ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના થલતેજમાં મેગ્નેટ પાર્કમાં ભીષણ આગ, કર્મચારીઓ ઓફિસમાં ફસાયા, લોકો જીવ બચાવવા નીચે કૂદી પડ્યાં
Last Updated: 11:15 PM, 2 November 2026
ADVERTISEMENT
અમદાવાદના થલતેજમાં આગનો બનાવ બન્યો છે. થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ લાગી હતી. ફેડોરા કંપનીના બીજા માળે ભીષણ આગ લાગી હતી.
ADVERTISEMENT
અમદાવાદના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં આગથી અફરાતફરી, કર્મચારીઓએ જીવ બચાવવા લગાવી છલાંગ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ફેડોરા કંપનીના બીજા માળે આગ લાગતાં ઓફિસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક કર્મચારીઓ ઓફિસમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આગને પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. લોકોને બહાર કાઢવા માટે દોડધામ મચી હતી, ત્યારે કેટલાક લોકોએ જીવ બચાવવા બીજા માળેથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. #Ahmedabad #Thaltej #Fire #RescueOperation #MagnetCorporatePark #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 2, 2026
જીવ બચાવવા લોકો કૂદી પડ્યાં
ADVERTISEMENT
અનેક કર્મચારીઓ ઓફિસમાં ફસાયા હોવાની માહિતી છે. અનેક લોકોએ જીવ બચાવવા બીજા માળેથી ઝંપલાવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી.
થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ! #Ahmedabad #Thaltej #Fire #RescueOperation #MagnetCorporatePark #VTVDigital https://t.co/beQDnVa1Af
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 2, 2026
ADVERTISEMENT
ત્રણ લોકોને સુરક્ષિત બહાર કઢાયા
બીજી તરફ બિલ્ડિંગમાં ફસાયેલા ત્રણ લોકોને ફાયર વિભાગે સીડીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે, જોકે આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
ADVERTISEMENT
વધુ વાંચો : માતા-પત્ની અને બે બાળકોનું ગળું કાપી નાખ્યું, પછી પોતે કર્યો આપઘાત, ખૌફનાક બનાવથી સનસની
લોકો નીચે કૂદી પડ્યાં
ADVERTISEMENT
બીજા માળેથી કાળા ડિબાંગ ધુમાડા નીકળતાં જ અંદર કામ કરતા કર્મચારીઓનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. બહાર નીકળવાનો રસ્તો ધુમાડાથી ઘેરાઈ જતાં બે કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને નીચે કૂદકો માર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT