ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લગ્ન ભારતમાં, પણ છૂટાછેડા બ્રિટનમાં, તો શું સુપ્રીમ કોર્ટ માન્ય ગણશે?

નેશનલ / લગ્ન ભારતમાં, પણ છૂટાછેડા બ્રિટનમાં, તો શું સુપ્રીમ કોર્ટ માન્ય ગણશે?

Published By: Nirav Kumar

Last Updated: 11:10 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં લગ્ન કર્યા બાદ બ્રિટન જઈને છૂટાછેડા મેળવી લીધા હોય તો શું તે નિર્ણય ભારતના કાયદા હેઠળ પણ માન્ય ગણાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં મહત્વની બાબત સ્પષ્ટ કરી છે.

ADVERTISEMENT

વિદેશમાં સ્થાયી થઈને ત્યાંના કાયદા મુજબ છૂટાછેડા મેળવી લેતા ભારતીય મૂળના લોકો માટે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ભારતના કાયદા હેઠળ થયેલા લગ્નને વિદેશની કોર્ટમાં છૂટાછેડા આપવાથી તે આપોઆપ ભારતમાં માન્ય બની જતા નથી. ખાસ કરીને ભારતીય કાયદામાં માન્ય ન હોય તેવા કારણોસર વિદેશી અદાલત છૂટાછેડા આપે તો ભારતમાં તેની કાનૂની માન્યતા સામે સવાલ ઊભા થઈ શકે છે.

તાજેતરના એક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનની અદાલત દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આધારે ભારતમાં થયેલા પ્રથમ લગ્નનો અંત આવી ગયો હોવાનું માની શકાય નહીં. આ કેસમાં પતિએ વિદેશમાં બીજીવાર લગ્ન કર્યા હતા, પરંતુ હવે ભારતમાં તેની સામે દ્વિવિવાહ એટલે કે એક લગ્ન ચાલુ હોવા છતાં બીજા લગ્ન કરવાનો કેસ ચાલી રહ્યો છે.

જેમાં અદાલતે કહ્યું કે, વિદેશમાં મળેલી છૂટાછેડાની ડિક્રીને ભારતમાં અમલમાં લાવવા માટે તેને અહીંના કાયદા અને કાનૂની શરતો પર ખરો ઊતરવું પડશે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એસ. ચંદ્રશેખરની બેન્ચે આ ટિપ્પણી એક વ્યક્તિની અરજી ફગાવતા કરી હતી. તે વ્યક્તિએ પોતાની વિરુદ્ધ નોંધાયેલા દ્વિવિવાહ અને ષડયંત્રના કેસને રદ કરવાની માંગ કરી હતી. તેની દલીલ હતી કે બ્રિટનની અદાલતથી છૂટાછેડા મળ્યા બાદ બીજા લગ્નને દ્વિવિવાહનો ગુનો ન ગણવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે આ તર્ક સ્વીકાર્યો નહીં.

કેસની વિગત

આ વ્યક્તિએ 18 એપ્રિલ 2003ના રોજ આંધ્રપ્રદેશના સત્તેનપલ્લીમાં હિન્દુ રીતિરિવાજ અનુસાર પહેલી પત્ની સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તે ડૉક્ટર તરીકે કરિયર બનાવવા બ્રિટન ગયો. પત્ની પણ ત્યાં પહોંચી પણ 2007માં બાળકને જન્મ આપવા ભારત પાછી ફરી અને પાછી ન ગઈ. સંબંધો બગડતા પતિએ ભારતની અદાલતમાં છૂટાછેડાની અરજી કરી, પણ તે નામંજૂર થઈ. પછી તેને હાઈકોર્ટમાં અપીલ પણ પાછી ખેંચી લીધી.

2013માં તેને બ્રિટનની નાગરિકતા મળી. ત્યારબાદ તેને કેમ્બ્રિજ કાઉન્ટી કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી અને 2014માં વિદેશી અદાલતે છૂટાછેડાનો આદેશ આપ્યો. આ જ આદેશને આધાર બનાવીને તેને ભારતમાં દ્વિવિવાહના કેસને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

અદાલતે કહ્યું કે પહેલા લગ્ન ભારતમાં હિન્દુ રીતિરિવાજ હેઠળ થયા હતા. તેથી તે લગ્ન પર લાગુ ભારતીય કાયદાને અવગણીને વિદેશી અદાલતથી મળેલા છૂટાછેડા ભારતમાં આપોઆપ માન્ય નથી થઈ શકતા. વિદેશી અદાલતે જે આધારે તલાક આપ્યો હતો, તેને ભારતીય કાયદામાં કાનૂની માન્યતા નથી.

વિદેશી છૂટાછેડાના હુકમનામુ ભારતમાં માન્યતા મળવા માટે સિવિલ પ્રોસિજર કોડ (CPC)ની કલમ 13માં નિર્ધારિત કાનૂની કસોટીઓ પર ખરી ઊતરવી જરૂરી છે. પહેલા લગ્ન ભારતમાં થયા હોય તો બીજા લગ્ન વિદેશમાં થયા હોવા માત્રથી ભારતીય દંડ સંહિતાની કલમ 494 હેઠળના દ્વિવિવાહના આરોપ કમજોર નથી પડતા.

વધુ વાંચો : કેવી રીતે તૈયાર થઇ રહી છે મેડ ઈન ઈન્ડિયા બુલેટ ટ્રેન? જુઓ Inside તસવીરો

આ નિર્ણય દ્વારા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે વિદેશમાં મેળવેલોછૂટાછેડાનો આદેશ ભારતમાં ત્યારે જ અસરકારક થશે જ્યારે તે ભારતીય કાયદાની નિર્ધારિત શરતોને પૂરી કરતો હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Foreign Divorce Supreme Court Divorce Verdict Divorce Laws

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ