ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી પહેલાં અમદાવાદથી હવાઈ ભાડાંમાં 15થી 20%નો વધારો, મુંબઈ-દિલ્હી-ગોવાની ટિકિટ મોંઘી
Last Updated: 03:00 PM, 3 November 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવારોમાં અમદાવાદથી બહાર ફરવા જવાનું આયોજન કરી રહેલા પરિવારો માટે હવાઈ મુસાફરી મોંઘી સાબિત થઈ રહી છે. લોકપ્રિય સ્થાનિક હવાઈ માર્ગો પર છેલ્લા ૧૦ દિવસમાં જ વિમાન ભાડાંમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો છે. તહેવારોમાં પ્રવાસીઓની વધતી સંખ્યાના પગલે એરલાઈન્સે બુકિંગની માગને અનુરૂપ ભાડાં વધાર્યાં છે, બીજી તરફ ટ્રેનની ટિકિટ મેળવવી મુશ્કેલ બનતાં છેલ્લી ઘડીએ પ્રવાસનું આયોજન કરનારા
ADVERTISEMENT
મુસાફરો પાસે મોંઘી હવાઈ મુસાફરી કરવાનો વિકલ્પ જ બચે છે.
તહેવારોમાં રજાઓ ગાળવા માગતા પરિવારો માટે આ વખતે સમય પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. દિવાળીની સિઝનમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવી પહેલેથી જ પડકારરૂપ બની છે, તેમાં હવાઈ ભાડાંમાં સતત થઈ રહેલા વધારાના કારણે વેકેશન શરૂ થાય તે પહેલાં જ પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
મુંબઈનું રિટર્ન ભાડું રૂ. ૧૫ હજાર, દિલ્હીનું રૂ. ૨૮ હજાર
૯થી ૧૬ નવેમ્બર દરમિયાનનાં તાજા ભાડાં તહેવારોની સિઝનમાં થયેલા વધારાની ગંભીરતા દર્શાવે છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી મુંબઈની રિટર્ન ટિકિટનું ભાડું અંદાજે રૂ. ૭,૦૦૦ હોય છે, જે વધીને હાલ રૂ. ૧૫,૦૦૦ની આસપાસ પહોંચી ગયું છે. દિલ્હીની રિટર્ન ટિકિટનું ભાડું રૂ. ૨૮,૦૦૦ સુધી પહોંચ્યું છે, જ્યારે બેંગલુરુનું ભાડું રૂ. ૨૫,૦૦૦ થઈ ગયું છે.
ADVERTISEMENT
ગુજરાતી પ્રવાસીઓમાં લોકપ્રિય ગોવા જવા માટે પણ હવે રિટર્ન ટિકિટના અંદાજે રૂ. ૩૫,૦૦૦ ચૂકવવા પડી રહ્યા છે. કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા પ્રવાસ કરવો વધુ મોંઘો પડી રહ્યો છે. અમદાવાદથી બાગડોગરા જવા-આવવાનો ખર્ચ કનેક્ટિંગ ફ્લાઈટમાં અંદાજે રૂ. ૪૫,૦૦૦, જ્યારે સીધી ફ્લાઈટમાં રૂ. ૭૦,૦૦૦ સુધી પહોંચી ગયો છે.
જબલપુરનું રિટર્ન ભાડું રૂ. ૫૦ હજારને પાર
ADVERTISEMENT
ઓક્ટોબરની સરખામણીમાં ભાડાંમાં થયેલો વધારો જબલપુરના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. અગાઉ અમદાવાદથી જબલપુરની રિટર્ન ટિકિટ રૂ. ૧૦,૦૦૦થી રૂ. ૧૨,૦૦૦માં મળતી હતી, જે હવે વધીને રૂ. ૪૫,૦૦૦થી રૂ. ૫૦,૦૦૦ સુધી પહોંચી ગઈ છે.
દહેરાદૂનનું રિટર્ન ભાડું કનેક્ટિંગ ફ્લાઈટમાં રૂ. ૩૨,૦૦૦ અને સીધી ફ્લાઈટમાં રૂ. ૪૫,૦૦૦ થઈ ગયું છે. ચેન્નઈ જવા માટે કનેક્ટિંગ ફ્લાઈટનું ભાડું રૂ. ૨૩,૦૦૦, જ્યારે સીધી ફ્લાઈટનું ભાડું રૂ. ૪૧,૦૦૦ સુધી પહોંચ્યું છે, બીજી તરફ ચેન્નઈનું ભાડું અગાઉ રૂ. ૧૦,૦૦૦થી રૂ. ૧૨,૦૦૦ની આસપાસ હતું, જે હવે વધીને રૂ. ૩૫,૦૦૦થી રૂ. ૪૦,૦૦૦ થઈ ગયું છે. ચાર સભ્યોના પરિવાર માટે માત્ર હવાઈ મુસાફરી પાછળ જ હવે કેટલાક રૂટ પર લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મુંબઈ સામે સુરતનું ડાયમંડ બુર્સ કેમ ન ટક્યું? 3 વર્ષમાં માત્ર 300 ઓફિસો ધમધમી
ઉત્તર-પૂર્વ, વાઈલ્ડલાઈફ ડેસ્ટિનેશનનો ક્રેઝ યથાવત્
ADVERTISEMENT
ભાડાંમાં ભારે વધારો થયો હોવા છતાં ગુજરાતી પ્રવાસીઓમાં ઉત્તર-પૂર્વ ભારતનાં પ્રવાસન સ્થળોનો ક્રેઝ યથાવત્ છે. ગંગટોક, દાર્જિલિંગ અને શિલોંગ જેવાં સ્થળોએ જવા માટે પ્રવાસીઓનો રસ સતત જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બાંધવગઢ, કાન્હા અને પંચમઢી જેવાં વાઈલ્ડલાઈફ ટૂરિઝમનાં સ્થળો પણ રજાઓ ગાળવા માગતા પરિવારોને આકર્ષી રહ્યાં છે. ઉત્તરાખંડ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશ પણ પ્રવાસીઓની પસંદગીમાં યથાવત્ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.