ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડાંગની 'ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે રૂ. 69.10 લાખની છેતરપિંડી, વેપારમાં રોકાણ કરાવી નફાની લાલચ આપી
Last Updated: 03:49 PM, 3 November 2026
ADVERTISEMENT
એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારા ડાંગની એથ્લીટ સરિતા ગાયકવાડ નાણાંકીય છેતરપિંડીનો ભોગ બન્યાં છે. રેતીના બિઝનેસમાં દર મહિને 4 ટકાના આર્થિક ફાયદાની લાલચ આપીને વ્યારાના એક શખ્સે કુલ રુ.69.10 લાખની ઠગાઈ આચરી છે. સમગ્ર મામલે સરિતા ગાયકવાડે આહવા એસઓજી ખાતે પોતે હાજર રહીને આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને આર્થિક ઠગાઈની ફરીયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
શું હતો આખો બનાવ?
2024માં ડાંગના આહવા તાલુકાના ગાઢવી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના મિત્ર જીતેન્દ્ર દ્વારા સરિતા ગાયકવાડની ઓળખાણ વ્યારા તાલુકાના બોરખડી ગામના રહેવાસી નિતિનભાઈ ભારતી સાથે થઈ હતી. જેમાં સરિતા ગાયકવાડે આક્ષેપ લગાવ્યો હતો કે, નિતિન ભારતી પોતે રેતીના કરોડોના બિઝનેસમાં જોડાયેલો છે. તેમજ જો સરિતા ગાયકવાડ તેમાં રોકાણ કરે તો 4 ટકા નફો અને એક વર્ષના અલ્પગાળામાં મૂળ રકમ પરત આપશે. તેવી આરોપીએ સરીતા ગાયકવાડને ખાતરી આપી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : માતા-પત્ની અને બે બાળકોનું ગળું કાપી નાખ્યું, પછી પોતે કર્યો આપઘાત, ખૌફનાક બનાવથી સનસની
રુ.69.10 લાખની માતબર રકમ ટ્રાન્સફર કરાવી
ADVERTISEMENT
સરિતા ગાયકવાડે તબક્કાવાર બેન્ક એકાઉન્ટ અને ફોન પેના માધ્યમથી રુ.69.10 લાખની માતબર રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે, રોકાણ કર્યા બાદ આરોપી નિતિન ભારતીએ પૈસા કે નફો સરિતાને પરત આપ્યો નહી. જોકે. વારંવાર રજૂઆતો બાદ આરોપીએ માત્ર 1.80 લાખ જ પરત કર્યા. જ્યારે બાકી નીકળતી રકમ 67.30.056ની રકમ માટે બહાના કાઢીને વાયદાઓ આપતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.