ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / 40 કરોડ આપો તો જ IPLમાં રોકાઈશું, બે સ્ટાર ખેલાડીઓની ફ્રેન્ચાઇઝી સામે મોટી માગ, એકને જોઈએ કેપ્ટન્સી!
Last Updated: 11:35 AM, 6 November 2026
ADVERTISEMENT
IPLમાં અત્યાર સુધી ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થતો આવ્યો છે પરંતુ હવે આ આંકડો પણ નાનો પડતો હોય એવું લાગી રહ્યું છે. IPL 2028ના મેગા ઓક્શન પહેલાં જ બે મોટા ખેલાડીઓએ પોતાની ફ્રેન્ચાઇઝી સામે એવી શરત મૂકી છે, જેને કારણે ટીમ માલિકોની ઊંઘ ઊડી શકે છે. અહેવાલો અનુસાર આ બંને ખેલાડીઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો તેમને ટીમમાં જાળવી રાખવા હોય તો ઓછામાં ઓછા 40 કરોડ આપવા પડશે. એટલું જ નહીં એક ખેલાડીએ તો આ મોટી રકમની સાથે ટીમની કેપ્ટનશિપની માગણી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
40 કરોડ નહીં મળે તો ટીમ છોડી શકે છે સ્ટાર ખેલાડીઓ
એહવાલ મુજબ ઓછામાં ઓછા બે દિગ્ગજ ખેલાડીઓએ પોતાની ફ્રેન્ચાઇઝીને રિટેન્શન માટે 40 કરોડની અપેક્ષા જણાવી છે. આ ખેલાડીઓનું માનવું છે કે તેમની પ્રતિભા, પ્રદર્શન અને માર્કેટમાં રહેલી માંગને જોતાં તેમને આટલી મોટી રકમ મળવી જોઈએ. જેની ખાસ વાત એ છે કે ખેલાડીઓનાં નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એક ખેલાડીએ તો પૈસાની સાથે કેપ્ટનશિપની શરત પણ મૂકી હોવાનું સામે આવ્યું છે. એટલે હવે ફ્રેન્ચાઇઝીઓએ માત્ર ખેલાડીને જાળવી રાખવાનો નિર્ણય નથી કરવાનો, પરંતુ ટીમનું નેતૃત્વ કોના હાથમાં સોંપવું તે અંગે પણ વિચારવું પડશે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમ IPL 2027ની રિટેન્શન પ્રક્રિયા પહેલાં સામે આવ્યો છે. તમામ ફ્રેન્ચાઇઝીઓએ 17 નવેમ્બર 2026 સુધીમાં પોતાના રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓની યાદી આપવાની છે. ત્યારબાદ 16 ડિસેમ્બરે ગોવામાં મિની ઓક્શન યોજાવાનું છે. IPL 2027 બાદ 2028ની મેગા ઓક્શન યોજાવાની હોવાથી ખેલાડીઓ અત્યારથી જ આગામી સિઝન માટે પોતાની કિંમત નક્કી કરાવવાના મૂડમાં છે.
ટીમોનું સેલરી પર્સ વધશે?
ADVERTISEMENT
IPL 2025 મેગા ઓક્શનમાં દરેક ફ્રેન્ચાઇઝી પાસે 120 કરોડ રૂપિયાનું પર્સ હતું. IPL 2027 માટે તે વધીને 130 કરોડ રૂપિયા થયું છે. જ્યારે 2028 મેગા ઓક્શનમાં પર્સ આશરે 150 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે, જોકે BCCIએ તેની ઓફીશીયલ પુષ્ટિ કરી નથી.જો કોઈ ખેલાડીને 40 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવે તો સંભવિત 150 કરોડ રૂપિયાના કુલ બજેટનો 26 ટકાથી વધુ ભાગ એક જ ખેલાડી પર ખર્ચાઈ જશે. આથી બાકીના ખેલાડીઓને ખરીદવા અને મજબૂત ટીમ તૈયાર કરવા માટે ફ્રેન્ચાઇઝી પાસે મર્યાદિત રકમ બચશે.
BCCIના રિટેન્શન નિયમોમાં પણ થઈ શકે છે ફેરફાર
ADVERTISEMENT
છેલ્લા મેગા ઓક્શન પહેલાં BCCIએ ખેલાડીઓને રિટેન કરવા માટે 18 કરોડ, 14 કરોડ અને 11 કરોડ રૂપિયાના સ્લેબ નક્કી કર્યા હતા. જોકે ફ્રેન્ચાઇઝીઓને આ નિર્ધારિત રકમ કરતાં વધારે ચૂકવણી કરવાની છૂટ હતી, પરંતુ અસલી રકમ જાહેર કરવી જરૂરી હતી. પાંચ ખેલાડીઓને રિટેન કરનારી ટીમના પર્સમાંથી ઓછામાં ઓછા 75 કરોડ રૂપિયાની કપાત થતી હતી. જો ખેલાડીઓને ચૂકવવામાં આવતી કુલ રકમ આના કરતાં વધારે હોય તો અસલી રકમ પ્રમાણે કપાત કરવામાં આવતી હતી.
ADVERTISEMENT
જેની રસપ્રદ વાત એ છે કે અગાઉ મેગા ઓક્શન પહેલાં રિટેન્શનની આખી સિસ્ટમ જ હટાવી દેવાનો વિચાર પણ સામે આવ્યો હતો. તેના બદલે તમામ ટીમોને માત્ર Right to Match કાર્ડ દ્વારા ખેલાડીઓને પાછા ખરીદવાની તક આપવાની ચર્ચા થઈ હતી. આ પ્રસ્તાવ પાછળનો તર્ક એવો હતો કે હરાજી દ્વારા જ ખેલાડીની સાચી માર્કેટ કિંમત નક્કી થવી જોઈએ અને ફ્રેન્ચાઇઝીઓએ પહેલેથી જ મોટી રકમ ચૂકવવાની ફરજ ન પડવી જોઈએ. જોકે તેની સામે એવી દલીલ પણ હતી કે RTMની અપેક્ષાએ હરાજીમાં બિડિંગ બિનજરૂરી રીતે વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ