ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વરસાદે બચાવી ભારતની લાજ, બીજી વનડેમાં ભારતની રોમાંચક જીત, DLSથી જીતી મેચ

ક્રિકેટ / વરસાદે બચાવી ભારતની લાજ, બીજી વનડેમાં ભારતની રોમાંચક જીત, DLSથી જીતી મેચ

Published By: Hiralal Parmar

Last Updated: 04:43 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની રોમાંચક જીત થઈ છે. જોકે ભારતે DLSથી મેચ જીતી હતી.

ADVERTISEMENT

ઈન્દ્રદેવે ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની લાજ બચાવી લીધી હતી. 135 રનનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 26 ઓવરમાં 7 વિકેટે 113 રન બનાવી લીધા હતા ત્યારે વરસાદ શરૂ થયો. ભારતને જીતવા માટે 22 રનની જરૂર હતી. જોકે, 15 ઓવર બાકી હતી. કેએલ રાહુલ અને આકિબ નબી ક્રીઝ પર હતા. રાહુલ 26 રન પર અને આકિબ 1 રન પર હતા. ટીમ ઈન્ડિયા ડીએલએસ પદ્ધતિ હેઠળ 4રનથી આગળ હતી. પરિણામે, જ્યારે મેચ પૂર્ણ કર્યા વિના ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરીને પરિણામ નક્કી કરવામાં આવ્યું, ત્યારે ટીમ ઈન્ડિયા 4 રનથી જીતી ગઈ હતી.

વરસાદને કારણે મેચ 47-47 ઓવરની કરાઈ

વરસાદને કારણે મેચ 47-47 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા યજમાન ન્યુઝીલેન્ડ 41 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ટીમ તરફથી ડેરિલ મિશેલે 5 ચોગ્ગા અને 2 છગ્ગા સહિત 55 રન બનાવ્યા. કેપ્ટન મિશેલ સેન્ટનરે 31 રન બનાવ્યા. અન્ય કોઈ બેટ્સમેન 15 રન સુધી પહોંચી શક્યો નહીં. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી ગુર્નુર બ્રારે સૌથી વધુ 4 વિકેટ લીધી. આકિબ નબી, અંશુલ કંબોજ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી.

135 રનનો ટાર્ગેટ હાંસલ કરતાં ભારતને પડ્યો પરસેવો

135 રનનો પીછો કરતાં ભારતને પરસેવો પડી ગયો હતો. ટીમ ઈન્ડિયા નાના લક્ષ્યનો પીછો કરવામાં કંગાળ સ્થિતિમાં હતી. કેપ્ટન શુભમન ગિલ (0), રોહિત શર્મા (23) અને વિરાટ કોહલી (07) બધા નિષ્ફળ ગયા. 47 રનમાં ચાર વિકેટ પડી ગઈ. આ પછી, ભારત માટે જીત ખૂબ જ મુશ્કેલ લાગી રહી હતી. ત્યારબાદ, કેએલ રાહુલ (26*) અને શ્રેયસ ઐયરે પાંચમી વિકેટ માટે 39 રન (43 બોલ) ની ભાગીદારી કરીને ટીમને થોડી સ્થિરતા આપી. ઐયરની પાંચમી વિકેટ 86 રન પર પડી. ઐયરે 46 બોલમાં 30 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ રાહુલે નમન ધીર સાથે છઠ્ઠી વિકેટ માટે 22 રન (28 બોલ) ઉમેર્યા. નમન ધીર આઉટ થતાં છઠ્ઠી વિકેટ 108 રનના સ્કોર પર પડી. તેણે 16 બોલમાં બે ચોગ્ગા સાથે 12 રન બનાવ્યા. અંશુલ કંબોજ (01) 111 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ આકિબ નબી ક્રીઝ પર આવ્યા. વરસાદે મેચ રોકી તે પહેલાં રાહુલ અને આકિબ નબીએ સ્કોર 113 સુધી પહોંચાડ્યો. સદનસીબે, ટીમ ઈન્ડિયા ચાર રનથી આગળ હતી, તેથી તેઓ જીતી ગયા. ન્યૂઝીલેન્ડ તરફથી કાયલ જેમીસન અને જેકબ ડફીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. મેથ્યુ ફિશરે એક વિકેટ લીધી. બીજી મેચમાં જીત સાથે, ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs NZ 2nd ODI IND vs NZ 2nd ODI news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ