ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વીજ સંકટ વચ્ચે અમદાવાદની 2,400 શાળાઓમાં વિદ્યાર્થીઓને વીજળી અને પાણી બચાવવાના શપથ
Last Updated: 07:13 PM, 2 November 2026
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં વીજળી અને પાણીના સંરક્ષણને લઈને જાગૃતિ ફેલાવવા અમદાવાદ શિક્ષણ વિભાગ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. વીજ સંકટની સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સંસાધનોના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ લાવવા અમદાવાદની અંદાજે 2400 શાળાઓમાં વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દિવાળી વેકેશન પહેલાં અમદાવાદની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને વીજળી અને પાણીનો બિનજરૂરી વ્યય નહીં કરવા તેમજ અન્ય લોકોને પણ બચત માટે પ્રેરિત કરવાના શપથ લેવડાવવામાં આવ્યા છે. રાજ્યમાં આ અભિયાનની શરૂઆત સૌથી પહેલાં અમદાવાદથી કરવામાં આવી છે.

ADVERTISEMENT
આ અભિયાન માત્ર શાળાઓ પૂરતું મર્યાદિત ન રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના પરિવારજનો, સગા-સંબંધીઓ અને પાડોશીઓને વીજળી તથા પાણી બચાવવાના મહત્વ વિશે જાગૃત કરશે. ઘરમાં બિનજરૂરી લાઇટ અને પંખા બંધ રાખવા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સહિતની બાબતો અંગે વિદ્યાર્થીઓ લોકોમાં સંદેશ પહોંચાડશે.

ADVERTISEMENT
શિક્ષણ વિભાગના આ અભિયાનને સમગ્ર રાજ્યમાં વિસ્તૃત કરવામાં આવશે અને રાજ્યભરમાં અંદાજે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓને વીજળી અને પાણી બચાવવાના શપથ લેવડાવવાનું આયોજન છે.

ADVERTISEMENT
આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ પૂરતા સીમિત ન રાખીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારા નાગરિક તરીકે તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓ મારફતે દરેક ઘર સુધી વીજળી અને પાણી બચાવવાનો સંદેશ પહોંચે અને લોકો દૈનિક જીવનમાં સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ વીજ સંકટ વચ્ચે અમદાવાદની 2,400 શાળાઓમાં વિદ્યાર્થીઓને વીજળી અને પાણી બચાવવાના શપથ
ADVERTISEMENT
અમદાવાદથી શરૂ થયેલી આ જાગૃતિ મુહિમ હવે સમગ્ર રાજ્યમાં પહોંચશે. વિદ્યાર્થીઓની ભાગીદારીથી વીજળી અને પાણીના સંરક્ષણ અંગે જનજાગૃતિ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT