ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:43 AM, 4 November 2026
ADVERTISEMENT
અમેરિકાના રાજકારણમાં એક ચૂંટણી પરિણામે મોટો ઉલટફેર સર્જ્યો છે. જે પાર્ટી અત્યાર સુધી સત્તાના મહત્વના ગૃહ પર પોતાનું નિયંત્રણ જાળવી રહી હતી, તેને હવે મતદારોએ મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પાર્ટી પાસેથી નિયંત્રણ મેળવીને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી છે. આ પરિણામ બાદ ટ્રમ્પે પોતાની હાર સ્વીકારી છે અને ડેમોક્રેટ્સ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી છે.
ADVERTISEMENT

ચૂંટણીમાં મળેલી હાર અંગે ટ્રમ્પે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણીનાં પરિણામો સ્વીકારે છે અને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છે. જોકે, ટ્રમ્પે એવું પણ કહ્યું કે તેઓ મતદાનમાં સામેલ નહોતા. જો તેઓ મતદાનમાં હોત તો તેમની પાર્ટીએ મોટા પાયે જીત મેળવી હોત. આ સાથે તેમણે અમેરિકાના મતદારોનો આભાર માન્યો હતો. ખાસ વાત એ છે કે ચૂંટણીનાં પરિણામો અંગે ટ્રમ્પે કોઈ અફસોસ વ્યક્ત કર્યો નથી.
ADVERTISEMENT
ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે, સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીએ 51 બેઠકો પર કબજો કર્યો છે, જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 39 બેઠકો મળી છે. આ સાથે ડેમોક્રેટ્સે સેનેટમાં બહુમતી મેળવી છે અને બે બેઠકોની સરસાઈ મેળવી છે. અમેરિકાની સેનેટમાં કુલ 100 બેઠકો હોય છે. દરેક રાજ્યમાંથી બે સેનેટર ચૂંટાય છે અને તેમનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. સેનેટમાં બહુમતી મેળવવા માટે ઓછામાં ઓછી 51 બેઠકો જરૂરી છે.
ADVERTISEMENT
પ્રતિનિધિ ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ ડેમોક્રેટિક પાર્ટીએ મજબૂત પ્રદર્શન કર્યું છે. ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યા સુધીમાં ડેમોક્રેટિક પાર્ટીએ 154 બેઠકો જીતી હતી અને 107 બેઠકો પર આગળ ચાલી રહી હતી. બીજી તરફ, રિપબ્લિકન પાર્ટીએ 101 બેઠકો જીતી હતી અને 62 બેઠકો પર આગળ હતી. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કુલ 435 બેઠકો છે અને બહુમતી મેળવવા માટે ઓછામાં ઓછી 218 બેઠકો જીતવી જરૂરી છે. આ ગૃહના સભ્યોનો કાર્યકાળ બે વર્ષનો હોય છે.
ADVERTISEMENT
મધ્યસત્ર ચૂંટણીમાં ગવર્નરની બેઠકો પર પણ ડેમોક્રેટિક પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યા સુધીના આંકડા અનુસાર, ડેમોક્રેટિક પાર્ટીએ 22 ગવર્નરશીપ જીતી હતી, જ્યારે રિપબ્લિકન પાર્ટીને માત્ર 13 ગવર્નરશીપ મળી હતી. જોકે, હજુ પણ 15 બેઠકોનાં પરિણામો જાહેર થવાનાં બાકી હતાં. આમ, ગવર્નરની ચૂંટણીમાં પણ ડેમોક્રેટ્સે રિપબ્લિકન પાર્ટી કરતાં વધુ બેઠકો મેળવી હતી.
ADVERTISEMENT
આ ચૂંટણીમાં ડેમોક્રેટ્સે કેટલીક એવી બેઠકો પર પણ જીત મેળવી છે, જ્યાં લાંબા સમયથી રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ હતું. ઉત્તર કેરોલિનામાં ડેમોક્રેટિક પાર્ટીએ એવો જિલ્લો જીત્યો છે, જે 15 વર્ષથી વધુ સમયથી રિપબ્લિકન પાર્ટીના કબજામાં હતો. આ ઉપરાંત પેન્સિલવેનિયા, કેન્ટુકી અને કોલોરાડો જેવા રાજ્યોમાં પણ ડેમોક્રેટ્સે બેઠકો જીતી છે.
ADVERTISEMENT
ટેક્સાસ અને ફ્લોરિડા સહિતનાં કેટલાંક રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીએ મધ્યસત્ર ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે જિલ્લાઓની સીમાઓમાં ફેરફાર કર્યા હતા. તેમ છતાં ડેમોક્રેટિક પાર્ટીએ નવા નિર્ધારિત કેટલાક વિસ્તારોમાં પણ જીત મેળવીને રિપબ્લિકન પાર્ટીને મોટો પડકાર આપ્યો છે. ડેમોક્રેટ્સે રિપબ્લિકનના કબજાવાળી અનેક બેઠકો પર જીત મેળવી હતી. એટલું જ નહીં, કેટલીક એવી બેઠકો પર પણ મજબૂત પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેમની જીતની અપેક્ષા રાખવામાં આવતી નહોતી.
ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ અમેરિકાના મતદારોની નારાજગી પણ એક મહત્વનું કારણ માનવામાં આવી રહી છે. વર્ષ 2023થી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર નિયંત્રણ ધરાવતી રિપબ્લિકન પાર્ટી પોતાની નાની સરસાઈ પણ જાળવી શકી નથી. ઈરાન યુદ્ધ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે અમેરિકામાં રોજિંદા જીવનનો ખર્ચ વધ્યો છે. ખાસ કરીને માલસામાનની કિંમતોમાં વધારો અમેરિકન મતદારો માટે મોટો ચિંતાનો વિષય બન્યો હતો. મોંઘવારી અને વધતા ખર્ચની અસર મતદાન પર જોવા મળી હોવાનું માનવામાં આવે છે.
ચૂંટણી પહેલાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન પાર્ટી પાસે 218 બેઠકો હતી. આ ઉપરાંત એક અપક્ષ સભ્ય હતો, જે રિપબ્લિકન પાર્ટી સાથે કોકસ કરતો હતો, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી પાસે 214 બેઠકો હતી. બે બેઠકો ખાલી હતી. આ સ્થિતિમાં રિપબ્લિકન પાર્ટી પાસે ગૃહમાં નાની સરસાઈ હતી. જોકે, ચૂંટણી દરમિયાન ડેમોક્રેટ્સે રિપબ્લિકન પાર્ટીની ઘણી બેઠકો પર કબજો મેળવીને રાજકીય સમીકરણ બદલી નાખ્યું છે.
આ પણ વાંચો : ''...તો રિપબ્લિકન પાર્ટીને મોટી જીત મળતી'', ચૂંટણીમાં હાર ભાળતા ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ પરિણામો ટ્રમ્પ માટે રાજકીય રીતે મોટો ઝટકો માનવામાં આવી રહ્યા છે. હવે હાઉસમાં ડેમોક્રેટ્સનું નિયંત્રણ વધતાં ટ્રમ્પ સરકાર માટે આગામી સમયમાં મહત્વના નિર્ણયો લેવા અને નીતિઓ અમલમાં મૂકવી પડકારજનક બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો