ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા આજે બપોરે 12 વાગ્યે મળશે, મેયરપદ માટે આ નામ ચર્ચામાં

દાવેદાર / ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા આજે બપોરે 12 વાગ્યે મળશે, મેયરપદ માટે આ નામ ચર્ચામાં

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 09:32 AM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં આજે નવા મેયરના નામની જાહેરાત થશે. મહેશ ચૌધરી, કનુ દેસાઈ સહિત ચાર નામ મેયરપદની રેસમાં, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર પદ માટે પણ ચર્ચા તેજ.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પરિણામો જાહેર થયાના ત્રણ સપ્તાહ બાદ આવતીકાલે યોજાનારી પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના હોદ્દાઓ માટે પસંદગી થવાની છે. જેને લઈને ભાજપના પ્રદેશ નેતૃત્વ અને કમલમમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.

મેયર પદ માટે ઠાકોર અને ચૌધરી સમાજના નામ ચર્ચામાં

આ વખતે મેયર પદ ઓબીસી વર્ગ માટે અનામત હોવાથી ભાજપમાં સામાજિક સમીકરણોને વિશેષ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઠાકોર અને ચૌધરી સમાજના કાઉન્સિલરોના નામ ચર્ચાના કેન્દ્રમાં છે. ભાજપમાંથી વિષ્ણુજી ઠાકોરના અનુભવી નેતૃત્વ અને રૂપસિંહ ઠાકોરના યુવા ચહેરા પર પસંદગી ઉતારવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ, રાજકીય અનુભવ અને સંગઠનમાં પકડને ધ્યાનમાં રાખીને મહેશકુમાર ચૌધરી તથા કનૈયાલાલ દેસાઈના નામની પણ ચર્ચા થઈ રહી છે. જોકે, અંતિમ નિર્ણય ભાજપના મેન્ડેટ બાદ જ સ્પષ્ટ થશે.

સામાન્ય કાર્યકરને મેયર બનાવી ભાજપ આપી શકે છે સરપ્રાઇઝ

ભાજપની રાજકીય રણનીતિમાં ઘણીવાર નવા અને સામાન્ય કાર્યકરોને મોટી જવાબદારી સોંપીને આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવે છે. આ જ ફોર્મ્યુલા હેઠળ વોર્ડ નંબર-10ના ધર્મેન્દ્રકુમાર નાયીને મેયર પદની જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો પણ રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે. જો ભાજપ આ પ્રકારનો નિર્ણય લે તો સામાન્ય કાર્યકરને સત્તાના સર્વોચ્ચ શહેરી હોદ્દા સુધી પહોંચાડવાનો સંદેશ આપવાની સાથે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા સામાજિક સમીકરણો પણ સાધી શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર પાટીદાર ચહેરાની શક્યતા

મેયર પદની સાથે મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ રાજકીય ગણતરીઓ તેજ બની છે. ભાજપના વિજેતા 38 કાઉન્સિલરોમાંથી 8 કાઉન્સિલરો પાટીદાર સમાજના હોવાથી આ મહત્ત્વપૂર્ણ હોદ્દો પાટીદાર સમાજના પ્રતિનિધિને મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા વિસ્તાર વચ્ચે રાજકીય સંતુલન જાળવવાની ભાજપની રણનીતિ પણ હોદ્દાઓની ફાળવણીમાં નિર્ણાયક બની શકે છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં ખેતરમાં કાર સાથે સગીર અને યુવકને જીવતા સળગાવ્યાની આશંકા, સવારે અડધા બળેલા મૃ*તદેહો મળ્યા

આવતીકાલે ખુલશે સસ્પેન્સનો પડદો

ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હવે રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ બની છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દાઓ પર કોને તક મળે છે તેના પર સૌની નજર છે. હાલ વિવિધ નામોને લઈને અટકળો ચાલી રહી છે, પરંતુ ભાજપનું સત્તાવાર મેન્ડેટ જાહેર થયા બાદ જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનું નેતૃત્વ સામાજિક અને પ્રાદેશિક સમીકરણો વચ્ચે કેવો નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Municipal Corporation Gandhinagar Mayor Election 2026 Gandhinagar New Mayor

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ