસમાં કોર્ટે આપેલા ચુકાદાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : બહુચરાજી મંદિરની દાનપેટીમાંથી 10 દિવસમાં મળ્યા ₹2.25 કરોડ, દાનની ગણતરી હજુ ચાલુ!

સગીરાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

સજા અને દંડ ઉપરાંત કોર્ટે પીડિત સગીરાના વળતર અંગે પણ મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સગીરાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આમ, અમરેલીના બાબરામાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપી પોલીસકર્મીને 20 વર્ષની સખત કેદ, રૂ. 18 હજારનો દંડ અને પીડિતાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Officer Punishment Amreli Crime Rape Case Verdict

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ