ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:34 PM, 31 October 2026
ADVERTISEMENT
શેરબજારમાં પૈસા રોકનારા લોકો માટે નવેમ્બર મહિનો થોડો અલગ રહેવાનો છે. કારણ કે આ મહિને એવી કેટલીક તારીખો આવી રહી છે, જ્યારે રોકાણકારો ઈચ્છે તો પણ શેરની ખરીદી કે વેચાણ કરી શકશે નહીં. બીજી તરફ, એક એવો દિવસ પણ આવશે જ્યારે રવિવાર હોવા છતાં શેરબજારમાં ખાસ ટ્રેડિંગ કરવામાં આવશે. ત્યારે જો તમે પણ શેરબજાર કે કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. નવેમ્બર મહિનામાં ક્યારે બજાર બંધ રહેશે અને ક્યારે ટ્રેડિંગ કરવાની તક મળશે તે જાણી લેવું જરૂરી છે.
ADVERTISEMENT

નવેમ્બર 2026માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કુલ 11 દિવસ રજા રહેવાની છે. જેમાં શનિવાર અને રવિવારની 9 રજાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 10 નવેમ્બરે બેસતા વર્ષ અને 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતી નિમિત્તે શેરબજાર બંધ રહેશે. જોકે, દિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરે રવિવાર હોવા છતાં શેરબજારમાં ખાસ 'મુહૂર્ત ટ્રેડિંગ'નું આયોજન કરવામાં આવશે.
ADVERTISEMENT
નવેમ્બર મહિનામાં અઠવાડિયાના કામકાજના દિવસો દરમિયાન શેરબજારમાં બે મુખ્ય રજાઓ આવશે. પ્રથમ રજા 10 નવેમ્બરે બેસતા વર્ષ નિમિત્તે રહેશે. આ દિવસે BSE અને NSE પર ઇક્વિટી અને તેની સાથે જોડાયેલા સેગમેન્ટ્સમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. ત્યારબાદ 24 નવેમ્બરે ગુરુ નાનક દેવની જન્મજયંતિ નિમિત્તે પણ શેરબજાર બંધ રહેશે. એટલે કે આ બંને તારીખે રોકાણકારો સામાન્ય રીતે શેરની ખરીદી કે વેચાણ કરી શકશે નહીં.
ADVERTISEMENT
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પર 10 અને 24 નવેમ્બરે ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સમાં ટ્રેડિંગ બંધ રહેશે. આ ઉપરાંત NDS-RST અને ટ્રાય-પાર્ટી રેપો (Tri-party Repo)માં પણ કોઈ ટ્રેડિંગ થઈ શકશે નહીં. જોકે, કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR) સેગમેન્ટ્સમાં આખો દિવસ રજા રહેશે નહીં. આ બંને તારીખે સવારનું ટ્રેડિંગ સત્ર બંધ રહેશે, પરંતુ સાંજના સત્રમાં રોકાણકારો ટ્રેડિંગ કરી શકશે.
ADVERTISEMENT
નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE પર પણ 10 અને 24 નવેમ્બરે મોટાભાગના સેગમેન્ટ્સમાં ટ્રેડિંગ બંધ રહેશે. જેમાં ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નેગોશિયેટેડ ટ્રેડ રિપોર્ટિંગ પ્લેટફોર્મ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ સ્કીમ્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને નવું ડેટ સેગમેન્ટ પણ બંધ રહેશે. જોકે, કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને EGR સેગમેન્ટ્સમાં સાંજનું ટ્રેડિંગ સત્ર ચાલુ રહેશે.
ADVERTISEMENT
કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરતા લોકો માટે પણ આ બે તારીખો મહત્વની છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 નવેમ્બર અને 24 નવેમ્બરે સવારના સત્રમાં ટ્રેડિંગ બંધ રહેશે. જોકે, સાંજના સત્રમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. રોકાણકારો સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 11:30 અથવા 11:55 વાગ્યા સુધી ટ્રેડિંગ કરી શકશે. તેવી જ રીતે કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને EGR સેગમેન્ટ્સમાં પણ સવારનું સત્ર બંધ રહેશે અને સાંજનું સત્ર ચાલુ રહેશે. એટલે કે કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરતા લોકોએ સત્રના સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે.
ADVERTISEMENT
નવેમ્બર મહિનાની સૌથી ખાસ વાત દિવાળી પર યોજાનારું મુહૂર્ત ટ્રેડિંગ છે. 8 નવેમ્બરે દિવાળી અને લક્ષ્મી પૂજન હોવાથી શેરબજારમાં નિયમિત ટ્રેડિંગ થશે નહીં. જોકે, BSE અને NSE બંને પર એક કલાકનું ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે. ભારતીય શેરબજારમાં દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ કરવાની વર્ષો જૂની પરંપરા છે. આ સમય દરમિયાન શેરની ખરીદી અને વેચાણ કરવું શુભ માનવામાં આવે છે. ઘણા રોકાણકારો નવા વર્ષની શરૂઆતમાં સારા નફાની આશા સાથે આ ખાસ સત્રમાં ભાગ લે છે.
આ પણ વાંચો : ના હોય, આ તારીખથી ચલણમાં આવી જશે 10-20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ?
નવેમ્બર બાદ ડિસેમ્બર મહિનામાં પણ શેરબજારમાં એક મુખ્ય જાહેર રજા આવશે. 25 ડિસેમ્બરે નાતાલ એટલે કે ક્રિસમસના તહેવાર નિમિત્તે BSE અને NSE પર ટ્રેડિંગ બંધ રહેશે. એટલે કે રોકાણકારોએ નવેમ્બર મહિનાની 8, 10 અને 24 તારીખની સાથે ડિસેમ્બરની 25 તારીખ પણ પોતાના કેલેન્ડરમાં નોંધી લેવી જોઈએ. ખાસ કરીને જે લોકો દરરોજ શેરબજાર અથવા કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરે છે, તેમણે રજાઓ અને ટ્રેડિંગ સેશનના સમયને ધ્યાનમાં રાખીને પોતાનું આયોજન કરવું જરૂરી છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો