ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર! અમરેલી-ગીર સોમનાથમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

photo-story

8 ફોટો ગેલેરી

Gujarat Weather Update / ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર! અમરેલી-ગીર સોમનાથમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Last Updated: 06:51 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં કમોસમી વરસાદે ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી છે. અમરેલી, ગીર સોમનાથ અને સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે પવનના કારણે ક્યાંક મકાનના પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયાં. અમરેલીમાં વીજળી પડતાં એક મહિલાનું મોત પણ નીપજ્યું છે.

1/8

photoStories-logo

1. દિવાળીના તહેવાર પહેલાં જ હવામાને અચાનક પોતાનો મિજાજ બદલ્યો

ગુજરાતમાં દિવાળીના તહેવાર પહેલાં જ હવામાને અચાનક પોતાનો મિજાજ બદલ્યો છે. એક તરફ લોકો તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ આકાશમાં છવાયેલા કાળા વાદળો, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવને લોકોની ચિંતા વધારી દીધી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે એવી સ્થિતિ સર્જી કે ક્યાંક મકાનના પતરા ઉડી ગયા, ક્યાંક રસ્તા પર વૃક્ષો ધરાશાયી થયાં તો ક્યાંક ફટાકડાના ડોમ તૂટી પડ્યા. આ વરસાદ વચ્ચે અમરેલી જિલ્લામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 30 ઓક્ટોબરે બપોર બાદ ભારે વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30 ઓક્ટોબરે બપોર બાદ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં ભારે પવન ફૂંકાતા એક ખેડૂતના મકાનના પતરા ઉડી ગયા હતા. એટલું જ નહીં, ગામની ફાટક પાસે આવેલા પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું. અચાનક આવેલા ભારે પવન અને વરસાદના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. ખાંભામાં વીજળી પડતાં મહિલાનું મોત

અમરેલી જિલ્લામાં પણ ભારે પવન અને વરસાદે અસર કરી હતી. ખાંભા તાલુકાના ચકરાવા ગામમાં વાડીએ મજૂરી કરી રહેલાં 46 વર્ષીય માધીબેન મકવાણા પર વીજળી પડતાં તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. રસ્તા પર વૃક્ષો પડતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે વરસાદના કારણે હનુમાનપુર ગામની શેરીઓમાં પણ પાણી વહેતાં થયાં હતાં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગીર ગઢડાના ગામોમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર નજીક આવેલા મોતીસર, નિતલી વડલી, નગડિયા અને જશાધાર થોરડી સહિતનાં ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. આ ઉપરાંત વરસાદના કારણે ચાલી રહેલી ખેતીની કામગીરીને પણ અસર થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. સાબરકાંઠામાં ગરમી વચ્ચે હવામાનનો પલટો

સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે 30 ઓક્ટોબરે બપોર બાદ પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ફેરફાર થયો હતો. ઈડર તાલુકાના દરામલી, નેત્રામલી, ઈસરવાડા અને ભદ્રેસર સહિતનાં ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. હિંમતનગર શહેરમાં પણ ગાજવીજ બાદ વરસાદી છાંટા વરસ્યા હતા. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના હિંમતપુર, ઉમિયાનગર અને મહાદેવપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ પોશીના અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ગોંડલમાં ભારે પવનથી ફટાકડાના બે ડોમ ધરાશાયી

દિવાળીના તહેવાર પહેલાં ગોંડલમાં પણ ભારે પવનની અસર જોવા મળી હતી. શહેરના આઇકોનિક રોડ પર આવેલા ફટાકડાના બે ડોમ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. ભારે પવનના કારણે બંને ડોમ તૂટી પડ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. આગામી બે દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં વાતાવરણ ચોખ્ખું રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. આગામી 24 કલાકમાં વાવાઝોડું નબળું પડશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યંત તીવ્ર સાયક્લોનિક વાવાઝોડું 'દાના' હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તેની સ્થિતિ દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાની આસપાસ છે. આગામી 24 કલાકમાં તે વધુ નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાઈ જવાની શક્યતા છે. બીજી તરફ ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલી છે. આ હવામાન સિસ્ટમોની અસરને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain, Unseasonal Rain Amreli Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ