ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / પ્લેસ્ટોરમાં App અપડેટ કરવી યુવકને ભારે પડી! મોબાઈલ હેક, ઉપડી ગયા અધધધ...!

એલર્ટ / પ્લેસ્ટોરમાં App અપડેટ કરવી યુવકને ભારે પડી! મોબાઈલ હેક, ઉપડી ગયા અધધધ...!

Published By: Jinal Chauhan

Last Updated: 09:46 AM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના મેટોડા GIDCમાં પ્લે સ્ટોર પર એપ અપડેટ કરવી યુવકને ભારે પડી હતી. મોબાઇલ હેક થયા બાદ તેના બેંક ખાતામાંથી UPI દ્વારા રૂ. 98 હજાર ઉપડી ગયા હતા.

ADVERTISEMENT

રાજકોટના મેટોડા GIDCમાં પ્લે સ્ટોર પર એપ અપડેટ કરવી એક યુવકને ભારે પડી છે. મોબાઇલ હેક થયા બાદ તેના બેંક ખાતામાંથી UPI દ્વારા રૂ. 98 હજાર ઉપડી ગયા હતા. યુવકને આર્થિક નુકસાન થતાં મેટોડા GIDC પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોબાઇલમાં એપ અપડેટ કરતી વખતે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, તે આ ઘટના પરથી સમજાય છે.

એપ અપડેટ કર્યા બાદ મોબાઇલમાં ‘નો કમાન્ડ’

મૂળ ઉત્તર પ્રદેશનો 23 વર્ષીય નિરંજન નિશાદ રાજકોટના મેટોડા GIDC ગેટ નંબર 3 પાસે આવેલી શક્તિ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝમાં CNC મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. છેલ્લા ચાર વર્ષથી તે અહીં નોકરી કરે છે અને કારખાનાની ઓરડીમાં જ રહે છે. ગત 31 તારીખે કંપનીમાં કામ દરમિયાન તેના મોબાઇલમાં પ્લે સ્ટોર પર તમામ એપ અપડેટ કરવાનો વિકલ્પ આવ્યો હતો. તેણે એપ અપડેટ કરી મોબાઇલ ખિસ્સામાં મૂક્યો હતો અને ફરી કામે લાગી ગયો હતો.

સ્ક્રીન પર લખાણ જોઈને યુવકને થયું આવું

થોડા સમય પછી સમય જોવા માટે નિરંજને મોબાઇલ બહાર કાઢ્યો હતો. ત્યારે મોબાઇલની સ્ક્રીન પર ‘નો કમાન્ડ’ લખેલું દેખાયું હતું. એપ અપડેટ હજુ ચાલુ હશે તેમ માનીને તેણે મોબાઇલ ફરી ખિસ્સામાં મૂકી દીધો હતો અને કામ ચાલુ રાખ્યું હતું. જોકે, થોડીવાર પછી મોબાઇલ ચેક કરતાં તેના હોશ ઊડી ગયા હતા.

બે ટ્રાન્ઝેક્શનમાં ખાતામાંથી રૂ. 98 હજાર ગાયબ

નિરંજનના મોબાઇલ પર બે UPI ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા. એક ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 83 હજાર અને બીજા ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 15 હજાર ટ્રાન્સફર થયા હતા. આમ, યુવકના બેંક ખાતામાંથી કુલ રૂ. 98 હજાર ઉપડી ગયા હતા. આ અંગે તેણે તાત્કાલિક સુપરવાઇઝર પ્રિતેશને જાણ કરી હતી. પ્રિતેશે મોબાઇલમાં ફ્રોડ થયાની વાત જણાવી હતી.

સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ, પોલીસ તપાસ શરૂ

બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી જતાં યુવકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મેટોડા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એપ અપડેટ કરતી વખતે મોબાઇલ હેક થયો હોવાની યુવકની ફરિયાદને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગુજરાતભરમાં કેફેની આડમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર SMCના દરોડા, અનેકની અટકાયત, લાખોનો મુદ્દામાલ જપ્ત

શ્રમિકોના મોબાઇલ હેક થવાની ઘટનાઓ વધી

રાજકોટ જિલ્લામાં કામ કરતા શ્રમિકોના મોબાઇલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એપ અપડેટ કરતી વખતે કે મોબાઇલમાં અજાણી પ્રક્રિયા થતી હોય ત્યારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. મોબાઇલમાં અચાનક અજાણ્યું લખાણ દેખાય કે બેંક ખાતામાંથી પૈસા ઉપડ્યાનો મેસેજ આવે તો તાત્કાલિક બેંક અને સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Hacking VTV Gujarati Play Store App Update

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ