ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી ગાજવીજ સાથે માવઠું

photo-story

10 ફોટો ગેલેરી

મેઘમહેર / ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી ગાજવીજ સાથે માવઠું

Last Updated: 07:02 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાતા સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સાબરકાંઠા અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોની ચિંતા વધારી છે.

1/10

photoStories-logo

1. મહેનતનું ફળ મળવાનો સમય આવે

ખેડૂત આખું વર્ષ મહેનત કરીને પાક તૈયાર કરે અને જ્યારે તેની મહેનતનું ફળ મળવાનો સમય આવે, ત્યારે જ કુદરતનો માર પડે તો શું થાય? ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ આવી જ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ખેડૂતો ખેતરમાં તૈયાર થયેલો પાક ઘરે લાવવાની તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ અચાનક બદલાયેલા વાતાવરણે તેમની ચિંતા વધારી દીધી છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ક્યાંક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, તો ક્યાંક ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા. ગીર સોમનાથમાં તો મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં તૈયાર મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન અને એરંડા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઓછા વરસાદ વચ્ચે જેમતેમ પાક તૈયાર કરનારા ખેડૂતો માટે આ માવઠું પડતા પર પાટુ સમાન સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. રાજકોટના જામકંડોરણામાં ભારે પવન સાથે માવઠું

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. જામકંડોરણા તાલુકાના તરવડા ગામમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. ખાસ કરીને ખેતરોમાં ઊભા પાકને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. ભારે પવન અને વરસાદના કારણે ઊભા પાકને મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાક તૈયાર થવાના સમયે જ માવઠું થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. ગોંડલના મોવિયા ગામમાં વાવાઝોડા સાથે વરસાદ

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં સાંજના સમયે વાવાઝોડા જેવા ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. મોવિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. આ માવઠાના કારણે કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો માટે પાકની લણણી અને તૈયાર પાકને સાચવવાનો સમય હોવાથી અચાનક આવેલા વરસાદે મુશ્કેલી વધારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ગીર સોમનાથમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ

ગીર સોમનાથ જિલ્લાના ગીર અને ગીરગઢડા તાલુકામાં અચાનક વાતાવરણ બદલાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. ખાસ કરીને ખેતરોમાં પાથરેલી મગફળી વરસાદમાં પલળી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મગફળીના પાથરા પલળી જવાથી પાકની ગુણવત્તા અને વેચાણભાવ પર અસર થવાની ભીતિ છે. ગીર સોમનાથ જિલ્લામાં કુદરતે ફરી એકવાર ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. તાલાળા અને કોડીનારના અનેક ગામોમાં વરસાદ

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલાળા તાલુકાના વડાળા, જાવંત્રી ગીર અને વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ કોડીનાર તાલુકાના વલાદર, સાંઢણીધાર, કંટાળા, ઘાટવડ અને પાવટી સહિતના ગામોમાં પણ માવઠું થયું હતું. આ વિસ્તારોમાં મગફળીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જો આગામી સમયમાં વધુ પ્રમાણમાં વરસાદ પડશે તો મગફળીના પાકને નુકસાન થઈ શકે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. હનુમાનપુર, તાલડા, કંટાળા અને ધુંધવાણા સહિતના ગામોમાં માવઠું થયું હતું. ભારે વરસાદના કારણે હનુમાનપુર ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. અચાનક વરસેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં તૈયાર થયેલા મગફળી, કપાસ અને ડુંગળીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને આશા હતી કે તૈયાર પાકથી સારી આવક થશે, પરંતુ કમોસમી વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. ખાંભા-ઉના હાઈવે પર વૃક્ષો ધરાશાયી, ટ્રાફિક જામ

અમરેલીના ખાંભા ગીર પંથકમાં ભારે પવન અને વરસાદની અસર રસ્તાઓ પર પણ જોવા મળી હતી. ખાંભા-ઉના હાઈવે પર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. રસ્તા પર વૃક્ષો પડવાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તો ખુલ્લો કરવા માટે સ્થાનિક લોકો દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આમ, કમોસમી વરસાદની અસર ખેતીની સાથે વાહનવ્યવહાર પર પણ જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. સાબરકાંઠાના ઈડર અને વડાલીમાં ગાજવીજ સાથે વરસાદ

ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેતરોમાં રહેલા મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાક તૈયાર થવાના સમયે વરસાદ વરસતા ખેડૂતો માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. મહેસાણાના સતલાસણા અને ખેરાલુ પંથકમાં વરસાદી ઝાપટાં

મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. સતલાસણા અને ખેરાલુ વચ્ચે આવેલા ગામોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખાસ કરીને વઘાર અને ગઠામણ વિસ્તારમાં અચાનક વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ખેતરોમાં રહેલા મગફળી જેવા પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે અન્નદાતાઓ માટે પાકને સુરક્ષિત રાખવાનો પડકાર ઊભો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. ઓછા વરસાદ બાદ તૈયાર થયેલા પાક પર હવે માવઠાનું સંકટ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અગાઉ ઓછા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં હતા. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ જેમતેમ કરીને પાક તૈયાર કર્યો હતો. પરંતુ હવે જ્યારે પાક લણવાનો અને વેચવાનો સમય આવ્યો છે, ત્યારે અચાનક માવઠાએ નવી મુશ્કેલી ઊભી કરી છે. મગફળીના પાથરા પલળી જવા, કપાસ અને ડુંગળીના પાકને નુકસાન થવાની શક્યતા તેમજ ભારે પવનના કારણે ઊભા પાકને અસર થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જોકે, પાકને વાસ્તવમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સામે આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra Rain News Gujarat Unseasonal Rain Gir Somnath Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ