ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VIDEO : 'ભુવો બની જશે' સાણંદમાં પિતાએ 10 વર્ષના પુત્રની માતાજીની દેરીએ પછાડીને હત્યા કરી, શું બોલ્યાં પોલીસ વડા?

ક્રાઈમ / 'ભુવો બની જશે' સાણંદમાં પિતાએ 10 વર્ષના પુત્રની માતાજીની દેરીએ પછાડીને હત્યા કરી, શું બોલ્યાં પોલીસ વડા?

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 05:24 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાણંદના વિછિંયા ગામમાં પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી હતી તેને લઈને અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા ઓમપ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું છે.

ADVERTISEMENT

સાણંદના વિછિંયા ગામમાં પિતાએ તેના 10 વર્ષના પુત્રની હત્યા કરી નાખી હતી. નરેશ અજમલ કોળી પટેલે શખ્સે તેના 10 વર્ષના પુત્રની ઘર સામેની માતાજીની દેરીએ માથું પછાડીને હત્યા કરી નાખી હતી. માથા પર લાકડી પણ ફટકારી હતી. નરેશ અજમલને શંકા હતી કે તેનો દીકરો ભુવો થશે, કારણ દીકરો ધૂણવા લાગ્યો હતો. નરેશ અજમલે પોતે પણ ભૂવો હતો. તે નહોતો ઈચ્છતો કે તેનો દીકરો ભૂવો બને.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમપ્રકાશ જાટ શું બોલ્યાં?

આ ઘટના પર અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમપ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું છે. ઓમપ્રકાશ જાટે એવું કહ્યું કે આરોપીએ પૂછપરછમાં પોતે ભુવા છે અને પિતા પણ ભુવા હતા તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મૃતક દીકરામાં પણ ભુવા બનવાના લક્ષણ દેખાતા હતા. દીકરો ભુવો ન બને તે માટે હત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ગઈકાલે સાંજે 7 વાગ્યે પથ્થર પર દીકરાનું માથું પછાડ્યું હતું બાદમાં લાકડી વડે માર મારેલ હતો . જોગણી માતાની ડેરી હતી એની આગળ માથું પછાડ્યું હતું. હત્યા સમયે ઘરે કોણ હતું તપાસ કરવામાં આવી રહી છે. હત્યા કર્યા બાદ આરોપી પોતે બે ભાન થઈ ગયો હતો. આરોપીની વિકૃત માનસિકતા છે તેવું પૂછપરછમાં સામે આવ્યું છે. બન્ને સાથે બેસેલા હતા ત્યારે ધ્રુજવા લાગ્યો, ત્યારે તેને મારી નાખ્યો હતો. આરોપી 2 ભાઈઓ છે, તેના પિતા અને દાદા પણ ભુવા હતાં. મનોચિકિત્સક ની મદદ લઈને આરોપીની પૂછપરછ કરવામાં આવશે.

વધુ વાંચો : VIDEO : ધમકી બાદ અમિતાભ બચ્ચન બુલેટપ્રુફ કાચમાં જોવા મળ્યાં, ચાહકોનું ઝીલ્યું અભિવાદન

શું હતો આખો બનાવ?

સાણંદ તાલુકાના વીંછિયા ગામમાં એક પિતાએ પોતાના 10 વર્ષના પુત્રની હત્યા કરી. પોલીસે પિતાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, પિતા પુત્રને ઘરની બહાર લાવ્યો અને જમીન પર પછાડ્યો. ત્યારબાદ તેને લાકડીથી માર માર્યો. બાળકનું મોત થયું. વીડિયોમાં બાળક ખાટલા પર લોહીલુહાણ હાલતમાં પડેલો દેખાય છે. પિતા તેની બાજુમાં બેઠેલો અને અસંબદ્ધ વાતો કરતો સંભળાય છે. તે જમવા ન દીધું હોવાનું અને જોગણીએ પછાડ્યો હોવાનું કહે છે. વીડિયોમાં પિતા ગામલોકોને કહેતો સંભળાય છે, “હું આખા વંશનો ભુવો છું, મને મારી નાખો એટલે મારી વાંહે પેઢી પતી જાય.” ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પિતાની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી. હત્યા પાછળ અંધશ્રદ્ધા, માનસિક અસ્થિરતા કે અન્ય કોઈ કારણ છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ