ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:47 AM, 30 October 2026
ADVERTISEMENT
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બિનાંસ પર સંભવિત સાયબર હુમલાની વાતથી હડકંપ મચી ગયો છે. બ્લોકચેન એનાલિટિક્સ પ્લેટફોર્મ ચૈનેલિસિસએ ચોરાયેલી ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય આશરે 5.912 અરબ ડોલર હોવાનો અંદાજ લગાવ્યો છે. જોકે બિનાંસએ હજુ સુધી યૂજર્સના ફંડની ચોરીની પુષ્ટિ કરી નથી. કંપનીનું કહેવું છે કે વપરાશકર્તાઓનું ફંડ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની સુરક્ષા ટીમ આ બાબતની તપાસ કરી રહી છે. બિનાંસએ યૂજર્સને ફર્જી મેસેજ, અનધિકૃત લિંક્સ અને એકાઉન્ટ માહિતી માંગતી શંકાસ્પદ વિનંતીઓથી સાવચેત રહેવાની પણ સલાહ આપી છે.
ADVERTISEMENT
Bitcoin ઘટ્યો
હેકિંગના સમાચારને કારણે બિટકોઇનમાં 3.7% ઘટાડો થયો, જે $79,000 ના સ્તરથી નીચે સપ્ટેમ્બર પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો. "બિંનાસ હેકની અફવાઓને કારણે કોઇનના ભાવ ઘટી રહ્યા છે". જાણકારોએ વધુમાં જણાવ્યું, "Binance ક્રિપ્ટો માર્કેટમાં એટલું અગ્રણી નામ છે કે જો લોકોનો તેના પરનો વિશ્વાસ ડગમગી જાય છે, તો તે સમગ્ર ઇંડસ્ટ્રીના વિશ્વાસને અસર કરે છે."
ADVERTISEMENT
2.5 અરબ ડોલર ફંડ ફ્રીઝ કરવાનો દાવો
અહેવાલો અનુસાર સંભવિત ચોરી અટકાવવા માટે Binance એ આશરે 2.5 અરબ ડોલર ભંડોળ ફ્રીઝ કર્યું છે. જો કે આ કાર્યવાહી અને કથિત ચોરી સંબંધિત તમામ વિગતોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થવાની બાકી છે.
ADVERTISEMENT
Binance ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની સંભવિત સુરક્ષા સમસ્યાના અહેવાલોથી વાકેફ છે અને તાત્કાલિક આ બાબતની તપાસ કરી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે યૂજર્સના ફંડ પર કોઈ અસરની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. Binance ના સહ-સ્થાપક ચાંગપેંગ ઝાઓએ પણ એક્સચેન્જના સંભવિત હેક અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે આ બાબતની સત્તાવાર તપાસ હજુ બાકી છે.
બિનાંસએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં એમ પણ જણાવ્યું હતું કે તેની ટીમો સુરક્ષા અહેવાલોની તપાસ કરી રહી છે અને વપરાશકર્તા ભંડોળ સુરક્ષિત છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / વિકાસની રફ્તાર વચ્ચે મોંઘવારીનો માર, છૂટક મોંઘવારી વધીને 5.54 ટકા થઈ, ઔદ્યોગિક ક્ષેત્રે જોરદાર ઉછાળો
ADVERTISEMENT
ક્રિપ્ટો માર્કેટ ગભરાટ
બિનાંસ એક્સચેન્જ પર સંભવિત સાયબર હુમલાએ ક્રિપ્ટોકરન્સી દુનિયામાં ચિંતા ઉભી કરી છે. યાહૂની ખબર મુજબ ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મના જાણકારોએ આ ઘટનાને અભૂતપૂર્વ ગણાવી હતી. તેમની કંપની બજારની સ્થિતિ પર નજર રાખવા માટે કથિત સાયબર હુમલા પર નજીકથી નજર રાખી રહી હતી.
ADVERTISEMENT
વિશ્લેષકોના મતે ચોરી થયેલી રકમ અંગે વિવિધ અંદાજો છે. તેથી તપાસ પૂર્ણ ન થાય અને સત્તાવાર માહિતી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈપણ એક આંકડાને અંતિમ માનવું યોગ્ય રહેશે નહીં.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ